________________
૨૬૦|૨/૧/૩૪
પ્રમાણમીમાંસા
§ ९१. पञ्चावयवे वाक्ये प्रयोक्तव्ये तदन्यतमेनाप्यवयवेन हीनं न्यूनं नाम निग्रहस्थानं भवति, साधनाभावे साध्यसिद्धेरभावात्, प्रतिज्ञादीनां च पञ्चानामपि साधनत्वात्, इत्यप्यसमीचीनम्, पञ्चावयवप्रयोगमन्तरेणापि साध्यसिद्धेरभिधानात् प्रतिज्ञाहेतुप्रयोगमन्तरेणैव तत्सिद्धेरभावात् । अतस्तद्धीनमेव न्यूनं નિગ્રહસ્થાનમિત્તિ [ oo ] |
$ ९२. एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति निष्प्रयोजनाभिधानात् । एतदप्ययुक्तम्, तथावि' धाद्वाक्या'त् पक्षसिद्धौ पराजयायोगात् । कथं चैवं प्रमाणसं प्लवो ऽभ्युपगम्यते ? | अभ्युपगमे वाऽधिकन्निग्रहाय जायेत । प्रतिपत्तिदार्व्यसंवादसिद्धिप्रयोजनसद्भावान्न निग्रहः, इत्यन्यत्रापि समानम्, हेतुनोदाहरणेन चै(वै) केन प्रसाधितेऽप्यर्थे द्वितीयस्य हेतोरुदाहरणस्य वा नानर्थक्यम्, तत्प्रयोजनसद्भावात् । न चैवमनवस्था,
આવેલી નવી આઈટમ-વસ્તુનો કોઈ ઉપયોગ કરનાર ન હોય તો તે વ્યર્થ-નકામી નીવડે છે.) વળી ધર્મ અને અધર્મમાં કોઈ પ્રતિનિયતતા નહિ રહે. કારણ કે તમારા હિસાબે તો ધાર્મિક અધાર્મિક બન્ને પ્રકારનાં પુરૂષોમાં બન્ને જાતનાં શબ્દોનો પ્રયોગ જોવા મળે છે(મળશે). અથવા “પ્રતિજ્ઞા વગેરે અવયવોનાં ક્રમનાં કારણે જ અર્થની પ્રતીતિ થાય છે.’” એવું માની લેવામાં આવે તો ક્રમનાંકા૨ણે થવાવાળા અર્થ- પ્રત્યયને જે વાક્ય દ્વારા ક્રમ રહિત કરવામાં આવે એટલે અમુક વાક્ય એવું હોય તેના શબ્દો અનુક્રમથી ગોઠવવામાં આવેતો જ વક્તાનો તાત્પર્ય ખ્યાલ આવી શકે, અને ઉલટ સુલટ કરીએ તો અર્થ બદલાઇ જતો હોય, તો ત્યાં અનુક્રમ ગોઠવવો જરૂરી છે. પણ ન ગોઠવે તો તે નિરર્થક નિગ્રહ સ્થાન થઇ જશે. કારણ કે તેવું વાક્ય અભીષ્ટ અર્થ જણાવવામાં સમર્થ નથી માટે નિરર્થક જ થયું ને! તેને અપ્રાપ્તકાલ કહી ન શકાય ॥૧૦॥
૯૧. ન્યૂન → અનુમાનમાં પાંચ વાક્યોનો પ્રયોગ કરવો જોઇએ. તેમાંથી કોઈ પણ એકાદ અવયવનો પ્રયોગ ન કરવો તે ન્યૂન. સાધનનાં અભાવમાં સાધ્યની સિદ્ધિ સંભવી શકતી નથી, માત્ર હેતુ સાધન નથી, પરંતુ પ્રતિજ્ઞાદિ પાંચ અવયવો સાધન છે, (કા. કે. આ પાંચ દ્વારા પરાર્થાનુમાન થાય છે.) એથી પાંચેનો પ્રયોગ કરવો જોઇએ.
જૈના : આ કથન પણ સમ્યક્ નથી. અમે પહેલાં જ કહી ચૂક્યા છીએ કે પાંચ અવયવો વગર પણ સાધ્યની સિદ્ધિ થઇ શકે છે. પ્રતિજ્ઞા અને હેતુ વિના જ સાધ્યની સિદ્ધિ નથી થતી, માટે આ બન્નેમાંથી કોઈ એકનો પ્રયોગ ન કરવો જ ન્યૂન નિગ્રહ સ્થાન કહી શકાય. (વાદમાં તો પહેલાં સર્વપ્રથમ આપનો ઇષ્ટપક્ષ દર્શાવવો પડે એટલે પ્રતિજ્ઞા આવી જ જાય. તેની સિદ્ધિ માટે હેતુનો પ્રયોગ તો કરશે જ, તે દૂષિત કે શુદ્ધ છે. એ પછીની વાત છે, એટલે ત્યાં ન્યૂન દોષ તો આવી શકતો નથી.)
૯૨ અધિક →એક જ હેતુથી કે એક જ ઉદાહરણથી અર્થનું પ્રતિપાદન થઇ જાય, છતાં અન્યહેતુ કે ઉદાહરણ કહીએ તો અધિક નામનું નિગ્રહ સ્થાન થાય છે. કારણ કે તે વધારાનું કથન પ્રયોજન વગરનું છે. જૈના : આ પણ અયુક્ત છે. જો વાદી અન્ય હેતુ કે ઉદાહરણના પ્રયોગ કરીને પણ સ્વપક્ષને સિદ્ધ કરી દે તો તે પરાજયથી પ્લાવિત બનતો નથી. વળી તમે બીજા હેતુના પ્રયોગને અધિક નામનું નિગ્રહસ્થાન માનો છો, તો પ્રમાણસંપ્લવ' કેવી રીતે માનો છો ? તે માનશો તો અધિક નામનું નિગ્રહસ્થાન આવી ચોટશે.
૧ -૦ विधाद्वा वाक्या०ता० । २ हेत्वन्तरयुक्तात् । ३-० पगम्यते वाधिकान्नि० -डे० ।
૧ પ્રમાણસંપ્લવ એટલે શું ? સ્મિન પ્રમાળવિષયે પ્રમાળાન્તરવર્તનું પ્રમાણસંપ્તવઃ । એટલે જેના વિષયમાં એક પ્રમાણ આપ્યું હોય, તે જ વિષય માટે બીજું પ્રમાણ આપવું તે.