________________
૩૩ આ ચાર જડ પ્રાણોને વિસ્તારથી દસ દ્રવ્ય પ્રાણ પણ કહે છે. પાંચ ઇન્દ્રિય, મન-વચન - કાય એ ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય જીવને નિશ્ચય નયથી અર્થાત્ ખરેખર સદા ચેતના પ્રાણ છે. આ ચેતના પ્રાણને કારણે જીવ ખરેખર અનાદિથી અનંતકાળ સુધી જીવે છે. આ ચેતના પ્રાણ શાશ્વત હોવાથી નિત્ય છે. (૨) જીવ ચૈતન્ય દ્રવ્ય છે. જ્ઞાન-દર્શન તેના ગુણો છે, તેનું એક નામ “શૈતન્ય' છે. ચૈતન્યને અનુસરીને થતાં આત્માના પરિણામને ‘ઉપયોગ” કહેવામાં આવે છે. ચૈતન્ય વિશેષ તે જ્ઞાનગુણ અને ચૈતન્ય સામાન્ય તે દર્શનગુણ છે. ‘ઉપયોગ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એમ બે પ્રકાર છે. દર્શન ઉપયોગના ચાર ભેદ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. જ્ઞાન ઉપયોગના આઠ ભેદ છે. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવધિઅજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ રીતે આઠ પ્રકારનો જ્ઞાનોપયોગ છે.
પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી જ્ઞાનોપયોગ બે પ્રકારે છે. કુમતિ (મતિ અજ્ઞાન), કુશ્રુત (શ્રુત અજ્ઞાન) બધા મિથ્યાષ્ટિઓને હોય છે. સર્વ મિથ્યાદષ્ટિ દેવો, દેવીઓ તથા નારકી ઓને કુઅવધિ (અવધિ અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) પણ હોય છે. કોઈ કોઈ મિથ્યાદષ્ટિ મનુષ્ય - તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યફ મતિ-શ્રુત એ બે જ્ઞાન સર્વે છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ ભાવલિંગી મુનને હોય છે. તીર્થંકરદેવને મુનિદશામાં તથા ગણધરદેવને તે જ્ઞાન નિયમથી હોય છે. કેવળજ્ઞાન કેવળી અને સિદ્ધ ભગવંતો સર્વેને હોય છે.
મિથ્યાદષ્ટિઓનું મતિ-શ્રુતજ્ઞાન અન્ય જોયોમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો દોષ છે; તેથી તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે. તે જ્ઞાનને તત્ત્વજ્ઞાનના અભાવથી ‘અજ્ઞાન” કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને કજ્ઞાન” કહ્યું છે. (૩) જીવ અમૂર્તિક છે : નિશ્ચય નયથી જીવ દ્રવ્યમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોતાં નથી તેથી તે અમૂર્તિક છે. દરેક જીવ ખરેખર અમૂર્તિક (અરૂપી) છે. પણ સંસારદશામાં અનાદિથી મૂર્તિક પુગલ કર્મો સાથે તેને બંધ હોવાથી, વ્યવહાર નથી જીવને કર્મબંધન હોવાથી, તે સંયોગનું જ્ઞાન કરાવવા માટે મૂર્તિક કહેવામાં આવે છે, પણ તેથી તે ખરેખર મૂર્તિક થઈ જતો નથી. જીવને જો ખરેખર મૂર્તિક માનવામાં આવે તો જીવ-અજીવનો ભેદ રહેતો નથી. પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ એ તો પુગલ(અજીવ)ના લક્ષણ છે. જીવના લક્ષણ અજીવમાં નથી, અજીવના લક્ષણ જીવમાં નથી. (૪) કર્તા: કર્તુત્વ-અકર્તુત્વ એ સામાન્ય ગુણો છયે દ્રવ્યોમાં છે, તેથી કર્તૃત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો કર્તા છે અને અકર્તુત્વ ગુણના કારણે પરની અવસ્થાનો કર્તા થઈ શકતો નથી. એ કારણે જીવ પોતાના પર્યાયો કરે, પરંતુ પરનું કાંઈ પણ કરે એવું કદી બનતું નથી.