________________
૨૮૬ /૨/૨/૮
પ્રમાણમીમાંસા
"स्यात्" शब्दो निर्दिश्यमानधर्मव्यतिरिक्ताशेषधर्मान्तरसूचकः ॥
| | તિ તિવાધ્યાયી તિવાહિક અત્યારે જે શરીર દ્વારા ન્યાય આપી રહ્યા છે, તેદ્રવ્યને આશ્રયી જજ કહેવાય. અથવા જે મનોદ્રવ્ય દ્વારા પોતે ન્યાયની વિચારણા કરે અને જે ભાષાદ્રવ્યનો ન્યાય આપવા માટે પ્રયોગ કરે તે દ્રવ્યને આશ્રયી જજ અને તેજ વખતે બીજા અંગગતદ્રવ્યો-પુદ્ગલો જે ન્યાય આપવામાં ઉપયોગી નથી તેને આશ્રયી જજ ન કહેવાય. જેમ પોતાની પાસે ત્યારે ચાર પેન પડી છે, તેમાંથી જે પેનને આશ્રયી જે હાથથી ચૂકાદો લખે છે, તે જ પેનની અને હાથની અપેક્ષાએ જજ અન્યપેનની અપેક્ષાએ નહીં. જે વ્યક્તિને આશ્રયી ન્યાય આપી રહ્યા છે એની અપેક્ષાએ જજ, પણ તેજ વખતેકોર્ટમાં હાજર અન્ય વ્યક્તિની અપેક્ષાએ જજ ન કહેવાય.
(૨) ક્ષેત્ર”તેમ ન્યાયાધીશને પોતે જે કોર્ટમાં જજ છે, તેક્ષેત્રની અપેક્ષાએ જ જજ કહેવાય. ન્યાય આપતી વખતે પણ અન્ય કોર્ટની અપેક્ષાએ તો જજ નથી જ, તે ક્ષેત્ર તેનું પરક્ષેત્ર થયું.
(૩) કાળ- જ્યારે ન્યાય આપતા હોય તે ન્યાયધીશનો સ્વકાળ અને તેજ વખતે= ન્યાય આપતી વખતે તેમને ભિન્નકાળને આશ્રયી પૂછવામાં આવે તો પણ તે નિષેધ કરશે. જેમ ઘટવિધમાન છે, તેજ વખતે ભિન્ન ક્ષેત્રાદિને આશ્રયી પૂછવામાં આવશે તો પણ ઘટનો નિષધ જ કરાય છે.
કાળને આશ્રયી જે કાળમાં પોતે જજ તરીકે નિમણૂક થયા હોય તે સ્વકાળ કહેવાય. તેનાં પૂર્વના કાળની અપેક્ષાએ જજ નથી. અહીં તાત્પર્ય એમ છે કોઈ પૂછે આ ન્યાય આપતા જજ કઈ સાલમાં ન્યાયાધીશ થયેલાં છે. કયા વર્ષનાં ન્યાયાધીશ છે? તો એમને ૧૯૯૫ ઈ.સ. વિ. જે કાળમાં નિમણૂક કરવામાં આવ્યા હોય તે કાળનો પ્રયોગ કરીએ તો સાચો અને તેનાથી ભિન કાળનો પ્રયોગ કરે તો ખોટો. જેમ ઘટને શિયાળામાં બનાવ્યો હોય તો શિયાળુ ઘટ કહેવો તે સ્વકાળ અને ઉનાળું કહે તો તે પરકાળ-એટલે પાણી લાવતી વખતે પણ તેનો ઉનાળુઘટની અપેક્ષાએ ઘટ તરીકેનો નિષેધ જ થાય. આમ અનેક દૃષ્ટિથી વિચારી શકાય છે.
(૩) ભાવ – ન્યાય આપતી વખતે પણ જે બોલવાની છણાવટ, ન્યાય માટેની યુક્તિનો પ્રયોગ ઇત્યાદિ ભાવોને આશ્રયી જજ કહેવાય અને તે જ વખતે તેમાં રહેલા મનુષ્યત્વ–માનવતા, સજ્જનતા, દાનવીરતા, ઉદારતા, વિગેરે ભાવો છે ખરા, પરંતુ તે ભાવોને આશ્રયી કાંઈ તેમને જજ નથી કહેવાતા.
પ્રમાણથી “આ રાજા છે” એમ કહેવાની સાથે તે મનુષ્યત્વ વગેરે અનંતધર્મોનો સ્વીકાર કરી જ લે છે.
“ચા” શબ્દ નિર્દેશ કરાતા ધર્મથી બાકી રહેલા બધા ધર્મોનો સૂચક છે. જ્યારે વ્યવહાર નયની અપેક્ષાએ “જે યુવરાજ છે તે રાજા છે” બસ તેટલો અભિપ્રાય પૂરતો છે. તે મનુષ્યત્વ વગેરે ધર્મની બાબતમાં કશો પણ પોતાનો અભિપ્રાય દર્શાવતો નથી, હા! કોઈને તેની ના પણ નથી પાડતો. એટલી સાહુંકારી ખરી.
જ્યારે દુર્નય માત્ર જ કારથી પોતાનો અભિપ્રાય દર્શાવી અન્યધર્મોનો તિરસ્કાર-નિષેધ કરી નાંખે છે. આખા મકાનને લઈ વિચારણા કરવી તે પ્રમાણ, તેના જ એક બારી-બારણાની વિચારણા કરવી તે નય.
(બીજા અધ્યાયનું બીજું આહ્નિક પુરું – બીજો અધ્યાય સમાસ)