________________
ખાર્ટમ
- સાંજ પડવા આવી હતી. સૂર્યે પોતાની પ્રખરતા ઘટાડી અને વાયુને શીતલતા તથા પ્રસન્નતા સાથે મોકલી આપ્યો. અમે નાઈલના કિનારે લટાર મારવાનો આનંદ માણ્યો અને હોટેલ પર પહોંચ્યા. હવે અમારે ખાટુંમના એક જાણીતા વડીલ શ્રેષ્ઠી શ્રી ચંદુભાઈ પીતાંબરને મળવાનું હતું.
ખાટ્મમાં અજાણ્યા માણસો પોતાની મેળે જલ્દી પહોંચી ન શકે. કોઈ સાથે જોઈએ. ભાષાનો પ્રશ્ન, વળી રસ્તાનાં નામ કે મકાનોના નંબર જેવું ખાસ જણાયું નહિ. હશે તો તે સરકારી દફતરમાં. મસ્જિદ, મોટાં મકાન, બૅન્ક, હૉસ્પિટલ, મોટી દુકાન વગેરે “મશહૂર નિશાનીથી રસ્તા ઓળખાય. રસ્તા ખાસ્સા પહોળા અને ટ્રાફિક ઓછો. ક્યાંક રસ્તા પર નાના મંડપ હોય. સ્થાનિક મિત્રે અમને કહ્યું કે ખાટ્મમાં હૉલ ઓછા, અને પોતાનો પ્રસંગ પોતાના આંગણામાં જ મંડપ બાંધીને ગોઠવાય છે. ભારતનાં ગામડાંઓના જેવો રિવાજ અહીં પણ છે. વરસાદની અનિશ્ચિતતા ન હોય ત્યાં મંડપોની મઝા અનોખી છે. મિત્રે સમજાવ્યું કે જે મંડપમાં બધી જ ટ્યૂબલાઇટ સફેદ હોય ત્યાં બેસણું-સાદડી છે એમ સમજવું. જ્યાં લગ્નાદિ ઉત્સવ કે મહેફિલ હોય ત્યાં ટ્યૂબલાઇટ રંગબેરંગી હોય (ટ્યૂબલાઇટની શોધ કરનારને આવા ઉપયોગની કલ્પના નહિ હોય.)
| ખાટ્મમાં આશરે દોઢસો ગુજરાતી કુટુંબો વસે છે, પરંતુ ગુજરાતીઓનો જુદો વિસ્તાર હોય એવું નથી. ગુજરાતી-સુદાની સાથે સાથે રહે છે. બધા ગુજરાતીઓને સુદાની-અરબી ભાષા આવડે છે. ગુજરાતીઓનાં ઘરોમાં ગુજરાતનું જ વાતાવરણ જોવા મળે. તેઓમાં વ્યવહારની ભાષા પણ ગુજરાતી જ છે.
ચંદુભાઈ પીતાંબરને મળીને અમને અત્યંત આનંદ થયો (દાદા પીતાંબરનું નામ તેમણે અટક તરીકે રાખ્યું છે). તેઓ પોતાના વ્યવસાયમાં તો આગળ વધેલા છે જ, પરંતુ સુદાનમાં રહીને એમણે જુદા જુદા ધર્મોનો સારો અભ્યાસ કર્યો છે. તેઓ જાતે વૈષ્ણવ છે. સંસ્કૃત ભાષાના જાણકાર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, વેદો વગેરેનો અભ્યાસ કર્યો છે. ઇંગ્લિશમાં તેમણે બાઇબલ વાંચ્યું છે અને એરેબિકમાં કુરાન વાંચ્યું છે. એરેબિક તે જાણે એમની બીજી માતૃભાષા છે. એમનો જન્મ અહીં સુદાનમાં જ એક નાના ગામમાં થયેલો અને શાળાનો અભ્યાસ પણ અહીં જ કરેલો. એમના પિતા જૂનાગઢ પાસે વંથલીના. પંદર વર્ષની વયે, એક જૈન વેપારી સાથે, એમના રસોઇયા તરીકે કામ કરવા વહાણમાં સુદાન આવેલા. મુદતી નોકરીથી આવેલા, પણ પછી એટલું ગમ્યું કે દેશમાં જઈ, લગ્ન કરીને પાછા સુદાનમાં આવીને વસ્યા અને ઘણાં સગાંઓને તેડાવ્યાં. ચંદુભાઈનાં સંતાનો પણ ખૂબ આગળ વધેલાં છે.
ચંદુભાઈએ કહ્યું કે, “સુદાન' શબ્દ “સુદ્દ’ પરથી આવેલો છે. સુદ્ર એટલે કાદવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org