________________
૯૮
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કાદવવાળી જમીન. સુદાનમાં રણ અને પડતર પ્રદેશ ઘણો મોટો છે. આવડા મોટા સુદાનમાં મોટાં શહેરો માત્ર પાંચ-સાત છે અને તે બધાં ખાટ્મથી નાનાં, પણ નાઈલ નદી સુદાનની વચ્ચેથી વહે છે. એના બંને કાંઠા પરની જમીન અત્યંત ફળદ્રુપ છે, એટલી ફળદ્રુપ કે સિવિલ વૉર વખતે અમે અમારું ગામ છોડીને ભાગ્યા હતા. પછી બાર મહિને જ્યારે પાછા ફર્યા ત્યારે જે જગ્યાએ અમે કેરીના ગોટલા નાખ્યા હતા ત્યાં આંબાનાં ઝાડ પોતાની મેળે ઊગી ગયાં હતાં.”
૧૯૭૦ની આસપાસ પાંચેક વર્ષ સુદાનમાં બહુ કપરો કાળ હતો. જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓની, ખાદ્ય પદાર્થોની ભારે અછત. બધે જ લાંબી લાંબી લાઇનો લાગે. ક્યારેક તો અઠવાડિયે વાર આવે. સિવિલ વોર વખતે ઘણા પુરુષો માર્યા ગયા. સ્ત્રીઓનું પ્રમાણ પાંચ ગણું વધી ગયું. એટલે જ મજૂરી કરવા આવેલા યુવાન ચીનાઓને સુદાની સ્ત્રી સાથે લગ્ન કરવાની તક મળી ગઈ.
સુદાનમાં મુસ્લિમોની બહુમતી છે. ઇસ્લામ દેશ છે. અહીં ધાર્મિક કટ્ટરતા છે. એટલે અહીં શરાબ પીવાની મનાઈ છે.
મોટી પંચતારક હોટેલોમાં પણ શરાબ પીરસી શકાય નહિ. દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તી લોકો છે. તેઓને અનાજ, દવા, કપડાં આપીને પાછા મુસ્લિમ બનાવવાની મોટી ઝુંબેશ ચાલે છે. પણ પછી શરાબનો કાયમ ત્યાગ કરવો પડે એટલા માટે ઘણા ખ્રિસ્તી લોકો ઇસ્લામ ધર્મ સ્વીકારતા નથી.
સુદાનની ભૌગોલિક સ્થિતિ વિલક્ષણ છે. એની એક સરહદે રાતો સમુદ્ર છે. બાકીની સરહદ પર ઇથિયોપિયા, કેન્યા, યુગાન્ડા, કૉંગો, મધ્ય આફ્રિકન રિપબ્લિક, ચાડ, લિબિયા અને ઇજિપ્ત આવેલાં છે. આઠ પડોશી રાષ્ટ્રો સાથે સરહદ સંભાળવાનું કપરું થઈ પડે, પરંતુ સુદાનને કોઈ સરહદી સમસ્યા નથી, કારણ કે ત્યાં વેરાન નિર્જન પ્રદેશમાં વહેંચવાનું ખાસ કશું નથી. સુદાનની મુખ્ય સમસ્યા તે નબળા અર્થતંત્રની છે. ફુગાવો ઘણો છે અને વિદેશી હૂંડિયામણ બહુ ઓછું છે. પહેલાં એક અમેરિકન ડૉલરના બાર સુદાની પાઉન્ડ આપવા પડતા, હવે અઢી હજાર પાઉન્ડ આપવા પડે છે. વિદેશી ચલણ માટે કાયદો માત્ર કડક નહિ, કૂર છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી પાંચસો ડૉલરથી વધુ રકમ ગેરકાયદે નીકળે તો એને સીધી ફાંસીની સજા થાય છે. અત્યાર સુધીમાં ત્રીસેક જણને ફાંસીની સજા અપાઈ ગઈ છે. આવા કડક કાયદાઓ હોવા છતાં ત્યાં ચોરી, લૂંટફાટના ગુનાઓનું પ્રમાણ વધુ છે. ગરીબી, બેકારી હોય ત્યાં સ્વાભાવિક રીતે જ ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય.
ખાટ્મમાં અમે કેટલાંક ગુજરાતી કુટુંબનું આતિથ્ય માણ્યું. અહીં કેટલાક લોકો મધ્યાહ્ન ભોજન બપોરના બાર કે એક વાગે નહિ, પણ સાંજના સાડાચાર-પાંચ વાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org