________________
[૩૫ (૭) સંસારત્વ જીવોની બે અવસ્થા છે - સિદ્ધ અને સંસારી. સિદ્ધજીવો(મુક્ત અવસ્થા) પરિપૂર્ણ સુખી છે. સંસારી જીવોમાં જે અજ્ઞાની છે તે પોતાની મિથ્યા માન્યતાને કારણે ચાર ગતિઓમાં પરિપૂર્ણ દુઃખી છે. તેઓ પરપદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે. ખરેખર કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી. તે બધાય શેયમાત્ર છે. ખરેખર પોતાની અજ્ઞાનદશા અનિષ્ટ અને જ્ઞાનદશા ઈષ્ટ છે, પણ અજ્ઞાની તેથી વિપરીત માને છે. તેઓ અનુકૂળ બાહ્ય પદાર્થોથી સુખ અને પ્રતિકૂળ પદાર્થોથી દુઃખ માને છે અને તેથી ઇન્દ્રિયસુખ ખરેખર દુઃખ હોવા છતાં તેને પ્રાપ્ત કરવા મથે છે અને દુઃખી થાય છે. સાધક જીવો શુદ્ધતાના પ્રમાણમાં સુખી છે. કેવળી ભગવાન પરિપૂર્ણ સુખી છે.
સંસારી જીવોના બે ભેદ છે. એક સ્થાવર અને બીજુ ત્રસ. સર્વે એકેન્દ્રિય જીવો સ્થાવર જીવો છે, જે પાંચ પ્રકારે છે; પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, જલકાય અને વનસ્પિતિકાય. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસકાય છે. શાસ્ત્રમાં કહેલાં એ કાયો, ઇન્દ્રિયો કે મન તે પુદ્ગલની પર્યાય છે, જીવ નથી પણ તેમનામાં રહેલ જે જ્ઞાન છે તે જીવ છે એમ સમજવું. પંચેન્દ્રિય જીવ મનસહિત અને મનરહિત હોય છે અને બાકીના બધા મનરહિત જાણવા. તેમાં એકેન્દ્રિય જીવ બાદર અને સૂક્ષ્મ બે પ્રકારે છે અને તે બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
જે દ્વારા અનેક પ્રકારના જીવના ભેદ જાણી શકાય તેને જીવ સમાસ કહે છે. બધા સંસારી જીવોનો ચૌદ જીવ સમાસમાં સમાવેશ થાય છે.
જેજે ધર્મ વિશેષથી જીવોનું અન્વેષણ (શોધ) કરવામાં આવે તે ધર્મવિશેષને મારા કહેવામાં આવે છે. તેના પણ ચૌદ સ્થાનો - ભેદ છે. તે આ પ્રમાણે છે : (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (2) સંયમ (૯) દર્શન (૧૦) લેશ્યા (૧૧) ભવ્યત્વ (૧૨) સમ્યકત્વ (૧૩) સંજ્ઞિત્વ (૧૪) આહારત્વ.
મોહ અને યોગના સદ્ભાવથી કે અભાવથી જીવના શ્રદ્ધા-ચારિત્ર-યોગ અાદિ ગુણોની તારસ્મતારૂપ અવસ્થા - વિશેષોને ગુણસ્થાન કહે છે. તેના પણ ચૌદ ભેદો છે. આ ચૌદ ભેદો ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચય નયના બળે નથી પરંતુ અશુદ્ધ નયે છે એમ સમજવું. તે ચૌદ ભેદ આ પ્રમાણે છે. (૧)મિથ્યાત્વ (૬) પ્રમત્ત વિરત (૧૧) ઉપશાંત મોહ (૨) સાસાદન (૭) અપ્રમત્ત વિરત (૧૨) ક્ષીણ મોહ (૩) મિશ્ર
(૮) અપૂર્વકરણ (૧૩) સયોગી કેવળી (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૯) અનિવૃત્તિકરણ (૧૪) અયોગી કેવળી (૫) દેશ વિરત (૧૦) સૂક્ષ્મ સામ્પરાય ગુણસ્થાનોના આ નામ હોવાનું કારણ મોહનીય કર્મ અને યોગ છે.