________________
પાસપૉર્ટની પાંખે – ભાગ ૩
૧૦૪
કરાવી. એવું જ બીજું પ્રદર્શન ફોટોગ્રાફ્સનું અમે જોયું. કલાઓમાં પણ દરેક પ્રજાના પોતાના વિશિષ્ટ પ્રાદેશિક વિષયો પણ હોય છે.
ટ્રુમ્સોથી આલ્ટા અને એની આસપાસના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક કાળમાં માનવવસવાટ હશે એની સાબિતી દર્શાવતી કેટલીક રેખાકૃતિઓ પથ્થરોમાં કોતરેલી મળી આવી છે. એ ચારથી પાંચ-છ હજાર વર્ષ પૂર્વેની હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ગ્રામ્ય પ્રકારની આ રેખાકૃતિઓમાં માનવઆકૃતિઓ ઉપરાંત હોડી, માછલી, રેઇનડિયર, ભાલો, બાણ વગેરે કોતરેલાં જોવા મળે છે.
બે દિવસ રુમ્સોમાં રહીને અમે આલ્ટા જવા નીકળ્યા. આ પ્રદેશમાં મજૂર તો મળે નહિ, એટલે સામાન તો હાથે જ ઊંચકીને જવું પડે. પ્રવાસમાં ઓછા સામાનનું મહત્ત્વ આવે વખતે સમજાય. સદ્ભાગ્યે બસસ્ટૉપ પાસે જ હતું. સામાન ઊંચકીને અમે ત્યાં પહોંચ્યા. બસને વાર હતી એટલે અમે પાસેના રેસ્ટોરાંમાં કૉફી પીવા ગયા. એક કપના પચાસ રૂપિયા જેટલા ક્રોનર (નૉર્વેનું ચલણ) આપવા પડ્યા. અમને થયું કે નીકળતી વખતે હોટેલમાં કૉફી પી લીધી હોત તો સારું થાત. હોટેલ છોડી દીધા પછી માત્ર કોફી પીવા ત્યાં જવું તે અયોગ્ય ગણાય.
આલ્ટા માટેની બસ સાંજે બરાબર પોણાપાંચ વાગે આવી પહોંચી. ૩૨૦ કિલોમીટ૨નું અંતર હતું અને સાત કલાકની સફર હતી. ધ્રુવ પ્રદેશમાં આ ઋતુમાં લાંબી સફર કરવામાં અંધારું થઈ જવાની ચિંતા નહિ, કારણ કે મધરાતે સૂર્યના મુલકમાં અમે આવી ચૂક્યા હતા. અમારી બસ ક્યોર્ડના કિનારે કિનારે, ડુંગ૨ની ધાર ૫૨ બનાવેલા આધુનિક સુંદર રસ્તા પર સરકી રહી હતી. બારીમાંથી સતત ક્યોર્ડનાં દર્શન થાય. નિશ્ચંચલ ઉદધિજલનો ઘેરો ભૂરો રંગ ચિત્તને પ્રસન્નતાથી સભર કરી દેતો હતો. ફ્લોર્ડ વિશાળ લાંબા સરોવર જેવા લાગે. સમુદ્રનાં પાણી છતાં સમુદ્ર જેવાં મોટાં ઘૂઘવતાં મોજાં નહિ. વળી બંને બાજુ નક્કર પથ્થરના ડુંગરોને લીધે ક્યાંય રેતીનો તટ નહિ. ધ્રુવપ્રદેશમાં નાના નાના ડુંગરાઓને પણ હિમાચ્છાદિત થવાનું માન મળે અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાની તક મળે.
ક્યોર્ડના કિનારે વિશુદ્ધ પર્યાવરણમાં અદ્ભુત શાન્તિનો અનુભવ થાય છે. જેમ જેમ ઉત્તર તરફ અમે આગળ વધતા જતા હતા તેમ તેમ માર્ગમાં આવતાં વૃક્ષોનાં કદ ઘટતાં જતાં હતાં. આ બાજુ ખેતી ખાસ કશી જ નહિ. વસ્તી પણ બહુ ઓછી. છૂટાંછવાયાં ઘરોમાં માણસો રહેતા હોય. અંધારા શિયાળામાં ઘરની બહાર ન નીકળવાની ટેવ ઉનાળામાં પણ લંબાય. ટોળે વળીને ઘણાંબધાં બાળકો રમતાં હોય એવું બને નહિ કારણ કે બાળકોની સંખ્યા જ ઓછી. એક સ્થળે સામસામી દિશામાંથી સાઇકલ પર આવતાં બે બાળકો એકબીજાને મળ્યાં તો એમના ચહેરા પર આનંદ સમાતો નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org