Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે, આજ આખો દિવસ ત્યાં આનંદમાં ગાળવાનો હોવાથી મને આપને તેડવા માટે મોકલ્યો છે. રથ તૈયાર છે આપ રથમાં બીરાજે એટલી જ વાર છે.” ભટ્ટની વાણી સાંભળી કલાવતી મનમાં ખુશી થઈ, એણે સારાં વસ્ત્ર પહેરી બહાર જવા માટે તૈયારી કરી, “વાહ ! મહારાજની મારી ઉપર શું અખંડ પ્રીતિ છે? રાજા મારી વગર જરાય રહી શકતા નથી જેથી ઉદ્યાનમાં પણ મને તેડાવી છે. પતિનો આવે અપૂર્વ પ્રેમ મેળવવા માટે જગતમાં હું મોટી ભાગ્યશાળી છું. કલાવતી મનમાં અનેક પ્રકારના વિચાર કરી મહેલના પગથીયાં ઉતરી આસ્તેથી રથમાં બેઠી. પટ્ટરાણીને રથમાં બેસાડી ભદ્દે રથને હંકાર્યો. શંખપુરના દરવાજા છેડી રથ જંગલને માર્ગે ચાલ્યો. પાણીદાર અધો ભટ્ટના અભિપ્રાયને જાણતા જગલને માર્ગે ઘસ્યા જતા હતા. શંખપુરના બાહ્ય ઉદ્યાન છેડી રથ જગલમાર્ગે જતો જોઈ કલાવતી આભી થઈ ગઈ, તેનું જમણું નેત્ર ફરકવા લાગ્યું, એને મનમાં ગભરામણ થવા લાગી. અરે ! તું મને કયાં લઈ જાય છે ? મહારાજ ક્યાં રહેલા છે? દેવી ! હજી ઘણે દૂર આપણે જવાનું છે. અરેરે ! એટલામાં મહારાજ તો ઘણે દૂર નિકળી ગયા છે !)> ભટ્ટ પાણીપખા અોની લગામ મૂકી દીધી, અધો હવામાં ઉડતા હોય તેમ શીધ્રગતિએ થે ચાલવા લાગ્યો. છેજમણું નેત્ર ફરકવાથી કલાવતીને હૈયામાં ધ્રાસકે. પડ્યો, “શું ભટ્ટ આ બધું સાચું બોલે છે ! મહારાજ કોઈ દિવસ આટલા બધા દૂર જંગલ તરફ જતા નથી ને આજે ગયા એ તો અજાયબ ! કાંઈ સમજાતું ન હોવાથી મન અકળાયું શરીર બધું બેચેન બની ગયું એ મનોહર P.P.AC. Gunratnasuri M.s. Jun Gun Aaraufak Trust