________________
ખજુરાહો
૧૪૫ વહેલી સવારે પણ સ્નાન કરીને આવ્યો હતો, એ એના માથાના ભીના ચળકતા કાળા વાળ પરથી દેખાતું હતું. એણે કપાળમાં કરેલો કંકુનો મોટો ચાંલ્લો એની ધર્મશ્રદ્ધાને પ્રગટ કરતો હતો. એની વાણીમાં ગરીબીની નરમાશ હતી. એણે પહેરેલું લાલ રંગનું સ્વેટર દૂરથી એને શોધી કાઢવામાં મદદરૂપ થાય એવું હતું. એણે ધૂપસળી સળગાવી અને સામે રાખેલી, રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબી આગળ ફેરવીને એક કાણામાં ભરાવી. જીપમાં સુગંધ પ્રસરી રહી. બે હાથ જોડી એણે પ્રાર્થના કરી. અમે પણ અમારો નવકારમંત્ર બોલી પ્રાર્થના કરી લીધી. આજે તો એની ખાસ જરૂર હતી. રામશરણ બોલ્યો, “ચાલીશું સા'બ ?”
હા, પણ પહેલાં કેટલા કિલોમીટર છે તે નોંધી લઈએ', એમ કહીને મેં મારા ખિસ્સામાંથી ડાયરી અને પેન કાઢઢ્યાં.
કિલોમીટર નોંધવાની કંઈ જરૂર નથી, સાહેબ. ખજુરાહોનું અંતર જાણીતું છે.'
હા, તો પણ નોંધી લેવું સારું. અમને અંદાજ તો આવે.” ‘પણ મીટ૨ બગડી ગયું છે.' “બગડી ગયું છે ? એવું તે કેમ ચાલે ? તારે અને અમારે કંઈ વાંધો પડ્યો તો ?'
નહિ પડે, સા'બ. ગામની બહાર નીકળતાં જ હું તમને માઈલસ્ટોન બતાવી દઈશ. આપ ઑફિસમાં પૂછીને પૈસા આપજો. એ લોકોનું આ રોજનું કામ છે.'
રામશરણે સ્ટીયરિંગ નીચે લટકતા બે વાયર બે હાથમાં લઈને અડાડ્યા અને ગાડીએ ‘ડ્રાઉં ડ્રાઉ' કર્યું.
અરે, આવી રીતે ગાડી સ્ટાર્ટ કરે છે ? ચાવી નથી ?' ચાવી બગડી ગઈ છે, સા'બ.' તો તો કોઈ પણ માણસ આવી રીતે ચલાવીને તારી ગાડી ઉપાડી જઈ શકે.”
“હા, પણ એને ચલાવતાં ફાવે નહિ. થોડે જઈને છોડી દેવી પડે એવી આ ગાડી છે.”
ગાડી ગામબહાર નીકળતાં રામશરણે સતનાનો માઈલસ્ટોન બતાવ્યો. અમારે સતના થઈને ખજુરાહો જવાનું હતું. વળી, મારું ધ્યાન જતાં મેં કહ્યું, “ભાઈ રામશરણ, તારું સ્પીડોમીટર પણ ચાલતું નથી. ક્યારનું ઝીરો ઉપર જ છે.”
એ પણ બગડેલું છે. પણ આપણને એની જરૂર નથી. હું ગાડી વધારે ભગાવતો નથી. અહીં અમારા એમ. પી. (મધ્યપ્રદેશ)માં રસ્તા એટલા ખરાબ અને ખાડાવાળા છે કે કોઈ ઇચ્છે તો પણ ચાલીસ-પિસ્તાલીસની ઉપર ભગાવી ન શકે.”
ચિત્રકૂટથી સતનાને રસ્તે કશો ટ્રાફિક નહોતો. આપ પોતાની ગતિએ ચાલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org