________________
અબુ ધાબીની સાંજ
આધુનિક કાળમાં અચાનક ભાગ્યપલટો થયો હોય એવાં નગરોમાં સિંગાપુર, દુબઈ વગેરેની જેમ અબુ ધાબીને પણ ગણાવી શકાય. ચારપાંચ દાયકા પહેલાં, બ્રિટિશ શાસનકાળ દરમિયાન, અબુ ધાબીના કિલ્લાની ઊંચી ઊંચી દિવાલો એની અંદર આવેલાં ખોરડાંઓ પ્રત્યે ગર્વ અને તુચ્છકારની નજરે જોતી હતી. હવે પોતાની આસપાસ ઊભાં થયેલાં પચીસ-ત્રીસ માળનાં તોતિંગ, રોનકદાર હારબંધ મકાનો આગળ વામણી લાગતી એ દીવાલો શરમથી નીચું જોઈ જોઈને જર્જરિત કે ખંડિત થઈ ગઈ છે.
ધરતીના પેટાળમાંથી ઊડેલા તેલના ફુવારાએ સાઉદી અરેબિયાની જેમ સાત નાનાં નાનાં રાજ્યોના બનેલા સંયુક્ત આરબ અમીરાત(Emirate)ની પણ સિકલ બદલી નાખી છે. એ સાતમાં મોટામાં મોટું રાજ્ય તે અબુ ધાબીનું છે. એટલે સંયુક્ત આરબ અમીરાતનું પાટનગર પણ અબુ ધાબી જ છે. ચારપાંચ દાયકા પહેલાં અઢીત્રણ હજારની વસ્તીવાળા અબુ ધાબીને છોડીને ગયેલો એનો કોઈ નાગરિક છે અત્યારે અચાનક પહેલી વાર આ અઢી-ત્રણ લાખની વસ્તીવાળા નાના મેનહટ્ટન (ન્યૂ યૉર્કના) જેવા અબુ ધાબીને જુએ તો માની ન શકે કે એ પોતાનું વતન છે. જાણે કોઈ સ્વપ્ન જોતો હોય એવું એને ભાસે !
અબુ ધાબી જવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો, પરંતુ દુબઈના અમારા પ્રવાસ દરમિયાન અમારા મિત્ર દુબઈનિવાસી ધર્મપ્રેમી નવીનભાઈ શાહની ઇચ્છા એવી હતી કે અમારે અબુ ધાબી અવશ્ય જવું જોઈએ અને ખાસ તો ત્યાંની શેરાટોન (Sheraton) હોટેલ જોવી જોઈએ. હોટેલ જોવાનું વળી અમારે શું પ્રયોજન હોય ? પરંતુ એનું કારણ એ હતું કે નવીનભાઈ વર્ષોથી દુબઈમાં રહે છે, સુપ્રસિદ્ધ એન્જિનિયર છે અને આરબ અમીરાતમાં જે કેટલીક હોટેલો, મસ્જિદો, મકાનો વગેરે એમની કંપની દ્વારા બંધાયાં છે તેની ડિઝાઇનમાં એમનું સવિશેષ યોગદાન રહેલું છે. તેમાંની એક તે અબુ ધાબીની પ્રથમ નંબરની હોટેલ શેરાટોન છે.
દુબઈમાં રોજેરોજ મિલન, ગોષ્ઠિ, વ્યાખ્યાન વગેરેના અમારા કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા એટલે એ રદ કરીને અબુ ધાબી જવાની અમારી ઇચ્છા નહોતી, પરંતુ નવીનભાઈએ સવારસાંજના કાર્યક્રમો થોડા આઘાપાછા કરાવીને એવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org