________________
સતી શિરામણ ચંદનબાળા હતી એ જોઈ ઈચ્છા મનમાં સમાવી, હાલે એક વાર પુનઃ ધરી જળ લેવાને મિષે ધારિણીના ચહેસ પ્રતિ નજર નાખી લીધી. નારીવૃંદ તો હંસગતિએ ગામ પ્રતિ આગળ વધી રહ્યું હતું. આ તરફ જળને પેટમાં પધરાવી ઉભયે ઘોડા પલાણ્યા, અને અને ધોરી માર્ગે વાળી, તરતજ કૌશાની દિશામાં દોડાવી મૂક્યા.
માર્ગે, સૈનિક મુખે શરૂઆતમાં બનેલ વ્યતિકર જાણીસરદારના મુખમાંથી એકાએક ઉદ્ગાર નીકળી પડ્યા.
એ રૂપવતી રમણીને ઘમંડ તે બહુ ભારી ! એમાં તે તારા અપમાન સાથે મારું–અરે કૌશામ્બીના અગ્રગણ્ય નાયકનું પણ હડહડતું અપમાન ગણાય!
એ તે મે સમજે એ! મારું તો સ્પષ્ટ માનવું છે કે એ કોઈ સામાન્ય નારી નથી. તાકાતવાળી ને શરી ક્ષત્રિયાણી છે. લાગે છે કુમારિકા, પણ જ્યાં જશે ત્યાં અજવાળાં પાથરશે. સીધી ઉતરશે તો ગુણવંતી ગૃહિણી અને વિફરી તો સાક્ષાત વાઘણુ સમજી લ્યો.
ફિકર નહિ. એણું જ એક રાતે વહાણું વાયું છે. આ માર્ગ તો આપણે માટે છાશવાર જેવો છે. ફરીથી અહીં આવતાં એનો મેળાપ જરૂર કરવો ને અપમાનનો બદલો લેવો.
ગામ તરફ નજર કરતાં, પેલું ત્રિયાવૃંદ તે ભાગળ વટાવી ગામમાં પેઠું જણાય છે. ગામ નજીક પહોંચતાં જ નિમ્ન શબ્દો સંભળાયા હાશ, હવે કળ વળી ! આજના બનાવથી મારી છાતીમાં તો જબરી ગભરામણ ઉઠી હતી.
વ્યવહારી ધનદત્તની પુત્રવધુ ગંગાના ઉપરના શબ્દોને જાણેસમર્થન ન કરતી હોય એમ મલ્લિકાએ ઉમેર્યું કે હવે બહેન, એ એના વિકરાળ ચહેરા જોતાં મારા તે ટાંટીયા ગળવા માંડેલા. કંઇક છેડતી તેમના તરફથી જરૂર શવાની એ ભય પણ લાગેલો! આપણે એબ
નાનું એર પણ કેટલું ? આબરૂને પણ વિચાર ખરજી ને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com