________________
धर्मस्य फलमिच्छन्ति, धर्मनेच्छन्ति मानवाः ।
पापस्य फलं नेच्छन्ति, पापं कुर्वन्ति सादरा ||
અર્થ : ધર્મના ફળને ઇચ્છે છે (ધર્મનું ફળ સુખ છે), પણ માનવ ધર્મને (ધર્માચારણને) ઇચ્છતો નથી. પાપના ફળને ઇચ્છતો નથી. (પાપનું ફળ દુઃખ છે), પણ માનવ પાપ તો હોશે હોશે કરે છે.
નવકાર ગણવાની રીત
રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાતઆઠવાર ભણે (ગણે).
પૂ.પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી સંપાદીત (શ્રાધ્ધવિધિ પ્રકરણમાંથી સાભાર)
મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને પલંગ વગેરેથી નીચે ઊતરી, પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહીને કે પદ્માસન વગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ કે કરજાપ આદિથી નવકાર ગણવો.
કમળબંધ ગણવાની રીત
આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણં'' પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએસવ્વસાહૂણં’” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
पैटस हवइमंगल
एसो मच नमक्कार सक्छ
लोए सव्व साहूणं नमो अरिहंताएँ नमो भायरियाण
सव्वपावप्पगोसांगी
मंगलाणि च सव्वास
C1111
૧૭
For Private & Personal Use Only
નવકાર મંત્રયુક્ત મંગલ
www.jainelibrary.org