________________
આદશાહે જોર જોરથી પડકાર કર્યો અને તું કેણુ અબલા છે કે સબલા છે?
તને કંઈ ભાન શાન કે શુદ્ધિ છે કે નહિ? અરે પણ તું તારા માથામાં બકલના ભભકા કરીને હાલી નિકળી છું પણ તારામાં અક્કલ તે છે જ નહિ! તેનું કેમ? જે જરા સાંભળી લે. બકલ વિના ચાલશે કિન્તુ અકકલ વિના નહિ ચાલે આજથી આ પાઠ બરાબર યાદ કરતી રહેજે વિગેરે વિગેરે. આ બાદશાહે પડકાર કરવામાં કઈ કમીના રાખી ન હતી. બાદશાહનું સંપૂર્ણ કથન સાંભળી રહ્યા પછીથી એકાએક આ સિમન્તિની શરમીંદી બની ગઈ તથાપિ મર્યાદામાં માનનારી આ મહિલાએ પ્રજાપાલકની સાથે યહૂકિંચિત્ ભાષણ કરવું એ ભસવા તુલ્ય છે તે પણ પદિ આપ ગરીબ પરિવારની આજ્ઞા હોય તે હું બે શબ્દ બેલવાને ઉસુક છું. રાજા આજ્ઞા આપે છે ત્યારે આ કામિની કંઈક સવિનય બેલી રહી છે.
મહારાજા ! તે ટાઈમે કેઈનાય અસ્તિત્વને મને જરાય ખ્યાલ નહિ હતો હું તે કેવલ મારા શિરછત્રના મધુર મીલનમાં જ મસ્ત હતી. સૂર્ય અસ્ત ક્યારે થયે તેનું પણ મને ભાન નહિ હતું આ સમાચિત ટકરથી રાજા સમજી ગયા કે કાળા ગયાં ને ધોળા આવ્યાં. મસ્તક ઉપર ધોળી ધજા ફરકવા લાગી. નમાજ પઢવામાં સારી જીંદગી વિતવા આવી તો પણ મને મારા ખૂદાની જોઈએ તેવી ધૂન લાગી નથી. આ સ્ત્રી પીયુમીલન ને કાજ તદાકાર થઈ ગઈ