________________
ખેલવા માટે આ શેઠે એકના ભાણામાં ઘાસ અને બીજાના ભાણુમાં ભૂસું પીરસ્યું. ખરેખર આવું અમાનુષી દશ્ય જોઈને બંને પંડિતે હેબતાઈ ગયા અને શ્રીમાન શેઠને પૂછવામાં આવ્યું ત્યારે જવાબમાં શેઠશ્રીએ ફરમાવ્યું કે તમે તમારે પારસ્પરિક પાશવી પરિચય આપે. પરિણામે મારે પણ બુદ્ધિમતા પૂર્વક પાશવી ખેરાજ આપવું પડે છે. બંને પંડિતે સડકની માફક સજજડ થઈગયા.
(૨) આર્ય સંસ્કૃતિની છાયામાંજ પિતાની જીવન નાવડી વહેતી મૂકનાર એક વિરહિણું વનિતા પરદેશથી આવી ચડેલા પિતાના પ્રિયતમ પતિને ગૃહાંગણે લઈ આવવા માટેની તૈયારી કરે છે. વિરહાનલથી દગ્ધ થયેલી આ મુગ્ધા શીતયા ઘર કામ પતાવીને ટૂંકે રસ્તે પતિને લઈ આવવા માટે દોડી જાય છે. રસ્તામાંજ બાદશાહ અકબર સુંદર ચાદર બિછાવીને સાયંકાલની નમાજને પાઠ કરી રહ્યા હતા. આ દિવાની દયિતા પતિની ધૂનમાંજ ચાલી જાય છે. રસ્તામાં કેણ શું કરી રહ્યા છે તેનું તેણીને ભાન નહિ હતું એકાએક ભલી ભામા આ પથરણા ઉપર પગ મૂકીને ચાલતી થઈ પથરણું ધૂળથી જરા મલીન થયેલું જોવામાં આવ્યું અને તુરત જ ચેકીયાતને બોલાવવામાં આવ્યું. અહીંથી પસાર થયેલી પ્રેમદા જ્યારે પાછી ફરે ત્યારે મારી પાસે હાજર કરજે. તેજ સ્ત્રી જ્યારે પાછી ફરે છે, ત્યારે ચેકીયાતે તે તરૂણીને બાદશાહની સમીપે હાજર કરી.