________________
૩૪
પૂજાસંગ્રહ સાથે
જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે,
તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨ નયન સલુણ શ્રી જિનજીનાં,
અનુપમ રૂપ દયારસ ભીનાં લૂણ૦ ૩ રૂપ સલુણું જિનાજીનું દીસે,
- લાક્યું લૂણ તે જલમાં પેસે, લૂણુo ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા,
જલણ એપવીએ લૂણ ઉદાર. લૂણ૦ ૫ જે જિન ઉપર દમણે પ્રાણી,
તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃણાગરા કંદસ સુગંધે,
ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણo ૭ અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધ તૂટે છે. ૨
શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળા અને દયા રસથી ભીના એવા સુંદર ને શેભે છે. ૩
શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઈને જાણે શરમાઈ ગયેલા હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪
જળધારાની ત્રણ પ્રદક્ષિણ દઈ, લૂણને અગ્નિમાં નાંખવું. ૫
જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુઃખી થાય છે. ૬
અગર, કૃષ્ણગઇ અને કુંદર વગેરે સુગંધી દ્રવ્યથી બનાવેલે ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org