________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
‘એની સાથે વાત તો કરી જોઈએ,' ત્રીજાએ સૂચવ્યું. મેં બૂમ મારી, ‘એય છોકરા, શું નામ તારું ?’
‘રામશરણ, સા’બ', કહેતોકને પાસે આવ્યો.
‘કેટલાં વરસ થયાં તને ?’
‘એકવીસ... પણ હું બટકો છું એટલે કોઈ માનતું નથી.'
‘કેટલા વખતથી ડ્રાઇવિંગ કરે છે ? લાઇસન્સ છે તારી પાસે ?’
૧૪૪
‘જી, સા’બ, છ મહિનાથી.’ એણે જીપમાંથી લાવીને પોતાનું લાઇસન્સ બતાવ્યું. તે સાચું હતું.
‘આવી ખરાબ હાલતમાં ગાડી કેમ છે ?’
‘અહીં ચિત્રકૂટમાં જીપ તો આવી જ મળે. નવી ગાડી અમને ગરીબને ક્યાંથી પોસાય ? સતના કે જબલપુરમાં એવી મળે.'
‘આ જીપ અમારે માટે જ છે એની ખાતરી શી ?'
મૅનેજર સાહેબે મને જ વરદી આપી છે. બીજાને આપી હોત તો બીજી જીપ
આવત.'
‘જો, અમે તારી જીપમાં બેસીએ પણ પૈસા મૅનેજ૨ને આપીશું. અને તારું ડ્રાઇવિંગ બરાબર નહિ લાગે તો ઊતરી જઈશું. છે કબૂલ તને ?’
‘જી, સા’બ.’
અમે જવાનો નિર્ણય કર્યો. બધાં મિત્રોએ મને કહ્યું, ‘રમણભાઈ, તમે આગળ ડ્રાઇવરની બાજુની સીટમાં બેસો. તમે ડ્રાઇવિંગ જાણો છો એટલે એના ડ્રાઇવિંગની તમને ખબર પડશે.’
અમારી મંડળીમાં બધાં જુદા જુદા નામે ઓળખાતાં. એમાં લાયન્સ કલબના લાયનભાઈએ કહ્યું, ‘દેખ રામશરણ, તારું ડ્રાઇવિંગ બરાબર નહિ હોય તો અમારા આ સાહેબ તને ઉઠાડીને ખજુરાહો સુધી ગાડી પોતે ચલાવી લેશે.’
રામશરણ હસી પડ્યો. અમે જીપમાં ગોઠવાવા લાગ્યાં. હું આગળ બેઠો. પાછળ સામસામે રાખેલી બે પાટલીમાં ચાર ચાર જણ દબાઈને બેસી શકે એમ હતાં. વચ્ચે વધારાનું ટાયર હતું. રામશરણે લાકડાનું એક ખોખું મૂકી બધાંને ચડવામાં મદદ કરી. ‘તમે સારાં કપડાં પહેરીને કેમ આવ્યાં ?' એવી ફરિયાદ જાણે જીપ કરતી હતી. એના પતરાંના અણીદાર ખૂણા વસ્ત્રમાં ભરાવા માટે ઉત્સાહી હતા. ચઢતાં-ઊતરતાં વસ્ત્રસંકોચનની કલાનો આશ્રય ન લેનારને પસ્તાવું પડે એમ હતું.
રામશરણે પોતાની સીટ લીધી. તે ગરીબ હતો પણ દેખાવે સુઘડ હતો. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org