________________
૧૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કરવાના વિષયને માનવજાતે છેલ્લી સદીમાં કેટલો બધો ચગાવ્યો છે ! દરેક હોટેલની ડિઝાઇન વિલક્ષણ અને પ્રભાવ અનોખો. જેમ દુનિયા સાંકડી થતી જાય છે તેમ હોટેલ ઉદ્યોગ વિસ્તરતો જાય છે. આ વૈભવી શેરાટોન હોટેલની કેટલીક આગવી લાક્ષણિકતાનો અમને પરિચય કરાવવામાં આવ્યો.
અબુ ધાબી નગર, તળ ભૂમિમાં અને બાજુમાં આવેલા ટાપુ પર વિકાસ પામ્યું છે. અમે ફરતાં ફરતાં સમુદ્રકિનારે એક ઉદ્યાનમાં પહોંચ્યા. નવીનભાઈએ કહ્યું, અંધારું થતાં સુધી આપણે અહીં બેસીને ધર્મચર્ચા કરીશું.” જીવદયાનો જ વિષય નીકળ્યો. આ બાજુની સમગ્ર પ્રજા માંસાહારી છે. ભારતમાં શાકાહારી લોકોનું જેટલું પ્રમાણે છે એટલું દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. માંસાહારી પ્રજાઓમાં પણ દરેકની ખાસિયત જુદી જુદી. સમુદ્રકિનારે વસતા લોકોમાં મસ્યાહારનું પ્રમાણ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જૈન ધર્મમાં જીવદયાની વાત જેટલી સૂક્ષ્મતાથી વિચારવામાં આવી છે તેટલી અન્ય ધર્મમાં નથી.
અમારી ધર્મચર્ચા ચાલતી હતી ત્યાં પાસે એક ગાડી આવીને ઊભી રહી. એમાંથી બે આરબો ઊતર્યા. એક પ્રૌઢ વયનો હતો અને સાથે ચૌદપંદર વર્ષનો કિશોર હતો. પિતાપુત્ર હશે એવું અનુમાન થયું. ગાડીની ડિકીમાંથી તેમણે એક પેટી અને બીજી કેટલીક સામગ્રી કાઢી. તેઓ અમારી પાસેની સમુદ્રની પાળી ઉપર આવ્યા. બંનેએ માછલી મારવાનો પોતપોતાનો સળિયો તૈયાર કર્યો. તેમની વાતચીત સાંભળી અરબી ભાષા જાણનાર નવીનભાઈએ કહ્યું, “પિતા પુત્રને માછલી કેવી રીતે પકડવી તે શીખવવા લાવ્યા છે. માછલી પકડવી એ ઘણા લોકોની શોખની પ્રવૃત્તિ હોય છે.”
અમારામાંથી કોઈએ સૂચન કર્યું, “આપણે બીજે જઈને બેસીએ. આપણી નજર સામે કોઈ માછલી પકડે અને તરફડતી માછલી આપણે જોવી પડે એ કેમ સહન થાય ?'
જ્યાં જઈશું ત્યાં બીજા કોઈ નહિ આવે એની શી ખાતરી ? પેલે છેડે ત્રણ જણ તો ઊભા છે અને બીજા પણ કોઈ આવે. અત્યારે એનો ટાઇમ થયો છે,' નવીનભાઈએ કહ્યું.
આપણે તટસ્થ ભાવ રાખવો. એ બાજુ નજર કરવી નહિ. કોઈ માછલી પકડાય તો એની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી', બીજા એક જણે કહ્યું. ' કહ્યું, “કદાચ એવું બને કે આપણે અહીં છીએ ત્યાં સુધી કોઈ માછલી પકડાશે નહિ. તરફડતી માછલી જોવાનો વખત આપણે માટે નહિ આવે.”
એમ થાય તો તો સારું', બધા સસ્મિત એકસાથે બોલી ઊઠ્યા.
માછલીઓ માટે શાંત ચિત્તે પ્રાર્થના કરી અમે અમારી ધર્મચર્ચામાં પરોવાઈ ગયા. જોકે કુતૂહલવશ કોઈ કોઈની નજર થોડી થોડી વારે તે બાજુ ફરી આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org