________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૫
૨૭૩ न खलु शब्दादौ नित्यत्वस्या-नित्यत्वस्य वा परीक्षायामेकस्य साधनसामर्थ्य ज्ञानमन्यस्य चाज्ञानं जयस्य पराजयस्य वा निबन्धनं न भवति । युगपत्साधनासामर्थ्यज्ञाने च वादिप्रतिवादिनोः कस्य जयः पराजयो वा स्यादविशेषात् ?। न कस्यचिदिति चेत्, तर्हि साधनवादिनो वचनाधिक्यकारिणः साधनसामर्थ्याज्ञानसिद्धेः प्रतिवादिनश्च वचनाधिक्यदोषोद्भावनात्तदोषमा'त्रज्ञानसिद्धेर्न कस्यचिज्जयः पराजयो वा स्यात् । બન્નેનો પ્રયોગ કરવાથી કેમ તાવ ન ઉતરે? ઉભયનો પ્રયોગતો સુતરાં જ્ય માટે જ થવો જોઈએ. વળી બીજું જય અને પરાજ્યનો આધાર જો જ્ઞાન અને અજ્ઞાનને જ માનવામાં આવે તો વાદી અને પ્રતિવાદીના પક્ષ અને પ્રતિપક્ષ બન્નેનું ગ્રહણ વ્યર્થ થઈ જશે. સાધન સામર્થનું જ્ઞાન અને અજ્ઞાન કોઈ એક પક્ષમાં પણ હોઈ શકે છે.
શબ્દ વગેરે કોઈ એક પદાર્થની નિત્યતા કે અનિત્યતાની પરીક્ષા કરવામાં એકને વાદીને સાધન સામર્થનું જ્ઞાન બીજાને–પ્રતિવાદીને સાધન સામર્થ્યનું અજ્ઞાન જય પરાજ્યનું કારણ નથી બનતું એમ નથી. શબ્દને અનિત્ય સિદ્ધ કરનાર વ્યાપ્તિવાળા હેતુનું જ્ઞાન વાદીને છે, તેવું જ્ઞાન પ્રતિવાદીને નથી. એટલે કે વાદીને અનિત્યને સિદ્ધ કરનાર હેતુનું જ્ઞાન છે અને પ્રતિવાદીને નથી. એમ માત્ર એક પક્ષને પકડવાથી પણ જય પરાજય સંભવી શકે છે, કારણ કે તમારે હિસાબે તો માત્ર જ્ઞાન અને અજ્ઞાન હોવું તે જ તે બન્નેનું કારણ છે. તમારે હિસાબે તો કંઈ સ્વપક્ષને સિદ્ધ કરવાનો નથી અને કંઈ પ્રતિપક્ષનો નિરાસ કરવાનો નથી, વાદીની પ્રતિજ્ઞા તે પક્ષ અને પ્રતિવાદીની પ્રતિજ્ઞા તે પ્રતિપક્ષ જેમકે વાદી કહે “શબ્દો અનિત્યઃ કૃતકત્વાતુ” ત્યારે પ્રતિવાદી કહે “શબ્દો નિત્યઃ શ્રાવણત્વા,” આ બે પક્ષ અને પ્રતિપક્ષની જરૂર ન હોવાથી તેમનું ગ્રહણ કરવું નકામુ નીવડશે. એક પક્ષથી જ ચાલી જાય છે.
હવે એક પક્ષને માનશો તો આપત્તિ એ ઉભી થશે કે જો એક જ સાથે વાદી અને પ્રતિવાદીને સાધનના સામર્થ્યનું જ્ઞાન થઈ જાય તો “યુગપાથનસામથ્થાને" (.. ભા-૨, ૫. ૩૦) વાદી અને પ્રતિવાદીમાંથી કોનો જય અને કોનો પરાજય થશે? કારણ કે બન્નેની પાસે સામર્થનું જ્ઞાન સરખું જ છે (યુગપતુ લખવાનું કારણ એ છે કે જેને કદાચ પહેલા જ્ઞાન થઈ જાય તો તે પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે તે તરત જ પ્રતિવાદીની ઉપર જય મેળવી લેશે. કા.કે. પ્રતિવાદીને હજી જ્ઞાન થયું નથી અને વાદીને તો જ્ઞાન થઈ ગયું છે એટલે તરત જ તેનો જય થઈ જશે. તમારે સ્વપક્ષ સિદ્ધ કરવાની તો કંઈ જરૂર જ નથી, પ્રતિવાદીને સ્વપક્ષ સિદ્ધ કરતા કરતા પણ જ્ઞાન સંભવી શકે છે. એતો તમારે માનવાનું નથી.)
એટલે જયનું કારણભૂત જે જ્ઞાન છે તે બન્નેની પાસે હાજર છે, પણ એકને વિજયી જાહેર કરતા બીજા ઉપર હારનો આક્ષેપ આવી જાય છે, તેથી તમે એકને પણ જય આપી શકશો નહીં. તેમજ (સમીચીન સાધન હોવાથી સાધનના ગુણોનું જ્ઞાન પણ રહેલું છે એનો ફાયદો શું થયો?) બૌદ્ધ એમ કહીશું કે કોઈનો જય પરાજ્ય નહિ થાય, જૈનાતો સત્સાધનવાદીજૈનનું વચનાધિકયનો પ્રયોગ કરવાથી = [અન્વયપ્રયોગ કરી વ્યતિરેક પ્રયોગ કરવાથી અધિક વચન બોલનાર એવા અમોને (જૈનોને) એટલે અન્વયમાં સ્વપક્ષ સિદ્ધ કરવાનું સામર્થ્ય છે, એવું અમોને (જૈનોને) જ્ઞાન હોત તો વ્યતિરેક પ્રયોગ કરત જ નહી, પણ પ્રયોગ કર્યો છે, અધિકવચન બોલ્યા છો, એ જ “અમારામાં સાધનના સામર્થ્યનું પુરેપુરું જ્ઞાન નથી” એવું છતું કરી આપે છે. સાધનસામર્થ્યનું અજ્ઞાન સિદ્ધ (થાય છે.) થવાથી અને તેની જેમ માત્ર એકલા વચનાધિફયનું ઉદ્ભાવન
૬ ૦૭ તા ૨૦ મારે સારુ તe સાયરામ
' આવું યોગ્ય છે.