________________
પ્રમાણમીમાંસા
૨૭૬ /૨/૧/૩૬ 'गूढापदसमूहात्मकं विविधविचित्रसंधिसमासादिभिर्जटिलं पदप्रयोगो यस्मिन् तत् प्रसिद्धावयवोपेतं अनुमानस्य प्रसिद्धाः प्रतिज्ञादिपञ्चावयवाः तत्प्रयोगसमन्वितम्' ।
११२ ९ यथा स्वान्तभासितभूत्याद्यत्र्यन्तात्मतदुभान्तवाक् परान्तद्योतितोद्दीप्तमितीतस्वात्म
વતઃ ॥
अन्त एव आन्तः, स्वार्थिकोऽण् वानप्रस्थादिवत् । प्रादि पाठापेक्षया सोरान्तः स्वान्तः उत् । तेन भासिता द्योतिता भूतिरुद्भूतिरित्यर्थः । सा आद्या येषां ते स्वान्तभासितभूत्याद्याः ते च ते त्र्यन्ताश्च उद्भूतिव्ययौव्यधर्मा इत्यर्थः । ते एवात्मनः तांस्तनोतीति स्वान्तभासितभूत्याद्यत्र्यन्तात्म तत् इति साध्यधर्मः । उभान्ता वाग्यस्य तदुभान्तवाक् = विश्वम्, इति धर्मि तस्य साध्यधर्मविशिष्टस्य निर्देश: । उत्पादादित्रिस्वभावव्यापि सर्वमित्यर्थः ।
परान्तो-यस्यासौ परान्तः प्रः, स एव द्योतितं द्योतनमुपसर्ग इत्यर्थः । तेनोद्दीप्ता चासौ मितिश्च तया इतः स्वात्मा यस्य तत्परान्तद्योतितोद्दीप्तमितीतस्वात्मकं "प्रमिति प्राप्तस्वरुपम्" इत्यर्थः । तस्य भावस्तत्त्वं प्रमेयत्वम् इत्यर्थः, प्रमाणविषयस्य प्रमेयत्वव्यवस्थितेः इति साधनधर्मनिर्देशः । ॥३६॥ ( इति द्वितीयाध्यायस्य प्रथम आह्निकः )
સંધિ સમાસાદિથી જટિલ એટલે એવી ગૂઢ સંધિઓ કરેલી હોય અને એક જ વાક્યમાં અનેક જાતના સમાસ કરીને શબ્દો બનાવેલા હોય અને શ્લેષ થતો હોય ઇત્યાદિ ગૂંચવણોના કારણે સામાન્ય જન સમજી ન શકે એવા ગૂઢ પદોનો જેમાં પ્રયોગ હોય અને અનુમાનના પ્રસિદ્ધ અવયવોથી યુક્ત હોય તેવા પદોવાળું વાક્ય તે પત્ર કહેવાય છે. જિતવાની ઇચ્છાવાળા વાદીવડે પ્રતિવાદીથી પદોનું રક્ષણ જેના દ્વારા કરાય તે પત્ર.
જેમ કે ‘‘સ્વાન્તમાસિત'' આ વાક્ય પત્ર સ્વરૂપ છે, એની વ્યાખ્યા કરતા આપણને ખ્યાલ આવે છે કે → “આંખુયે જગત, ઉત્પાદાદિ ત્રણ ધર્મ યુક્ત છે, કા. કે. પ્રમાણનો વિષય હોવાથી.” અન્તથી પ્રકાશિત ઉત્કૃતિ વગેરે ત્રણ ધર્મરૂપ આત્મા—સ્વરૂપને પ્રગટ કરનાર આ સાધ્ય થયું, બે લિંગવાળુ એટલે વિશ્વ આ પક્ષ થયો. પ્ર (ઉપસર્ગ) = પ્ અને ર્ અન્તવાળો ઘોતિત એટલે ઉપસર્ગ તે, તેનાથી પ્રકાશિત જે મિતિ તેનાથી— પ્રમિતિથીઇત= પ્રાપ્ત કર્યુ છે પોતાનું સ્વરૂપ જેને, પ્રમિતિ સ્વરૂપને પ્રાપ્ત કરનાર પ્રમેય હોય છે,કારણ કે જે પદાર્થ જ્ઞાનનો વિષય ન બને ત્યાં સુધી તે પ્રમેય કહેવાતો નથી. એટલે પ્રમિતિના આધારે જ પ્રમેયનું અસ્તિત્વ ટકી શકે છે. પ્રમાણનો વિષય પ્રમેય આવી રીતે જ વ્યવસ્થિત થયેલ હોવાથી આ સાધનધર્મ નિર્દેશ થયો. વિશ્વ શબ્દ પુ. નપું.બે લિંગમાં હોવાથી ઉભાન્તવાક્ કહેવાય. ॥૩॥
એમ દ્વિતીય અધ્યાયનું પ્રથમ આત્મિક અધુરું હતુ તેને પુરું કરવા પ્રયત્ન કરાયો છે.
“હવે પછીના ગ્રંથ માટે પૂજ્યશ્રી ગ્રંથકાર કૃપા દૃષ્ટિની” “અમીવૃષ્ટિ વરસાવતા રહો....’’