________________
ટ્રસ્સોથી આલ્ટા
૧૦૧ બૉક્સમાં નાખવા.' સ્વાગત કરનાર ટી. વી એ અમને પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું. મોંઘા જીવનનિર્વાહવાળા પ્રદેશોમાં આમ બનવું સ્વાભાવિક છે.
ટુમ્મોમાં ફરવા માટે અમે રૂમમાંથી નીચે ઊતર્યા. તપાસ કરતાં રિસેપ્શનિસ્ટ યુવતીએ અમને ટુસ્સો વિશે માહિતી પત્રિકા આપી. મેં પૂછ્યું, તમે લખો છો “ટ્રોમ્યો” (Tromso) અને ઉચ્ચાર “ટ્રસ્સો’ કેમ કરો છો ? યુવતીએ કહ્યું, “નૉર્વેની અમારી નોડિક ભાષામાં “O'નો ઉચ્ચાર “U' થાય છે. “O'નો ઉચ્ચાર “ઓ” કરવો હોય તો Oમાં વચ્ચે ત્રાંસી લીટી કરવામાં આવે છે. એટલે Tromsoના છેલ્લા “O'માં તમને અહીં ત્રાંસી લીટી જોવા મળશે. એવી જ રીતે અમે “J'નો ઉચ્ચાર ‘ય’ કરીએ છીએ. એટલે ક્યોર્ડની જોડણી Fjord વાંચવા મળશે.'
દરેક મુલકની લેખન-ઉચ્ચારણની ખાસિયત ભિન્ન ભિન્ન હોય છે.
બહાર જતાં પહેલાં અમે કૉફી પીવાનું વિચાર્યું. લૉબી પાસે એક ખૂણામાં કોફીનું કાઉન્ટર હતું. હોટેલના મહેમાનોને ત્યાં દિવસ-રાત, ચોવીસે કલાક કોફી મફત મળે. (અલબત્ત, એ ભાર અંતે તો કન્યાની કેડ પર હોય.) એક મોટા જંગમાં કૉફી ગરમ રહ્યા કરે. પાસે કપ, ખાંડ, દૂધના પાઉડરનાં પડીકાં પડ્યાં હોય. જાતે બનાવીને જ્યારે જેટલી પીવી હોય તેટલી કૉફી પી શકાય. કોઈ રોકટોક નહિ. દુનિયાની કેટલીક મોટી હોટેલોમાં આ સુવિધા વધતી જાય છે. અમે કૉફી પીને ફરવા નીકળ્યા.
લગભગ પંચોતેર હજારની વસ્તી ધરાવતું ટ્રસ્સો ઉત્તર નોર્વેમાં સમુદ્રકિનારે આવેલું નાના ટાપુઓનું બનેલું એક મોટું રળિયામણું નગર છે. ભૂતકાળમાં ઉત્તર ધ્રુવના શોધસાફરીઓ માટે તે પ્રયાણસ્થાન ગણાતું. સ્વચ્છ અને સુઘડ ટ્રમ્સોના લોકોનો સ્વભાવ મળતાવડો અને આદરસત્કારવાળો હોવાથી શોધસફરીઓ અહીં થોડા દિવસ રહી, લોકોના ઉત્તરના ધ્રુવ-પ્રદેશના અનુભવોની વાતો સાંભળી પોતાની શોધસફર માટે માર્ગદર્શન મેળવતા. નૃત્ય-નાટકાદિ તથા અન્ય મનોરંજનાત્મક પ્રવૃત્તિઓને કારણે ટ્રમ્સોને કૅન્ડિનેવિયન પ્રદેશના “પેરિસ' તરીકે ઓળખાવાતું, લાકડાનાં બાંધકામ અને રાચરચીલા માટે ટ્રસ્સો મશહૂર હતું. ક્રમે ક્રમે ટ્રસ્સો એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું. અહીંના ભૂરી આંખોવાળા લોકોના ચહેરામાં ગોળાકારનું પ્રમાણ વધુ છે અને એમની ચામડીનો રંગ પણ વધુ શ્વેત છે. આઇસલૅન્ડની જેમ અહીંના લોકોને પણ ઘેરા રંગો વધુ ગમે છે એ એમના ઘરોના ભીંત-છતના રંગો તથા વસ્ત્રોના રંગો પરથી જોઈ શકાય છે. ઘેરો ભૂરો રંગ તેઓનો પ્રિય રંગ હોય એમ જણાય છે.
ઉનાળો આવે એટલે રસ્તા પર લોકોની અવરજવર વધે અને આકાશમાં વધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org