________________
૩૨
૫. ઉપાદેય અને હેય તત્ત્વો:
પ્ર.: ઉપાદેય તત્ત્વો કયા છે? ઉ. : ૧) અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. ૨) મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. ૩) વર નિર્જરાનું કારણ વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન તથા બાચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે ૪) તે નિશ્ચય રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ વાળવું જોઈએ, એ પ્રમાણે કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે ૫) અને તેના જોરે સંવર-નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે, માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે. પ્ર. : હેય તત્ત્વો કયા છે? ઉ. : ૧) આકુળતાને ઉત્પન્ન કરનારા એવા નિગોદ - નરકાદિ ગતિના દુઃખ તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પર થયેલ કલ્પિત સુખ તે હેય(છોડવા યોગ્ય) છે, તેનું કારણ સંસાર છે ૨) તે સંસારનું કારણ આસ્રવ અને બંધ એ બે તત્ત્વો છે. ૩) પુણ્ય-પાપ બન્ને બંધ તત્ત્વ છે. ૪) તે આસ્રવ અને બંધનું કારણ - પૂર્વે કરેલાં નિશ્ચય તેમજ વ્યવહાર રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવાં - મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે. ૫) તેવી આસ્રવ અને બંધ એ બે તત્ત્વો હેય છે. આ પ્રમાણે હેય અને ઉપાદેય તત્ત્વોના નિરૂપણથી સાત તત્વ અને નવ પદાર્થોનું પ્રયોજન સિદ્ધ
થાય છે. ૬. સાત તત્ત્વોનું વિશેષ સ્વરૂપ
૧) જીવ તત્વઃ તે જીવ પ્રાણોથી જીવે છે. ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, પોતાના નાના કે મોટા શરીર પ્રમાણ રહેવાવાળો છે. ભોક્તા છે, સંસારમાં રહેવાવાળો છે, સિદ્ધ છે અને (અગ્નિની
જ્વાળાની પેઠે) સ્વભાવથી ઉર્ધ્વગમન કરવાવાળો છે. (૧) જીવને વ્યવહાર નયથી અર્થાત્ સંયોગરૂપે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ ચાર જડ પ્રાણી સંસાર દશામાં હોય છે. એ ચાર પ્રાણો પુદ્ગલ દ્રવ્યની સ્કંધરૂપ પર્યાયો છે. પુદગલ દ્રવ્ય જીવથી સર્વ પ્રકારે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્રે, કાળ અને ભાવે અત્યંત ભિન્ન છે. જડ પ્રાણી સંયોગરૂપ હોવાથી અનિત્ય છે.