________________
૧૯)
નૉર્થ કેપ ભાષાનો અને પૈસાનો પ્રશ્ન નડતો. પણ એનો ઉકેલ તેઓ શોધી કાઢતા. કેટલીય વાર આગળ રસ્તો ન હોય કે ન જડતો હોય તો પાછા ફરવું પડતું. પણ એથી તેઓ નિરાશ થતા નહિ. સમયનું એમને કોઈ બંધન નહોતું.
ઘરેથી નીકળ્યા પછી બે વર્ષે નેગ્રી નૉર્થ કેપ પહોંચ્યા હતા. પહોંચતાં જ એમણે પોતાની ડાયરીમાં લખ્યું, “હાશ.... છેવટે હું નૉર્થ કેપ આવી પહોંચ્યો છું. ધરતીનો આ સૌથી દુરનો છેડો છે. આ પ્રદેશ વિશે જોવા-જાણવાની મારી વર્ષોની તૃષા આજે સંતૃપ્ત થઈ છે. મારું સ્વપ્ન સાર્થક થયું છે. અહીંથી હું હવે પાછો ફરીશ. ઈશ્વરની મરજી હશે તો હું જીવતો મારે વતન પહોંચી જઈશ.'
અને નેગ્રી સહીસલામત પોતાને વતન પહોંચી ગયા. એમની સચવાયેલી ડાયરીએ એ કાળના એમના અનુભવોની ઘણી સભર માહિતી સંઘરી રાખી છે.
બાવીસ વર્ષના રાજ કુમાર ફિલિપે, પોતાના બે અંગત મદદનીશો સાથે, બરછટ કપડાં ધારણ કરી, પોતે સ્વિટ્ઝરલેન્ડના વતની છે અને આ પ્રદેશનો અભ્યાસ કરવા આવ્યા છે એવો દેખાવ કર્યો હતો. એમણે પોતાનું નામ “મ્યુલર' રાખું હતું. તેઓ બહુ દેખાવડા હતા એટલે આ પ્રદેશના મહિલાવર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.
ધીમી ગતિએ ચાલતી અમારી બસ નૉર્થ કેપ પર આવી પહોંચી. અમે ઊતરીએ એટલી વારમાં તો આકાશ ઘેરાં વાદળાંથી ઘેરાઈ ગયું. હવે સૂર્યપ્રકાશ જોવા મળશે કે કેમ તે પ્રશ્ન થયો. પણ ઘડિયાળમાં હજુ રાતના અગિયાર વાગ્યા હતા. સભાગ્ય હોય તો વાદળાંનો ધસારો ઘટી પણ જાય.
સામે જ વિશાળ હોલ હતો. એમાં અમે દાખલ થયા. નોર્વેની સરકારે કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે ડુંગરની ટોચ પરની સપાટ જગ્યામાં આ હૉલ બંધાવ્યો છે, જેથી બહારની ઠંડી, વરસાદ વગેરેથી બચી શકાય. જૂના વખતમાં સ્ટીમર નીચે ઊભી રહેતી અને પ્રવાસીઓ હજાર પગથિયાં ચડીને ઉપર આવતાં. વરસાદ કે બરફ પડે તો કોઈ રક્ષણ નહોતું. અશક્ત પ્રવાસીઓ સ્ટીમરમાં જ બેસી રહેતા (ગઈ સદીમાં આપણા જગતપ્રવાસી કાલુભાઈ બશિયા આ રીતે જ અહીં આવેલા એનું સ્મરણ થયું.)
આ વિશાળ હૉલમાં ચારસો-પાંચસોથી વધુ માણસો હોય તો પણ ગિરદી જેવું ન લાગે. એમાં રેસ્ટોરાં છે, સુવેનિની દુકાનો છે, ટેલિફોનની સગવડ છે, પોસ્ટઑફિસ છે, થિયેટર છે, શૌચાલય છે, જેઓને રાત રોકાવું હોય તેમને માટે રૂમોની સગવડ છે. આ એક સતત જાગતું કેન્દ્ર છે. સ્ટાફની ફરજ બદલાય, પણ કેન્દ્ર ચોવીસે કલાક ગાજતું રહે, સતત અઢી મહિના સુધી.
કેન્દ્રમાં અમે મરજી મુજબ ફર્યા. સ્વજનોને સચિત્ર પોસ્ટકાર્ડ લખ્યાં કે જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org