________________
૨૭૦ ૨/૧/૩૫
પ્રમાણમીમાંસા
सर्वत्रापि हेतौ तथैव गमकत्वप्रसङ्गात् दृष्टान्तोऽनर्थक एव स्यात् । विपक्षव्यावृत्त्या च हेतुं समर्थयन् कथं प्रतिज्ञा प्रतिक्षिपेत् ? । तस्याश्चानभिधाने व हेतुः साध्यं वा वर्तते ? । गम्यमाने प्रतिज्ञाविषय एवेति चेत्, तर्हि गम्यमानस्यैव हेतोरपि समर्थनं स्यान्न तूक्तस्य । अथ गम्यमानस्यापि हेतोर्मन्दमतिप्रतिपत्त्यर्थं वचनम्, तथा प्रतिज्ञावचने कोऽपरितोषः । ६ १०७. यच्चेदमसाधनाङ्गमित्यस्य व्याख्यानान्तरम्-साधर्येण हेतोर्वचने वैधर्म्यवचनम्, वैधर्येण च प्रयोगे साधर्म्यवचनं गम्यमानत्वात् पुनरुक्तमतो न साधनाङ्गम्, इत्यप्यसाम्प्रतम्, यतः सम्यक्साधनसामर्थ्येन स्वपक्षं साधयतो वादिनो निग्रहः स्यात्, असाधयतो वा ? । प्रथमपक्षे न साध्यसिद्धयप्रतिबन्धिवचनाधिक्योपालम्भमात्रेणास्य निग्रहः, अविरोधात् । नन्वेवं नाटकादिघोषणतोऽप्यस्य निग्रहो न स्यात्, सत्यमेतत्, स्वसाध्यं प्रसाध्य नृत्यतोऽपि दोषाभावाल्लोकवत्, अन्यथा ताम्बूलभक्षणभ्रूक्षेपखाद्कृत-हस्तास्फालनादिभ्योऽपि सत्यसाधनवादिनोऽपि निग्रहःस्यात् । પદાર્થોને અનિત્ય સિદ્ધ કરવા જાઓ છો, ત્યાં કોઈ પણ દાંતનો સંભવ નથી. (બધા પદાર્થ પક્ષમાં સમાવિષ્ટ હોવાથી) તેથી આપનો હેતુ ગમક નહીં બની શકે. પરંતુ દષ્ટાંતના અભાવમાં પણ તમે સત્ત્વહેતુને ગમક સ્વીકાર્યો છે
શંકાકાર (બૌદ્ધ)ઃ સત્ત્વ વગેરે હેતુ સપક્ષ વિના પણ માત્ર વિપક્ષ વ્યાવૃત્તિથી જ ગમક બની જાય છે, માટે અમારે વાંધો નથી.
સમાધાન (જૈન) ઃ તો પછી બધે જ વિપક્ષ વ્યાવૃત્તિથી જ હેતુ ગમક થઈ જશે, અડધામાં સપક્ષસત્ત્વ અને અડધામાં વિપક્ષ વ્યાવૃત્તિથી ગમક માનતા “અર્ધ જરતીય ન્યાય (દોષ) લાગશે. એટલે પાછુ દષ્ટાંત તો નિરર્થક જ રહ્યું, વળી વિપક્ષ વ્યાવૃત્તિથી હેતુને સમર્થ-ગમક માનતા પ્રતિજ્ઞાનો તિરસ્કાર કયાં મોઢે કરો છોપ્રતિક્ષેપ (નિષેધ) કેવી રીતે કરો છો? પ્રતિજ્ઞાનું જ કથન કરવામાં ન આવે તો હેતુ કે સાધ્ય ક્યાં રહે છે? તેની ખબર કેવી રીતે પડશે? જ્યાં સુધી પ્રતિજ્ઞા દ્વારા પક્ષ દર્શાવી તેમાં હેતુ-સાધ્યને દર્શાવવામાં ન આવે તો “જ્યાં સાધ્ય નથી એવા વિપક્ષમાં હેતું નથી રહેતો” આ કથન કેવી રીતે કહી શકાય? કારણ જ્યાં સાધ્યની સિદ્ધિ કરવા માંગો છો તેમાંથી પણ વિપક્ષ શંકા કેવી રીતે ટળશે. જેનું ક્યાંય સત્ત્વ પ્રસિદ્ધ હોય તેની જ વ્યાવત્તિ દર્શાવી શકાય, નહિંતર શશવિષાણની પણ વિપક્ષમાં વ્યાવૃત્તિ તો છે જ, તેથી તે પણ ગમક બની જશે.
શંકાકાર – પ્રસંગ આદિથી ગમ્યમાન પ્રતિજ્ઞાના વિષયભૂતપક્ષમાં જ હેતુ-સાધ્ય રહી જશે.
સમાધાન (જૈન) તો પછી આ રીતે ગમ્યમાન હેતુ જ સાધ્ય સિદ્ધિનું સમર્થન કરી લેશે, હેતુનું કથન કરવાની શી જરૂર ?
શંકાકાર (બૌદ્ધ) : મંદબુદ્ધિવાળાને સમજાવવા ગમ્યમાન હેતુનો પણ પ્રયોગ કરવો આવશ્યક છે. સમાધાન (જૈન) : પ્રતિજ્ઞા વગેરેનો પ્રયોગ પણ તેમના માટે જ છે ને! તેના ઉપર કેમ અસંતોષ રાખો છો?
૧૦૭. અસાધનાંગ વચનની બીજી પણ વ્યાખ્યા છે. સાધાર્યથી હેતુનો પ્રયોગ કર્યો છતે વૈધર્મથી પ્રયોગ કરવો અથવા વૈધર્મ હેતુનો પ્રયોગ કર્યો છતે સાધર્મ પ્રયોગ કરવો પુનરુક્ત છે. માટે તે સાધનનું અંગ નથી. અર્થાત્ એક જ સ્થળે બન્ને પ્રકારનાં પ્રયોગ કરવા અસાધનાંગ નિગ્રહ સ્થાન છે.
જૈનાઃ આ વ્યાખ્યા પણ યુક્તિ બાહ્ય છે. અમે પૂછીએ કે નિર્દોષ હેતુના સામર્થ્યથી સ્વપક્ષને સિદ્ધ કરતો વાદી આનાથી નિગૃહીત બને છે કે સ્વપક્ષને સિદ્ધ ન કરતો વાદી આનાથી નિગૃહીત બને છે? પહેલાં પક્ષમાં સાધ્યની સિદ્ધિમાં પ્રતિબંધ નહિ કરનાર વચનોની અધિકતાના ઉપાલંભ-ઠપકા માત્રથી વાદી નિગૃહીત થઈ શકતો નથી, કારણ વચનનોની અધિકતાનો પક્ષ-સિદ્ધિ સાથે કોઈ વિરોધ નથી.
શંકાકાર : આમ તો નાટક પ્રેક્ષણ વગેરેની જાહેરાતથી પણ આનો (વાદીનો) નિગ્રહ નહીં થાય.