________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૫
૨૬૯
अथ सामर्थ्याद्गम्यमानस्यापि यत् सत् तत् सर्वं क्षणिकं यथा घटः, संश्च शब्द इति पक्षधर्मोपसंहारस्य वचनं हेतोरपक्षधर्मत्वेनासिद्धत्वव्यवच्छेदार्थम्, तर्हि साध्याधारसन्देहापनोदार्थं गम्यमानाया अपि प्रतिज्ञायाः, प्रतिज्ञाहेतूदाहरणोपनयानामेकार्थत्वप्रदर्शनार्थं निगमनस्य वचनं किं न स्यात् ? । नहि प्रतिज्ञादीनामेकार्थत्वोपदर्शनमन्तरेण सङ्गतत्वं घटते, भिन्नविषयप्रतिज्ञादिवत् । ननु प्रतिज्ञातः साध्यसिद्धौ हेत्वादिवचनमनर्थकमेव स्यात्, अन्यथा नास्यां साधनागतेति चेत्, तर्हि भवतोऽपि हेतुतः साध्यसिद्धौ दृष्टान्तोऽनर्थकः स्यात्, अन्यथा नास्य साधनाङ्गतेति समानम् । ननु साध्यसाधनयोर्व्याप्तिप्रदर्शनार्थत्वात् नानर्थको दृष्टान्तः, तत्र तदप्रदर्शने हेतोरगमकत्वात्, इत्यप्ययुक्तम्, सर्वानित्यत्वसाधने सत्त्वादेर्दष्टान्तासम्भवतोऽगमकत्वानुषङ्गात् । विपक्षव्यावृत्त्या सत्त्वादेर्गमकत्वे वा જ્ઞાન થઈ જતું હોય તેના માટે શબ્દ પ્રયોગ કરતાં પુનરુક્તિ દોષ લાગે. પ્રતિજ્ઞા અને નિગમનનો પ્રયોગ કરવા છતાં હેતુનો પ્રયોગ કર્યા વિના સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. (તથી પ્રતિજ્ઞા નિગમનનો પ્રયોગ નિરર્થક છે)
સમાધાન : આ કથન અસતુ-તુચ્છ છે, શંકાકારની આ યુક્તિથી તો પક્ષધર્મોપસંહારનો પ્રયોગ પણ નિરર્થક હોવાથી નહીં કરવાનો પ્રસંગ આવશે.
શંકાકાર : જે સતુ હોય તે બધુ ક્ષણિક હોય છે જેમ ઘટ, શબ્દ પણ સત્ છે. આ રીતે પક્ષધપસંહાર નિરર્થક નથી. આ પ્રયોગ હેતુમાં પક્ષધર્મતાના અભાવે આવનારી અસિદ્ધતાનો વ્યવચ્છેદ કરવા માટે છે. સત્ત્વહેતુ ઉપનયન દ્વારા પક્ષમાં દર્શાવવાથી “પક્ષે હેત્વભાવ સ્વરૂપ સ્વરૂપાસિદ્ધ” નામનો દોષ કે તેની શંકાનો વ્યવચ્છેદ થઈ જાય છે.
સમાધાન (નૈયા+જૈન) સાધ્ય કયાં સિદ્ધ કરવામાં આવી રહ્યું છે “એવી શંકાને દૂર કરવા ગમ્યમાન એવી પ્રતિજ્ઞાનો પણ પ્રયોગ નિરર્થક ન કહી શકાય, પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય બધા એકાર્થક છે-એક જ સાધ્યને સિદ્ધ કરનાર છે, એટલે તમે જે પ્રતિજ્ઞા કરી છે અને તેના માટે જે હેતુ વિ.નો પ્રયોગ કર્યો છે તેના નિચોડ રૂપે નિગમન છે, માટે નિગમનનો પ્રયોગ કરવાથી આ બધા એકજ સાધ્યના સાધક છે એ ખ્યાલ આવી જાય છે. “આ કારણથી પહાડમાં અગ્નિ છે” આ નિગમન છે, એમાં પહાડમાં અગ્નિ છે, આનાથી (પક્ષપહાડમાં સાધ્ય સિદ્ધ કરવાની એમની પ્રતિજ્ઞા હતી, તેજ પહાડનો અને સાધ્યનો ઉલ્લેખ કરેલો હોવાથી) પ્રતિજ્ઞાની એકાર્થતા અને “આ કારણથી” આ વચનદ્વારા ઉપરોકત ઉપનયનો પરામર્શ થાય છે, એટલે “પર્વતમાં ધૂમ છે તેથી આ પર્વત અગ્નિવાળો છે”, એમ ધૂમ હેતુનો આજ સાધ્ય સાથે સંબંધ છે, તે જણાઈ આવે છે. આ વાતને પ્રગટ કરવા માટે નિગમનનો પ્રયોગ (તે પ્રયોગ નિરર્થક નથી સાર્થક છે) કેમ ન થાય? પ્રતિજ્ઞા વગેરે અવયવોની એકાર્થકતા દર્શાવ્યા વગર તેમની સંગતિ થઈ શકતી નથી. પ્રતિજ્ઞાનો વિષય બીજો કોઈ હોય, હેતુનો વિષય તેથી અન્ય સાધ્યને સિદ્ધ કરનાર હોય અને ઉદાહરણનો વિષય વળી કોઈ હોય તો તેઓ કેવી રીતે સંગત થઈ શકે?
શંકાકાર (બૌદ્ધ) – જો પ્રતિજ્ઞાથી સાધ્ય સિદ્ધિ માની લેવામાં આવે તો હેતુ વગેરેનો પ્રયોગ નિરર્થક જ થઈ જશે અને જો પ્રતિજ્ઞાથી સાધ્ય સિદ્ધિ નથી થતી તો આવી પ્રતિજ્ઞા સાધનનું અંગ નહિ કહેવાય.
સમાધાન (નૈયા) તો આપશ્રીને પણ હેતુથી સાધ્યની સિદ્ધિ થઈ જતાં દષ્ટાંતનો પ્રયોગ અનર્થક થઈ જશે. જો હેતુથી સાધનની સિદ્ધિ નહિ માનો તો હેતુ સાધનાંગ નહીં કહી શકાય, એમ આપત્તિ તમારે પણ સમાન છે.
શંકાકાર (બૌદ્ધ) દાંત સાધ્ય સાધનની વ્યાતિ દર્શાવનાર હોવાથી નિરર્થક નથી. તત્ર દષ્ટાંતથી સાધ્ય-સાધનની વ્યાપ્તિ પ્રદર્શિત કરવામાં ન આવે તો હેતુ ગમક સાધ્યનો જ્ઞાપક ન બની શકે.
સમાધાન (નૈયા) : આ કથન પણ યુક્ત નથી, કેમકે જ્યારે આપશ્રી (બૌદ્ધ) સત્ત્વ હેતુથી સમસ્ત ૨ યાન - ૨-૦ક્ષયત્વે ચણિ૦ છે. એ ૩-૦થતિy૦-૦ ઈતિજ્ઞાક૬૦ - જે. !