________________
૧૦૩
ટ્રસ્સોથી આલ્ટા ઉપરનો આ પુલ વધારે પડતો ઊંચો અને પ્રથમ દૃષ્ટિએ બેડોળ લાગે એવો છે. એનો ઊંચામાં ઊંચો ભાગ મધ્યમાં નહિ પણ એક બાજુ છે. વળી એટલા ભાગમાં નીચે સ્તંભ નથી. નીચેથી ઊંચી ઊંચી સ્ટીમરો પસાર થઈ શકે એ માટે જ એમ કરવામાં આવ્યું છે. ઉપયોગિતાવાદ આગળ સૌન્દર્યવાદને અહીં નમવું પડ્યું છે.
એ બાજુના ટાપુ ઉપર આશરે બે હજાર ફૂટ ઊંચો હિમાચ્છાદિત ડુંગર છે અને ત્યાં કેબલ કારમાં ૧૩૬૦ ફૂટ ઊંચે જઈ શકાય છે. પછી પાંચસો ફૂટનું ચઢાણ છે. કેબલ કારમાં અમે ઉપર પહોંચ્યા. વાતાવરણ પ્રસન્નતાથી સભર હતું. આ ડુંગર ઉપરથી ટ્રમ્સોના બે મુખ્ય ટાપુઓનું અને સમગ્ર વિસ્તારનું બહુરંગી વિહંગમ દૃશ્ય જોતાં અત્યંત આસ્લાદ થયો. ઘણા પ્રવાસીઓ ત્યાં એકત્ર થયા હતા. કેટલાક બરફમાં ઉપર ચડી રહ્યા હતા, કેટલાક ઊતરી રહ્યા હતા. બરફમાં ચાલવું, ડુંગર ચડવો એ પણ એક કળા છે. સમતોલપણાની કસોટી ડગલે ડગલે થાય. અમે વીસ-પચીસ ડગલાં ઉપર ચડ્યા હોઈશું ત્યાં અચાનક હવામાન બદલાઈ ગયું. ઠંડો પવન નીકળ્યો અને હિમવર્ષા ચાલુ થઈ. આવા વાતારણમાં રહેવાનું પ્રવાસીઓ માટે અસહ્ય હતું. બધા ઝટપટ નીચે ઊતરી ગયા અને કાફેટેરિયામાં ભરાઈ ગયા. એવામાં બારેક વર્ષની એક છોકરી નીકળી. હિમવર્ષામાં બરફમાં તે ડુંગર ચઢવા લાગી. તેણે ગરમ કપડાં પણ ખાસ પહેર્યા નહોતાં. તેની ચાલ પરથી તે અનુભવી અને આ પ્રદેશની લાગી. ડુંગરની ટોચ પર જઈ તે હસતી હસતી પાછી આવી, બધાંએ એને શાબાશી આપી.
કુદરતની કેવી સરસ વ્યવસ્થા છે કે જે પ્રદેશમાં માણસ જન્મ્યો હોય તે પ્રદેશની આબોહવા, ધરતીની રચના, વનસ્પતિ, પશુપક્ષીઓ, રહેણીકરણી, ખાનપાન સાથે તે એકરૂપ થઈ જાય છે. એનું શરીર પણ એને અનુરૂપ બની જાય છે. એમાં એને ફરિયાદ કરવા જેવું, પ્રકૃતિનો વાંક કાઢવા જેવું કશું લાગતું નથી. કુદરત તો આવી જ હોય એવી સહજ સ્વીકૃતિ એના લોહીમાં વણાઈ જાય છે. બરફમાં ઊછરેલાને બરફ વગરના પ્રદેશમાં ચેન નહિ પડે. એસ્કિમો મધ્ય આફ્રિકાના ગરમ પ્રદેશમાં અને આફ્રિકન રહેવાસી ધ્રુવ પ્રદેશમાં એકબીજાની જેમ રહી ન શકે. એટલે જ અમારે માટે જે અસહ્ય હતું તે પેલી નાની છોકરી માટે સહજ અને આનંદપ્રદ હતું.
ડુંગર પરથી કેબલ કારમાં પાછા આવી અમે એક આર્ટ ગેલેરીમાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. ટ્રસ્સો અને એની આસપાસના પ્રદેશનાં કુદરતનાં દૃશ્યો ચિત્રકારે મોટા કેનવાસ પર દોર્યા હતાં. એમાં એક મુખ્ય વિષય હતો – વાદળ પાછળનો સૂર્ય. આ પ્રદેશમાં ખુલ્લો ઝળહળતો સૂર્ય તો વર્ષમાં થોડા દિવસ, થોડા સમય માટે જોવા મળે. એ જોઈને માણસો નાચી ઊઠે. વાદળાં પાછળથી સૂર્ય પ્રકાશતો હોય એવાં દૃશ્યોની વૈવિધ્યભરી લીલા અપરંપાર છે. એક વખત જોયેલું દશ્ય બરાબર એ જ સ્વરૂપે જિંદગીમાં બીજી વાર જોવા ન મળે. આ પ્રદર્શને પણ એ વાતની પ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org