________________
૨૭૨ /૨/૧૩પ
પ્રમાણમીમાંસા द्वितीयपक्षे तु न प्रतिवादिनो दूषणज्ञानमवतिष्ठते साधनाभासस्यानुद्भावनात् । तद्वचनाधिक्यदोषस्य ज्ञानात् दूषणज्ञोऽसाविति चेत्, साधनाभासाज्ञानाददूषणज्ञोऽपीति नैकान्ततो वादिनं जयेत्, तददोषोद्भावनलक्षणस्य पराजयस्यापि निवारयितुमशक्तेः । अथ वचनाधिक्यदोषोद्भावनादेव-प्रतिवादिनो जयसिद्धौ साधनाभासोद्भावनमनर्थकम्, नन्वेवं साधनाभासानुद्भावनात्तस्य पराजयसिद्धौ वचनाधिक्योद्भावनं कथं जयाय प्रकल्पेत ? । अथ वचनाधिक्यं साधनाभासं वोद्भावयतः प्रतिवादिनो "जयः, कथमेवं साधर्म्यवचने वैधर्म्यवचनं वैधर्म्यवचने वा साधर्म्यवचनं पराजयाय प्रभवेत् ? । कथं चैवं वादिप्रतिवादिनो: पक्षप्रतिपक्षपरिग्रहवैयर्थ्य न स्यात्, क्वचिदेकत्रापि पक्षे साधनसामर्थ्यज्ञानाज्ञानयोः सम्भवात् ? શકાય? એટલે તેને સાચાં સાધનનું જ્ઞાન તો છે જ, એટલે તો તેનો પ્રયોગ કર્યો, હા! તેનાં સાધનો વચનનાં પરિમાણ (ઇયત્તા)સંખ્યામાં જ્ઞાનનો જ અભાવ છે. (જેથી એકને બદલે બે પ્રયોગ કરે છે). બીજા પક્ષમાં તો પ્રતિવાદીને દૂષણનું જ્ઞાન છે તેની સિદ્ધિ નથી થતી. કારણ વાદીએ સાધનાભાસનો પ્રયોગ કર્યો હોવાથી તેમાં કોઈક હેત્વાભાસનું ઉલ્કાવન પ્રતિવાદીએ કરવુ જોઈએ. તે કર્યા વગર માત્ર વચનાધિકય દર્શાવ્યું પણ વચનમાં શું ખામી-દૂષણ છે તે ન દર્શાવ્યું હોવાથી ઉલ્ટ પ્રતિવાદીનું દૂષણ સંબંધી અજ્ઞાન જ પ્રગટ થાય છે.
શંકાકાર : વાદીના વચનાધિષ્પદોષને સમજી લેવાથી પ્રતિવાદી દૂષણનો જ્ઞાતા છે.
સમાધાન : પરંતુ વાદી દ્વારા પ્રયુક્ત સાધનાભાસનું જ્ઞાન ન હોવાથી ભાઈસાહેબ અદોષજ્ઞ પણ ખરા ને ! આવી સ્થિતિ હોવાથી તે વાદીને એકાન્ત પરાજિત નહીં કરી શકે, કારણ કે સાધનાભાસ રૂપ દોષનું ઉભાવન ન કરવા સ્વરૂપ પરાજ્યને (“તમારા કથનમાં આ હેત્વાભાસ આવે છે” આમ દોષનું ઉદ્ભાવન ન કરવું એ જ પરાજ્ય છે તેને) પોતાના પક્ષમાંથી દૂર કરવા પ્રતિવાદી સમર્થ નથી. કારણ કે દૂષણનું અજ્ઞાન એ પરાજયનું કારણ છે.
શંકાકાર : વચનાધિય દોષનું ઉદ્દભાવન કરવાથી પ્રતિવાદીનો જયસિદ્ધ થઈ જવાથી સાધનાભાસનું ઉભાવન કરવું વ્યર્થ છે .
સમાધાનઃ એમ તો સાધનાભાસનું ઉદ્ભાવન ન કરવાથી પ્રતિવાદીએ વાદીને જણાવવું જોઇએ કે તારે આ જાતનો સાધનાભાસ દોષ આવે, એમ કહેવાથી વાદીનું અજ્ઞાન પ્રગટ થતું હોવાથી તેનો પરાજ્ય થાય, પરંતુ બિચારો પ્રતિવાદી તેનાથી અજ્ઞાત હોય તો તેવું ન જણાવે તો પ્રતિવાદી પોતે અજ્ઞાનના કારણે પરાજ્ય પામે છે. તસ્ય તેનો=પ્રતિવાદીનો પરાજ્ય સિદ્ધ થવાથી વચનાધિકયનું ઉભાવન તેને કેવી રીતે જય અપાવી શકે? તાવ રહી જવાથી દુઃખી માણસ માથાનું દર્દ દૂર થવા માત્રથી થોડો કાંઈ સુખી થઈ જાય છે?
શંકાકાર” વાદીના કથનમાં વચનાધિક્ય કે સાધનાભાસ બે માંથી કોઈ પણ એક દોષનું ઉદ્ભાવન કરવાથી જ પ્રતિવાદીને જય પ્રાપ્ત થઈ જાય છે.
સમાધાન : જો આ પ્રમાણે તમે માનતા હો તો સાધર્મથી પ્રયોગ કર્યો હોય ત્યાં વૈધર્મનો પ્રયોગ અને વૈધર્યથી પ્રયોગ કર્યો હોય ત્યાં સાધર્મનો પ્રયોગ પરાજ્ય માટે કેવી રીતે ઉદ્યત બની શકે? જો તમે એમ બેમાંથી કોઈનો પણ પ્રયોગ જય માટે માનશો તો સાધર્મવચનથી જ્યાં જયસિદ્ધ છે, એટલે કે સાધર્મના પ્રયોગથી જયનિશ્ચિત થઈ ગયો, તો પછી વૈધર્યથી હવે પરાજ્ય કેવી રીતે થઈ શકશે? કારણ બે માંથી કોઈનો પ્રયોગ જય માટે હોય તો તે બને જય માટે કેમ ન થાય? ઇજેકશનથી કે ગોળીથી તાવ ઉતરતો હોય તો १-० तदव० -३० । २ नैकान्ततो जयेत् -डे । ३-० भासं चोदा० ३० । ४ जयति कथम् डे ।