________________
૨૯૮ |૩/૧/૧૬-૧૭
પ્રમાણમીમાંસા
३४→अनेनैव पूर्वद्वयोः साफल्यम् अन्यथातदनुसारसंयमानासेवनात् संसाररोगाऽनिवर्तनात् आत्मनो न कोऽपि लाभः । वैद्योपदिष्टौषधस्य ज्ञानश्रद्धयोः सत्योरपि तदनुसारेण औषधस्य असेवनात् न रोगो विलयं याति । तद्वत् सर्वं निष्फलं भवति । यदा एतेषां त्रयाणां पराकाष्ठा भवति तदा मोक्षो भवति ॥१६॥
३५ किं नाम मोक्षः ? कार्मणवर्गणात्मककर्म अनंतानंतपुदलस्कन्धैरेकैकस्मिन् आत्मप्रदेशे गुणावरणाय प्रवर्तते, एतद् एव ख्यापयति एकैकस्मिन् प्रदेश अनंता गुणाः सन्ति ।
अतः तेषां कर्मणां सर्वथा विलयात् अनंतज्ञानं, अनंतदर्शनं, अनंतचारित्रं, अक्षयस्थितिः, अरूपत्वं, अगुरुलघुत्वं, अनंतवीर्यम् इति अष्टौ गुणा प्रादुर्भवन्ति । तदात्मको मोक्षः एतदेवआह ॥ उपाधिमात्रध्वंसो मोक्षः ॥१७॥
३६→उपाधिनाम कर्मणरुदयक्षयोपशमोपशमजन्यभावः = मनुष्यगत्यादिस्वरुपौदयिकभावः इन्द्रियशक्तिर्ज्ञानादिलब्ध्यात्मकः क्षयोपशमभावः सम्यक्त्वसंयमरूप उपशमभावः । मात्रपदग्रहणात् देशक्षयात्मकनिर्जरायां न अतिव्याप्तिः । तत्र अन्यकर्मजन्योपाधेः सद्भावात् । अर्थात् आत्मनः स्वरूपे अवस्थानं मोक्षः ।
૩૪→આનાથી ઉપરના બેની સફલતા છે, નહીંતર તદનુસાર સંયમના આ સેવન વિના સંસારરોગ ન મટવાથી આત્માને શું ફાયદો ? જેમ વૈદ ઉપર શ્રદ્ધા હોય, તેની દવાનો ખ્યાલ પણ હોય, પરંતુ લઇએ નહીં તો રોગ મટતો નથી. એટલે તેની જેમ બધુ નિષ્ફળ થવાની આપત્તિ આવે. આ ત્રણે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મોક્ષ થાય છે.
૩૫→મોક્ષ એટલે શું ? કાર્પણ વર્ગણાસ્વરૂપ જે કર્મ છે, તે અનંતાનંત પુદ્ગલના સ્કંધોદ્વારા એક એક આત્મપ્રદેશના ગુણને ઢાંકવા યત્ન કરે છે, આજ બતાવે છે કે ત્યાં ગુણ અનંતા હોવા જોઇએ. નહીંતર આટલી બધી વર્ગણાની શી જરૂર ? કર્મના સર્વથા વિલયથી અનંતજ્ઞાનાદિ આઠ ગુણો પ્રગટ થાય છે, તે સ્વરૂપ જ મોક્ષ છે, એથી તેનું લક્ષણ દર્શાવે છે.
તમામ ઉપાધિનો નાશ તે મોક્ષ ૧૭||
૩૫→ આત્માના સ્વરૂપનું પ્રકટીકરણ થવું તે મોક્ષ.
ઉપાધિ → કર્મના ઉદય ક્ષયોપશમ ઉપશમજન્મભાવ એટલે કે કર્મના ઉદયથી જેમ મનુષ્ય ગતિ વગેરે મળે છે, ક્ષયોપશમથી ઇંદ્રિય વગેરે મળે છે, ઉપશમથી સમકિત અને ઉપશમચારિત્ર મળે છે, આ બધા જ ભાવોનો ધ્વંસ- નાશ થઇ જાય ત્યારે આત્માનું સાહજિક સ્વરૂપ પ્રગટ થાય. અનંત જ્ઞાનાદિ તે જ મોક્ષ છે. માત્રપદગ્રહણ કરવાથી દેશથી ઉપાધિના નાશ સ્વરૂપ નિર્જરામાં અતિવ્યાતિ નહીં થાય, કારણ કે તે વખતે બીજાકર્મથી જન્ય ઉપાધિ હાજર હોય, અર્થાત્ આત્માનું સ્વ સ્વરૂપમાં (આનંદમગ્ન) રહેવું તે મોક્ષ.