________________
૨૮૨ /૨/૨/૮
પ્રમાણમીમાંસા
शब्दप्रवृत्तिनिमित्तभूतक्रियायुक्तस्य अर्थस्य तच्छब्दवाच्यत्वेन प्ररूपक एवंभूतः ॥८॥
११→ न्यायाधीशो यदा न्यायालये न्यायं दातुं प्रवृत्तस्तदासौ न्यायाधीशशब्देन वाच्यः । गृहे मातृपादपतने तु पुत्र एव असौ न तु न्यायाधीशो, न्यायक्रियावियुक्तत्वात् । यतोऽर्थक्रियायुक्तो हि पदार्थः सत्त्वेन व्यपदिश्यते, तक्रियाविकलस्यापि तच्छब्देन वाच्ये घटादिपदार्थानाम् अपि न्यायाधीशशब्देन वाच्यत्वप्रसङ्गः क्रियाविकलत्वमुभयत्राविशेषात् । “एवमित्थं विवक्षित- . क्रियापरिणामप्रकारेण भूतं परिणतमर्थं योऽभिप्रेति स एवम्भूतो नयः" (प्र.क.)
। तक्रियाविकलपदार्थानां सर्वथा तशब्दवाच्यत्वेनापलापस्तदाभासः ।
न्यायप्रदानक्रियाविकलस्य गृहे स्थितस्य पुरुषस्य सर्वथा न्यायधीशशब्दवाच्यत्वेन अपलपने अयुक्तम्, यत एकान्तेनापलापे तद्बहुमानसत्कारादीनां सर्वथा अभाव: प्रसज्येत ॥८॥ વાચી શબ્દોને સર્વથા ભિન અર્થના વાચક માનવા તે સમભિરુઢાભાસ છે. જેમ નૃપથી રાજા સર્વથા ભિન્ન છે. (રાત્રે પ્રજલતી આગને ચિત્રભાનુ કહેવાય છે, દિવસે પ્રજલતી આગને અગ્નિ કહેવાય છે, માટે ચિત્રભાનુ અને અગ્નિ શબ્દને ભિન્ન અર્થના જ વાચક કહેવાય, એટલે તેના હિસાબે દિવસની આગ માટે ચિત્રભાનુનો પ્રયોગ ન જ કરાય.). શબ્દ પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી યુક્ત અર્થને તે શબ્દથી વાચ્યા
માનનાર/હેનાર એવંભૂત નય છે. II ૧૧ઝન્યાયાલયમાં ન્યાય આપતો હોય ત્યારે તે ન્યાયાધીશ શબ્દથી વાચ્ય છે, ઘરમાં આવતા માતાના પગમાં પડતા તો પુત્ર જ કહેવાય, પરંતુ ન્યાયાધીશ ન કહેવાય, ન્યાયદિયાથી રહિત હોવાથી. કારણ કે અર્થક્રિયાથી યુક્ત પદાર્થ જ સત્ કહેવાય છે. હવે તેવી ક્રિયાથી વિકલ પદાર્થને પણ તે રૂપે કહી શકાતો હોય તો=તે શબ્દથી પણ વાચ્ય માનશો તો ઘટાદિને પણ ન્યાયાધીશ શબ્દથી વાચ્ય માની શકાશે; કારણ કે બન્ને ઠેકાણે અર્થક્રિયાનો અભાવ તો સમાન જ છે.
તે તે ક્રિયાથી વિકલા પદાર્થને સર્વથા તે તે શબ્દથી વાચ્યનો અપલાપ કરવો તે એવંભૂતાભાસ છે. એકાત્તે અપલાપ કરતા ન્યાયાધીશ ઘરમાં હોય ત્યારે કોઈનાથી સકારાદિ મેળવી શકશે નહીં, જ્યારે “જજ સાહેબ” “જજ સાહેબ”, કહીને માન આપીએ તો છીએ.
[સાત નયોની એક જ પદાર્થમાં ઘટવણ આ પ્રમાણે થાય છે (૧) શર્ટનું કાપડ લેવા જનારને પૂછીએ ક્યાં જાય છે? શર્ટ લેવા આ નૈગમનય ૨. શર્ટ પેટ, વગેરે અનેક જાતના કાપડ દુકાનમાં હોવા છતાં “કાપડની દુકાન છે” એમ બધાના સંગ્રહરૂપ સંગ્રહ નય છે (૩) શર્ટનું કાપડ, જેને દર્જી વેતરી રહ્યો હોય તેને પૂછીએ આ શું છે? આ શર્ટ છે, આ વ્યવહાર નય છે. કા. કે. અન્ય કાપડથી જુદુ પાડી શર્ટ માટે ઉપયોગમાં લેવાય એમ છે. (૪) વર્તમાનમાં શર્ટ રૂપે હોય તેને શર્ટ કહેવો તે ઋજુસૂત્રનય (૫) શર્ટ, ટીશર્ટ, બેગી વગેરે બધાને ઘરડોમાણસ કે ગામડીયો શર્ટ કહે છે, કારણ કે “ઉપરના પહેરવાના વસ્ત્ર શર્ટ હોય છે,” આ વાત બધામાં