________________
પ્રમાણમીમાંસા /૩/૧/૧
૨૮૭
| | ૩ તૃતીયાધ્યાયઃ | संयोगसमवायविशिष्टसामान्यान्यतमावच्छेदेन नास्तीति प्रतीतिविषयोऽत्यन्ताभावः ॥१॥
१→गृहे संयोगेन चैत्रो नास्ति, शशे समवायेन शृङ्गो नास्ति। घटपरिमाणविशिष्टमुक्ताफलो नास्ति । खे चंद्रसमानोऽन्यचंद्रो नास्ति ॥१॥
ત્રીજો અધ્યાય” નય અને સપ્તમંગીમાં વિધિની જેમનિષેધ પણ બતાવવામાં આવ્યો, તે નિષેધ એટલે કે “ન હોવું” તેને અભાવ કહેવાય છે, તે અભાવ અત્યંતાભાવ વગેરેની અપેક્ષાએ ચાર પ્રકારે છે, ક્રમપ્રાપ્ત પ્રથમ અત્યંતાભાવનું સ્વરૂપ દર્શાવે છે. સંયોગ સમવાય, વિશિષ્ટ અને સામાન્યમાંથી કોઈની અપેક્ષાએ “નાસ્તિ”—“નથી” એ
પ્રમાણેની પ્રતીતિનો વિષય તે અત્યંતાભાવ. III ૧–૧. ગૃહ ઘરમાં સંયોગથી ચૈત્ર નથી, અહીં પ્રતિયોગી ચૈત્ર બન્યો, પરંતુ પ્રતીતિનો વિષય તો તેનું ઘર બન્યું, એટલે અભાવ ચૈત્રશૂન્યગૃહ રૂપ થયો. એમ અભાવ સર્વથા અસત્ય નથી, પરંતુ વસ્તુનો જ પર્યાય છે માટે સત્ છે, પહેલા જે ઘર ચૈત્રના સંયોગવાળું હતું તેજ ઘર અત્યારે ચૈત્રના સંયોગ વગરનું છે. એમ ઘરના પર્યાયમાં રૂપાન્તર થયું, કંઈ સર્વથા ઘર નષ્ટ થયું નથી. એમ અભાવની પ્રતીતિ પણ કોઈ આધારને આશ્રયીને થાય છે, તે અનુયોગી તો વિદ્યમાન જ છે. કંબુગ્રીવદિવાળો પદાર્થ જોવામાં આવતા “આ ઘટ છે” આવી પ્રતીતિ થાય છે માટે તેનો વિષય બનનાર તે પદાર્થ ઘટ કહેવાય છે. તેમ ચૈત્રશૂન્ય ઘર દેખાતા “અહીં ચૈત્રનો સંયોગ નથી” આવી પ્રતીતિ થાય છે, માટે તેનો વિષય બનનાર તે ઘરને અભાવ (ચેન્નાભાવ) રૂપ કહેવાય છે. ૧.
- ૨. સસલામાં સમવાય સંબંધથી શિંગડું નથી, અહીં અવયવ-અવયવીને આશ્રયી સમવાય સંબંધ દર્શાવ્યો છે, પણ “શૂદ્મસમવાય સસલામાં નથી આવી પ્રતીતિ થાય છે, સસલુ પણ છે અને શિંગડુ પણ છે, તેનો સમવાય માત્ર સસલામાં નથી. એમ સર્વથા અસતું નથી.
૩. ઘટ પ્રમાણથી વિશિષ્ટ મુકતાફળ નથી એટલે મુકતાફળ -મોતી સર્વથા અસતું નથી પરંતુ ઘટ જેવડા નથી.
૪. આકાશમાં ચંદ્ર સરખો બીજો ચંદ્ર નથી, પણ ચંદ્રસિવાય કશું જ નથી એમ નહી. એટલે તારા નક્ષત્ર વિગેરેનો નિષેધ નથી. અથવા બે સંખ્યાનો નિષેધ છે, સર્વથા ચંદ્રનો નિષેધ નથી. અહીં સામાન્યનો નિષેધ છે, એટલે ચંદ્રસમાન તેજસ્વી બીજો ચંદ્ર નથી પરંતુ ઓછાવત્તા તેજવાળા તારાદિનો નિષેધ નથી, એમ નૈયાયિકો જે અત્યંતાભાવ માને છે. તેનો આ ચારમાં સમાવેશ થઈ જાય છે, તેને નિત્ય માનવો તે સર્વથા અજુગતું છે. કારણ કે આ તો પદાર્થનો પર્યાય હોવાથી બદલાયા કરે છે, ભૂતલમાં ઘટ આવતા પાછો પૂર્વનો “ઘટો નાસ્તિ” ઘટ શૂન્ય એવો ભૂતલનો પર્યાય નાશ પામી જાય છે, માટે તે પર્યાય રૂપ જ અત્યંતાભાવ છે