________________
૧૦
અબુ ધાબીની સાંજ અહીં “ઉમ્મ અલ નાર' નામના ટાપુમાં પણ જણાય છે. કેટલાક ખાડા કબરના આકારના નીકળ્યા છે. આ વાત ડેન્માર્કના પુરાતત્ત્વવિદોને જણાવવામાં આવી. શેખે પણ આ કામમાં રસ લઈ ખર્ચની મંજૂરી આપી. એ માટે યોજના થઈ. વિશાળ વિસ્તારમાં ખોદકામ કરતાં ચાર-પાંચ હજાર વર્ષ જૂના અવશેષો અબુ ધાબીમાં પણ મળ્યા. એમાં કેટલીક આકૃતિ ઊંટની છે. એટલે ત્યારે પણ વાહન તરીકે ઊંટનો ઉપયોગ થતો હશે, એની સાબિતી મળે છે. વળી સાચાં મોતી પણ મળી આવ્યાં. એથી જણાય છે કે અરબસ્તાનની આ ખાડીમાં ત્યારે પણ મોતી ધરાવતી ઇસ્ટર માછલીઓ હશે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે ભારત સાથે વ્યવહાર હશે એવા સંકેતો પણ મળ્યા.
ઉમ્મ અલ નારનાં સંશોધનોથી પ્રભાવિત થઈને શેખ ઝાયેદે એ નિષ્ણાતોને અલ આઈનમાં પણ ખોદકામ કરવાનું કામ સોંપ્યું. ત્યાંથી પણ પથ્થરનાં વાસણો, ઓજારો વગેરે મળી આવ્યાં. એક ડુંગર ઉપર ઘણી કબરો મળી આવી. અલ આઈનથી થોડે દૂર ખોદતાં એક આખા નગરના અવશેષો મળી આવ્યા. એક સ્થળે ચકમકના પથ્થરનું કારખાનું મળ્યું. આ બધા અવશેષો દર્શાવે છે કે અત્યારે જ્યાં રણવિસ્તાર અને છૂટીછવાઇ પાંખી વસ્તી છે ત્યાં પાંચ હજાર વર્ષ પૂર્વે સમૃદ્ધ વસવાટ હશે !
અમારી ગાડી પૂરપાટ ચાલતી હતી ત્યાં અબુ ધાબીના સીમાડા ચાલુ થયા. કોઈ નવા સમૃદ્ધ શહેરમાં દાખલ થતાં હોઈએ એવો અનુભવ થયો. આર્થિક સમૃદ્ધિ થતાં નવેસરથી વસાવેલા શહેરમાં શી વાતે કમી હોય ? રહેવાને સરસ મોટાં ઘરો, પહોળા રસ્તાઓ, મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીનાં ઉત્તુંગ, મૌલિક ડિઝાઇનવાળાં મકાનો, વિશાળ સ્ટોર્સ, આધુનિક મોટરગાડીઓ, પંચતારક હોટેલો અને એના સ્વચ્છ રેતીતટ, નૌકાવિહારની સુવિધાઓ ઇત્યાદિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. તેમ છતાં કેટલાંક સ્થાપત્યમાં મુસલમાન સંસ્કૃતિનો અણસાર અનુભવાય છે. અમે શેખ હમદાન સ્ટ્રીટ, શેખ ખલીફા સ્ટ્રીટ, અલ નાસર સ્ટ્રીટ વગેરેમાં ફર્યા. જૂના વખતમાં મોતી અને માછલીના વેપાર પર નભતા અબુ ધાબીના ક્યાં ગરીબ આરબો અને ક્યાં સુંદર વસ્ત્રોમાં સુસજ્જ સુખી વર્તમાન આરબો ! નવી મસ્જિદોના લાઉડસ્પીકરવાળા ઊંચા મિનારાઓમાંથી નમાજને વખતે બુલંદ ધ્વનિ ચારેબાજુ પ્રસરી રહેતો. તડકો રસ્તા પર અસહ્ય હતો, પરંતુ ઊંચાં ઊંચાં મકાનોમાં પૂર્વપશ્ચિમ દિશાની આખેઆખી રંગબેરંગી કાચની દીવાલો તડકાને માત્ર સહ્ય જ નહિ, આફ્લાદક બનાવતી હતી. આંતરરાષ્ટ્રીય વિનિમય વધતાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી રેગિસ્તાનમાં પણ વનસ્પતિનો વિકાસ કેવો થવા લાગ્યો છે તે અહીં નજરે જોવા મળે છે.
અમે હોટેલ શેરાટોનની મુલાકાત લીધી. ઘર છોડીને બહાર રાતવાસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org