Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 296
________________ પ્રમાણમીમાંસા /૨/૨/૭ इत्यत्रोपग्रहभेदेन भिन्नार्थताभिमननम्, अनेन क्रियते अयं करोति इत्यत्र कारकभेदेन भिन्नार्थत्वम् मन्यते । ૨૮૧ कालादिभेदेन शब्दस्य सर्वथा भिन्नार्थवाचकत्वेन कल्पनं शब्दाभासः ॥ यथा भूतमेरोः सकाशात् भविष्यमेरुः सर्वथा भिन्न एव, अर्थात् अत्र कालम् अपेक्ष्य शब्दस्य भिन्नतां स्वीकृत्य तद्वाच्यस्य अर्थस्य भेदं स्वीकरोति ॥६॥ निरुक्तिभेदजन्यभिन्न- पर्याय - वाचकशब्दात् पदार्थनानात्वनिरूपकः सभभिरूढः ॥७॥ १० यद्यपि शब्दनयः कालादिभेद अर्थभेदं स्वीकरोति । अयं तु पर्यायाऽभेदेऽपि निरुक्तिबलात् अर्थभेदमभ्युपगच्छति । यथा इन्दनात् इन्द्रः, शकनात् शक्रः नृन् पालयति नृपः, राजत इति राजा । यदि स चामरछत्रादिना शोभां विरचयति नतु नराणां योगक्षेमं करोति तर्हि समभिरूढस्तं राजा इति व्यपदिशति न तु नृपः । नानार्थान्समेत्याभिमुख्येन रूढः समभिरूढः (प्र.क.) ॥ | पर्यायवाचिनां सर्वथा भिन्नार्थवाचकत्वेन स्वीकारस्तदाभासः नृपाद् राजा सर्वथा भिन्न एव en જેમ પુષ્ય—(પુલિંગ) તારકા-(સ્ત્રી) નક્ષત્ર-(નપુ) માં લિંગના ભેદે ભેદ છે, તટી (સ્ત્રી.)-નાની નદીનો નાજુક કિનારો, તટઃ (પુ.) મોટી નદીનો રેતાળ કિનારો, તટ (નં.) ખાબડ ખુબડ પથરાળો કિનારો. આમ બધાનો અર્થ કિનારો છે છતાં લિંગ ભેદે ભેદ પડે છે. “સલિલં” એકવચનમાં છે, “આપઃ” બહુવચનમાં છે માટે ભિન્ન, “એહિ”માં આજ્ઞાર્થ છે, યાસ્પતિમાં વર્તમાન છે. વિશ્વમાં પ્રસિદ્ધ એવો આને પુત્ર થશે” અહીં વૈશ્નવનિર્ પ્રત્યય ભૂત અર્થમાં છે અને “તા” પ્રત્યયતો શ્વસ્તનીનો= ભવિષ્ય કાળનો છે, ‘ભાવિકૃત્યહતું” અહી ભાવિ મૂ+દ્િ ભવિષ્યકાળમાં છે, “આસી” આ ભૂતકાળ છે, માટે અહીં કાળભેદે ભેદ છે. સંતિષ્ઠતે વિ.માં ઉપસર્ગભેદે ભેદ છે, આના વડે કરાય છે, આ કરે છે, અહીં કારકભેદે ભેદ છે, એમ માને છે. કાલાદિના ભેદથી શબ્દને સર્વથા બીજા અર્થનો વાચક માનવો તે શબ્દાભાસ. જેમ ભૂતમેરુથી ભાવિમેરુ સર્વથા ભિન્ન જ છે. અર્થાત્ અહીં કાલની અપેક્ષાએ શબ્દની ભિન્નતા સ્વીકારી તેના વાચ્યનો ભેદ માન્યો છે એટલે વ્યાકરણ-કોશ અનુસાર શબ્દના અર્થને માનનારો, એથી જ વ્યાકરણમાં લિંગ-વચનાદિમાં ફેરફાર થઈ જાય તો ખોટુ કહેવાય, તેમ આ નય પણ બધી જ વ્યાકરણની મર્યાદામાં રહે છે. IILII નિરુક્તિ ભેદથી જન્ય ભિન્નપર્યાયના વાચક શબ્દના લીધે પદાર્થોને ભિન્ન હેનારો સમભિરૂઢનય છે. Illા ૧૦→પર્યાય વાચક શબ્દોમાં પણ વ્યુત્પત્તિના ભેદે તે તે શબ્દને ભિન્ન પર્યાયનો વાચક માને છે, માટે તે શબ્દથી વાચ્ય પદાર્થને પણ જુદો જુદો માને છે. જો કે શબ્દ કાલાદિના ભેદે અર્થભેદ માને છે, આ તો પર્યાયના અભેદમાં પણ નિરુકિતના બળે જુદો જુદો અર્થ માને છે. જેમ ઐશ્વર્યથી શોભતો હોવાથી ઇન્દ્ર, અને સમર્થ હોવાથી શક્ર, તો એક જ ઇન્દ્રનાપર્યાય હોવા છતાં આ બન્નેને ભિન્ન માને. માણસોનું પાલન કરે તે નૃપ અને શોભે તે રાજા, જો તે ચામર છત્રાદિથી શોભા કરાવતો હોય, પરંતુ માણસોનું પાલન ન કરતો હોય તો તેને રાજા કહેશે પરંતુ નૃપ નહીં કહે. પર્યાય

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322