________________
સતી શિરામણ ચંદનબાળા એહા બહેન ! તમોએ તાલીમ લીધી છે ને. જુદી જુદી કળાઓ શીખ્યા છે એટલે આવી હિંમત રાખી ધાયું પાર ઉતારી શકે છે. અમારા જેવાને જ્યાં હાથ જ ન ઉપડે ત્યાં બીજું તે કયું પરાક્રમ દાખવીએ ?
આવા કાયરતાના વેણને દેશવટો દઈ ઘો. અલબત, કળાનું શિક્ષણ લાભકારી છે અને તાલીમ લેવાની ના નથી જ. છોકરાઓની માફક છોકરીઓને પણ દરેક જાતના શિક્ષણની જરૂર છેજ. યૌવન પ્રાપ્ત થયા પછીજ ઉભયના કાર્ય પ્રદેશ જુદા થાય છે. આમ છતાં મહત્વની વાત તો નિર્ભયતા કેળવવાની જ છે. નિડરતા એજ સાચી તાલીમ છે. ૪. ખોટી વસ્તુને કે અધર્મ યુક્ત પ્રલેભનોનો સામનો કરવાની ટેવ નાનપણમાંથી જ પડવી જોઈએ. એ સંસ્કારેના પાયા ઉપર જ યુવાવસ્થાના ચણતર થાય છે. અઘોર જંગલમાં અડગપણે ઊભનાર સતીઓ આપણી નારીજાતિમાંની જ હતી ને! શિયળ રક્ષાથે ઝઝનાર યુવતિમાં અનાખી વીરતા ઉભવે છે. એની આંખમાં જે તેજ પેદા થાય છે તેની આગળ અત્યાચારીની ચક્ષુઓ આંધળી ભીંત બની જાય છે. “એક મરણિઓ સેને ભારી” એ ઉક્તિ પાછળ રહસ્ય છે જ. એકજ પાઠ ગેખી રાખે-હિંમતે મર્દા તો મદદે ખુદા.' - ગંગા- કુંવરીબા, તમારી વાત તદન સાચી છે. બાળપણથી જ - નિર્ભયતા કેળવવાનું શિક્ષણ મળતું હોય તો ગભરાટનું કારણ રહેવા ન પામે. તમારે નારી જાતિના શ્રેય અર્થે એ પ્રશ્ન ઉપાડી લેવો ઘટે. એમ થતાં અલ્પ કાળમાં જ અમારા જેવીઓની સિકલ બદલાઈ જશે. મેં કૌશખીમાં અને ચંપાપુરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવાતી જોઈ છે. વણિક કુળમાં પરણેલી હું એને જાતે અનુભવ કરવા ગઈ નથી; છતાં સખીઓ દ્વારા મળેલી માહિતીના જોરે કહી શકું છું કે ત્યાં સમયને ઉપયોગી ઘણું શીખવાય છે અને ક્ષત્રિયબાળાઓ સારા , પ્રમાણમાં ભાગ લે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com