________________
શાહમૃગના વાડા તેમનો મંત્ર બન્યો : GET RICH WITH OST-RICh. એક નર શાહમૃગ સાથે ત્રણચાર માદા હોય અને દરેક માદા આંતરે દિવસે એક ઈંડું મૂકે એમ પંદરવીસ વર્ષ સુધી પ્રત્યેક ઋતુમાં પંદરવીસથી વધુ ઈંડાં મૂકે. એટલે શાહમૃગની વસ્તી તો ઝડપથી વધવા લાગી. શાહમૃગનાં આકર્ષક પીંછાં હેટમાં ખોસવામાં તથા વિભિન્ન પ્રકારના પહેરવેશમાં વપરાવા લાગ્યાં. ઓગણીસમી સદીમાં તો યુરોપમાં શાહમૃગનાં પીંછાંની ફેશન ચાલી. યહૂદીઓને એકલાં પીંછાંમાંથી જ અઢળક કમાણી થવા લાગી. ચામડાં અને માંસમાંથી કમાણી થતી તે તો વધારાની. થોડા દાયકામાં શાહમૃગના વાડાઓ વધતા ગયા અને એની વસ્તી લાખોના આંકડા વટાવતી ગઈ. પછી તો યહૂદીઓ ઉપરાંત બીજાઓ પણ એમાં જોડાયા અને શાહમૃગ દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રની એક મહત્ત્વની ચીજવસ્તુ (કૉમોડિટી) બની ગયું. દરમિયાન અલ્જિરિયા, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ફિલિપાઇન્સ વગેરે ઘણા દેશોમાં શાહમૃગનો ઉછેર થવા લાગ્યો.
અમારા ગાઇડે વેચાણ કેન્દ્રમાં લઈ જઈ શાહમૃગમાંથી બનાવેલી ભાતભાતની વસ્તુઓ બતાવી. તે વસાવવાનો અમને શોખ નહોતો, પછી ખરીદવાની તો ઇચ્છા ક્યાંથી હોય ? ગાઇડે અમને ઈંડાં બતાવ્યાં. શાહમૃગનાં ઈંડાં સુશોભનની વસ્તુ તરીકે વપરાય છે. શ્વેત કે આછા પીળા રંગનું છ ઇંચ જેટલું મોટું ઈંડું દોઢ કિલોગ્રામ જેટલા વજનવાળું હોય છે. હાથમાં લેતાં જ તે ભારે લાગ્યું. એક નાનું છિદ્ર પાડી, તેમાંથી પ્રવાહી કાઢી નાખી, સુગંધી દ્રવ્ય તેમાં ભરી દઈને તેને વેચવામાં આવે છે. શોખીનો લઈ જાય છે. શાહમૃગનું ઈંડું એટલું મજબૂત હોય છે કે માણસ એના ઉપર ઊભો રહે તો પણ ન ભાંગે. માદા રેતીમાં ખાડો કરી ઈંડાં મૂકે છે. દિવસે માદા અને રાત્રે નર શાહમૃગ ઈંડાંનું સેવન કરે છે. જરૂર પડે તો ઈંડાંને રેતીથી ઢાંકી દે છે.
ત્યાર પછી અમને શાહમૃગના વાડાઓમાં ફેરવવામાં આવ્યા. શાહમૃગ પચીસ-પચાસના ટોળામાં રહેનારું પક્ષી છે. આખું ટોળું આમથી તેમ દોડે. દરેક વાડાનો રખેવાળ હોય. તે એમને માટે ખોરાક-પાણીની વ્યવસ્થા સંભાળે, બીજી દેખરેખ રાખે તથા શાહમૃગને અમુક પ્રકારની તાલીમ પણ આપે. કાળા, ઊંચા, કદાવર હબસી રખેવાળો એમના લીલા રંગનાં શર્ટ, પેન્ટ અને ટોપીના યુનિફૉર્મથી તરત જુદા દેખાઈ આવે. તેંઓ જે રીતે શાહમૃગો સાથે ગેલ કરતા હતા તે જોતાં થયું કે રાતદિવસ સાથે રહેવાને કારણે આ પક્ષીઓ સાથે તેમને માયા બંધાઈ ગઈ છે. અમે કેટલાંક શાહમૃગની પાસે જઈને એમને પંપાળ્યાં અને ખાવાનું ખવરાવ્યું. શાહમૃગ સમજદાર પક્ષી છે. એક શાહમૃગ અમારી સામે ટગર ટગર જોતું હતું. એની મોટી આંખોમાં એના આનંદનો ભાવ વાંચી શકાતો હતો.
એક વાડામાં અમને શાહમૃગની દોડ સ્પર્ધા બતાવવામાં આવી. લંબવર્તુળ આકારની ઘણી લાંબી સાંકડી વાડ એવી રીતે કરવામાં આવી છે કે દોડીને શાહમૃગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org