________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૫
૨૭૧ अथ स्वपक्षमप्रसाधयतोऽस्य ततो निग्रहः, नन्वत्रापि किं प्रतिवादिना स्वपक्षे साधिते वादिनो वचनाधिक्योपालम्भो निग्रहो लक्ष्येत, असाधिते वा? प्रथमपक्षे स्वपक्षसिद्धयैवास्य निग्रहाद्वचनाधिक्योद्भावनमनर्थकम्, तस्मिन् सत्यपि पक्षसिद्धिमन्तरेण जयायोगात् । द्वितीयपक्षे तु युगपद्वादिप्रतिवादिनोः पराजयप्रसङ्गो जयप्रसङ्गो वा स्यात्, स्वपक्षसिद्धेरभावाविशेषात् । $ १०८. ननु न स्वपक्षसिद्धिनिबन्धनौ जयपराजयौ, तयोर्ज्ञानाज्ञाननिबन्धनत्वात् । साधनवादिना हि साधुसाधनं ज्ञात्वा वक्तव्यम्, दूषणवादिना च दूषणम् । तत्र साधर्म्यवचनाद्वैधर्म्यवचनाद्वाऽर्थस्य प्रतिपत्तौ तदुभयवचने वादिनः प्रतिवादिना सभायामसाधनाड्गवचनस्योद्भावनात् साधुसाधनाज्ञानसिद्धेः पराजयः । प्रतिवादिनस्तु तद्षणज्ञाननिर्णयाज्जयः स्यात्, इत्यप्यविचारितरमणीयम्, यतःस प्रतिवादी सत्साधनवादिनः साधनाभासवादिनो वा वचनाधिक्यदोषमुद्भावयेत् ? । तत्राद्यपक्षे वादिनः कथं साधुसाधनाज्ञानम्, तद्वचनेयत्ताज्ञानस्यैवाभावात् ? ।
સમાધાનઃ હા! સાચી વાત છે, પોતાના સાધ્યને સિદ્ધ કર્યા પછી કોઈ નાચવા લાગે તોપણ નિગૃહીત, બનતો નથી. દોષાભાવ હોવાથી, લોકમાં જેમ પ્રસિદ્ધ છે, તેમ. અન્યથા સાધ્ય સિદ્ધિ પછી વચન આધિકયથી જો નિગ્રહ માનશો તો તાંબૂલ ભક્ષણ, ભૂપ, ખાકૃતઃખટખટ અવાજ કરવો, ખોંખારો ખાવો, હાથ પછાડવો વગેરેથી પણ નિગ્રહ માનવો પડશે. - હવે જો બીજો પક્ષ માનો તો પોતાના પક્ષને નહિ સાધનારો વચનાવિક્યથી નિગૃહીત થાય છે. તો અહીં અમારે પૂછવાનું છે કે... (૧) પ્રતિવાદી વડે સ્વપક્ષ સિદ્ધ કર્યો છતો વાદીનો વચનાધિફયથી નિગ્રહ થાય છે અથવા (૨) પ્રતિવાદીએ સ્વપક્ષ સિદ્ધ ન કર્યો હોય ત્યારે પણ વચનાધિકયથી નિગ્રહ થાય છે? પહેલાં પક્ષમાં પ્રતિવાદીનાં સ્વપક્ષની સિદ્ધિથી જ વાદી નિગૃહીત થઈ જશે. વચનાધિયનું ઉદ્ભાવન કરવું વ્યર્થ છે. ગોળીથી જ તાવ ઉતરી ગયા પછી ઇજેકશન લગાડવાની જરૂર નથી. વચન આધિકયનું ઉદ્ભાવન કરવા છતાં પ્રતિવાદી સ્વપક્ષને સિદ્ધ કર્યા વિના જયને મેળવી શકતો નથી. ઇજેકસન લગાવવા છતાં તાવ ન ઉતરે તો સુખી થવાતું નથી. એટલે તો ઇજેકશન તે વ્યક્તિ માટે વ્યર્થ છે. તેમ જય માટે વચનાધિકય વ્યર્થ છે.
બીજો પક્ષ સ્વીકારતા એક સાથે વાદી પ્રતિવાદીને જયનો કે પરાજ્યનો પ્રસંગ આવશે. સ્વપક્ષની સિદ્ધિનો અભાવ બન્નેને સરખો જ છે.
૧૦૮. શંકાકારઃ સ્વપક્ષની સિદ્ધિ થવી અને ન થવી તે કાંઈ જય અને પરાજ્યના કારણ નથી. જય અને પરાજ્યનાં કારણતો જ્ઞાન અને અજ્ઞાન છે. સાધનવાદીએ સત્સાધન જાણીને પ્રયોગ કરવો જોઇએ, અને દૂષણવાદીએ સાચુ દૂષણ જાણીને પ્રયોગ કરવો જોઈએ. ત્યાં સાધર્મ પ્રયોગ કે વૈધર્મ પ્રયોગથી અર્થની પ્રતિપત્તિ થઈ જવા છતાં વાદી તે બન્નેનો પ્રયોગ કરે ત્યારે પ્રતિવાદી ચતુરંગ સભામાં અસાધનાંગ વચન દોષનું ઉલ્કાવન કરે તેનાથી વાદીનું સત્સાધનનું-(સાધનવાદીએ સાધનનો સારી રીતે પ્રયોગ કરવો જોઈએ તે બાબતમાં) અજ્ઞાન સિદ્ધ થવાથી વાદીનો પરાજ્ય થાય છે. અને પ્રતિવાદીને સાધનવચનના દૂષણ જ્ઞાનનો નિર્ણય થવાથી જય થાય છે.
સમાધાન : આ કથન વિચારની કસોટીથી ન કરીએ ત્યાં સુધી જ સારું લાગે એમ છે. કારણ કે તે પ્રતિવાદી સસાધનવાદીને સત્સાધનનો પ્રયોગ કરનાર વાદીને પ્રતિ વચનાધિકય દોષનું ઉદ્દભાવન કરે છે કે સાધનાભાસનો પ્રયોગ કરનાર વાદીને પ્રતિ? ત્યાં પહેલાં પક્ષમાં વાદીને સત્સાધનનું અજ્ઞાન કેવી રીતે કહી ૧ કાપવાસ - છે