________________
ઇસ્તંબલ-કોન્સેન્ટિનોપલ
૧૩પ સમયમાં રાજ્યના પાટનગર માટે ટેકરીઓ કે ડુંગરાઓની પસંદગી થતી અને નગરની આસપાસ મોટા કોટ-કિલ્લા બાંધવામાં આવતા કે જેથી દૂર સુધી નજર રાખી શકાય અને શત્રુઓ સામે સુરક્ષિત રહી શકાય. કોસ્ટેન્ટિને સમુદ્રકિનારે સાત ટેકરીઓ પર નવેસરથી આ નગર વસાવ્યું અને કોટ-કિલ્લો બંધાવીને નગરને નવું નામ આપ્યું “કોન્સેન્ટિનોપલ'. વળી, રોમન સામ્રાજ્યના બે વિભાગ કરીને, પૂર્વ વિભાગના સામ્રાજ્યના પાટનગર તરીકે કોન્સેન્ટિનોપલને જાહેર કર્યું. રોમન લોકો શિલ્પસ્થાપત્યમાં આગળ વધ્યા અને જેમ જેમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સ્થળે સ્થળે નાનાંમોટાં દેવળો બંધાતાં ગયાં. બે-એક સૈકામાં તો રોમન સામ્રાજ્યમાં હજારો દેવળો બંધાઈ ગયાં, જેથી લોકોને પોતાના ઘરની નજીક ધર્મસ્થાનક મળી રહે. ફક્ત કોન્સેન્ટિનોપલમાં જ એક હજારથી વધુ દેવળો બંધાઈ ગયાં. વળી, મહિલા સંત (સતી) સોફિયા(સોફાયા)ની યાદગીરીમાં છઠ્ઠા સૈકામાં આખી દુનિયાનું ત્યારે મોટામાં મોટું દેવળ “આયા સોફિયા' અથવા “હગિયા સોફિયા” અહીં કોન્સેન્ટિનોપલમાં બાંધવામાં આવ્યું.
અમને દેવળ “હગિયા સોફિયા' જોવા લઈ જવામાં આવ્યા. અંદર જઈને એનાં દર્શન કરતાં જ અમે આભા થઈ ગયા. જ્યાં સુધી જાતે ન જોઈએ ત્યાં સુધી એની વિરાટ ભવ્યતાનો અંદાજ ન આવી શકે. સૈકાઓ સુધી તે દુનિયાનું મોટામાં મોટું દેવળ રહ્યું હતું એ વાતની યથાર્થતા સમજાય છે. એ જમાનામાં રોજેરોજ હજારો ખ્રિસ્તીઓ આ દેવળની યાત્રાએ આવતા. ગ્રીક ભાષામાં Hagia sophiaનો અર્થ થાય છે દિવ્ય પ્રજ્ઞા (Divine Wisdom). દેવળની વિશાળતા, ઊંચા ઊંચા સ્તંભોની પહોળાઈ, છત-ઘુમ્મટની સંરચના ઇત્યાદિનો વિચાર કરીએ તો રોમન સ્થાપત્ય કેટલી ઉચ્ચતાએ પહોંચ્યું હતું એની પ્રતીતિ થાય છે. સમ્રાટ જસ્ટિનિયને દિલ દઈને આ દેવળ બંધાવ્યું હતું. એમાં વપરાયેલી દસ લાખથી વધુ લાદીઓમાં કેટલીકમાં સોનાનું જડતરકામ થયું છે. ભીંતચિત્રોમાં પણ સોનાનો ઉપયોગ થયો હોવાથી એની આભા જ કંઈક ઓર લાગે છે. આ દેવળ તૈયાર કરાવીને જાહેર જનતા માટે જ્યારે ખુલ્લું મુકાયું હશે ત્યારે તો વિશ્વની આ એક અદ્ભુત રચના બન્યું હશે ! એનાં મેડોના એન્ડ ચાઇલ્ડ” જેવાં કેટલાંક બેનમૂન મોઝેઇક તો વિશ્વવિખ્યાત બન્યાં છે.
રોમન સમ્રાટોએ એક હજાર કરતાં વધુ વર્ષ કોન્સેન્ટિનોપલમાં રાજ્ય કર્યું. સમગ્ર યુરોપનું તે પ્રથમ નંબરનું સુવિખ્યાત શહેર બન્યું. રોજેરોજ અહીં હજારો વેપારીઓ આવતા અને ધમધોકાર વેપાર કરતા. પૂર્વમાં ભારત અને ચીન સુધી આ કલાસમૃદ્ધ, સંપત્તિવાન નગરની ખ્યાતિ પહોંચી હતી. પરંતુ ઇસ્લામ ધર્મના ઉદય પછી, અને એના વધતા જતા પ્રચારને કારણે તુર્ક વગેરે કેટલીક જાતિના લોકોએ એ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ ધીમે ધીમે સંગઠિત અને આક્રમક થતા જતા હતા. તુર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org