________________
૨૦/૧/૧/૬-૭
પ્રમાણમીમાંસા
विशेषानुल्लेख्यनध्यवसायः ॥ ६ ॥ ६ १९. दूरान्धकारादिवशादसाधारणधर्मावमर्शरहितः प्रत्ययः अनिश्चयात्मकत्वात् अनध्यवसायः, यथा 'किमेतत्' इति । यदप्यविकल्पकं तत्राप्यभावादिति ॥ ६ ॥
अतस्मिंस्तदेवेति विपर्ययः ॥ ७ ॥ २०. यत् ज्ञाने प्रतिभासते तद्परहिते वस्तुनि 'तदेव' इति प्रत्ययो विपर्यासरूपत्वाद्विपर्ययः, यथा धातुवैषम्यान्मधुरादिषु द्रव्येषु तिक्तादिप्रत्ययः, तिमिरादिदोषात् एकस्मिन्नपि चन्द्रे द्विचन्द्रादिप्रत्ययः, नौयानात् अगच्छत्स्वपि वृक्षेषु गच्छत्प्रत्ययः, आशुभ्रमणात् अलाता'दावचक्रेऽपि चक्रप्रत्यय इति । अवसितं प्रमाणलक्षणम् ॥७॥
२१. ननु अस्तूक्तलक्षणं प्रमाणम्, तत्प्रामाण्यं तु स्वतः, परतो वा निश्चीयेत ? न तावत् स्वतः, ઉભયસ્વભાવવાળી છે અને તે જ વસ્તુ નિરપેક્ષ વિરોધી ધર્મોને આશ્રયી અનુભય સ્વભાવવાળી છે. એમ સાપેક્ષધર્મોને આશ્રયી વસ્તુને અનુભય નથી કહેવાતી, માટે તેની અપેક્ષાએ તેમાં બે ધર્મોનું જ્ઞાન કરવું તે સંશય નથી. પી.
વિશેષનો ઉલ્લેખ નહિં નાણું જ્ઞાન અનધ્યવસાય છે. II TI ૧૯. દૂર, અંધારૂ વગેરેના કારણથી વસ્તુનાં અસાધારણ ધર્મની જાણકારી વગરનું જ્ઞાન, અનિશ્ચિત= વસ્તુના નિશ્ચિત સ્વરૂપને જણાવનારૂ ન હોવાથી અનધ્યવસાય કહેવાય. જેમકે અરે ! આ શું? કંઈક જ્ઞાન થયું ખરું એટલો ખ્યાલ આવે, પણ તે જ્ઞાનનો કોઈ પણ આકાર ન પડે મેં કઈ વસ્તુને જોઈ-જાણી તે કશી ખબર ન પડે.
જેને બૌદ્ધ પ્રત્યક્ષ પ્રમાણ માને છે એવું પહેલીક્ષણે ઉત્પન્ન થનારું નિર્વિકલ્પક જ્ઞાન પણ વાસ્તવમાં અનધ્યવસાય સ્વરૂપ જ છે. કારણ કે તેમાં પણ વિશેષ ધર્મનો ઉલ્લેખ નથી હોતો II દો
જે વસ્તુ જે રૂપે નથી તેમાં તેજ સ્વરૂપનો નિર્ણય કરવો તે વિપર્યય શા ૨૦. જ્ઞાનમાં પ્રતિભાસ પામતી જે વસ્તુ વાસ્તવમાં તેવાં સ્વરૂપવાળી નથી તેવી વસ્તુમાં તરૂપની પ્રતીતિ થવી તે વિપરીત સ્વરૂપ હોવાથી વિપર્યય કહેવાય છે. દાખલા તરીકે ધાતુ (પિત્ત)ની વિષમતાથી સાકર વિ. મીઠા દ્રવ્યોમાં કડવાશની પ્રતીતિ થવી, તિમિર રોગનાં (મોતીયા)ના કારણે આકાશમાં એક ચંદ્ર હોવા છતાં બે ચંદ્રની પ્રતીતિ થવી. (ઝડપથી) નાવડી ચાલવાથી સ્થિર ઝાડોમાં ચાલતાં હોય તેવી પ્રતીતિ થવી. ઝડપી ભ્રમણના કારણે જે ચક્ર રૂપ નથી એવા ઉંબાડીયામાં ચક્રની પ્રતીતિ થવી. આ બધી પ્રતીતિ વિપર્યય રૂ૫ છે, આ પ્રમાણે પ્રમાણનું લક્ષણ પુરું થયું છે.
૨૧ શંકાકાર - આપશ્રીએ પ્રમાણનું લક્ષણ દર્શાવ્યું તેતો સમજ્યા. પણ તેની પ્રમાણતા સ્વતઃ નિશ્ચિત છે થાય છે કે પરતઃ ? તેમાં સ્વતઃ નિશ્ચય તો માની શકાય એમ નથી. શાન સ્વસંવેદી હોવાથી સ્વ-માત્ર પોતાનાં સ્વરૂપને જ સ્વતઃ સંવેદી-જણાવી શકે છે.
૨- ૦
૦ -૦૫ ૨ ૩નુ