________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૪
कस्यचित् क्वचिन्निराकाङ्क्षतोपपत्तेः प्रमाणान्तरवत् ।
कथं चास्य कृतकत्वादौ स्वार्थिककप्रत्ययस्य वचनम्, यत्कृतकं तदनित्यमिति व्याप्तौ यत्तद्वचनम्, 'वृत्तिपदप्रयोगादेव चार्थप्रतिपत्तौ वाक्यप्रयोगः अधिकत्वान्निग्रहस्थानं न स्यात् ? तथाविधस्याप्यस्य प्रतिपत्तिविशेषोपायत्वात्तन्नेति चेत्, कथमनेकस्य हेतोरुदाहरणस्य वा तदुपायभूतस्य वचनं निग्रहाधिकरणम् ? । निरर्थकस्य तु वचनं निरर्थकत्वादेव निग्रहस्थानं नाधिकत्वादिति [१२]।
૨૬૧
શંકાકાર : પ્રતિપત્તિમાં દ્રઢતા માટે અને સંવાદની સિદ્ધિ માટે પ્રમાણસંપ્લવ માનવાથી નિગ્રહ નથી થતો. કારણ તેનાથી વિશેષ પ્રયોજનની સિદ્ધ થાય છે.
સમાધાન (જૈનાઃ) આ વાત તો બીજા હેતુ ઉદાહરણ પ્રયોગમાં પણ સમાન છે. કારણ તેમનું પણ વિશેષ પ્રયોજન હોય છે.
આ કેરી પાકેલી છે આના માટે પહેલા ચાક્ષુષપ્રત્યક્ષનો પ્રયોગ કર્યો કે રાતી પીળી જોવા મળી. પછી અહીં હાથથી સ્પર્શ કરી પોચી પોચી લાગી આ સ્પાર્શનપ્રત્યક્ષ પ્રમાણ પણ તેજ કેરીને પાકી સિદ્ધ કરવામાં જ લાગું પાડ્યું, આ પ્રમાણસંપ્લવ કહેવાય.
શંકાકાર : આવું માનવાથી તો અનવસ્થા આવશે. એટલે પહેલાં હેતુને પુષ્ટ કરવા બીજા હેતુનો પ્રયોગ કર્યો, તેમ બીજા હેતુને પુષ્ટ કરવા ત્રીજા હેતુનો પ્રયોગ કરવો પડશે, એમ પછી પછીના હેતુની પુષ્ટિ માટે ઉત્તરોત્તર હેતુનો પ્રયોગ કરતા થાકી જશો, પણ છેડો નહિ આવે.
[પ્ર. જ્યાં એક સાધ્યની સિદ્ધિમાટે એક હેતુ કે ઉદાહરણનો પ્રયોગ કરીને અન્ય હેતુ કે ઉદાહરણનો પ્રયોગ કરી તે સાધ્યને સિદ્ધ કરે તો અધિક નિગ્રહસ્થાન થાય છે. પણ ત્યાં અનવસ્થા દોષ કેવી રીતે આવે ? કા.કે. જે અન્ય હેતુ કે ઉદાહરણનો પ્રયોગ કર્યો છે તે સાધ્યની પ્રતિપત્તિમાં દૃઢતા લાવવા માટે છે. જો પહેલા હેતુમાં ખામી હોય તેને પુષ્ટ કરવા માટે પ્રયોગ કર્યો હોય તો અનવસ્થા દોષ આવે. જેમ પ્રમાણસંપ્લવમાં કેરીની પક્વતાને જસાધ્યને સિધ્ધ કરવા માટે બીજું સ્પાર્શન પ્રત્યક્ષરૂપ પ્રમાણાન્તર લાગું પડ્યું, પરંતુ ચાક્ષુષપ્રત્યક્ષને સિદ્ધ કરવા નથી લગાડ્યું. એટલે “જે પોતે પહેલા અસિદ્ધ હોય અને તેને સિદ્ધ કરવા પુનઃતત્સજાતીયનો પ્રયોગ કરીએ ત્યાં અનવસ્થા આવે છે” જેમ → કેરી પાકી કેમ છે ? રાતી પીળી દેખાતી હોવાથી, રાતીપીળી કેમ છે ? કૃષ્ણાદિનીલાદિ વર્ણો ઉપલબ્ધ ન થતા હોવાથી, પુનઃ તે હેતુને પુષ્ટ કરવા નવો હેતુ આપે એવું માનીને શંકાકારે અનવસ્થાની શંકા કરી છે, તેના મગજમાં એમ બેસી ગયું કે હેતુ અપુષ્ટ હોય છે, માટે બીજો હેતુ મૂક્યો છે, તે પણ અપુષ્ટ જ હશે, કારણ કે તે પણ હેતુ છે, એમ બધા જ હેતુ અપુષ્ટ હોવાથી લંગાર ચાલુ જ રહેશે.]
સમાધાન : ક્યાંક આકાંક્ષાની સમાપ્તિ સંભવી શકતી હોવાથી આ અનવસ્થા દોષ નહીં આવે. જેમ પ્રમાણાન્તરની પ્રવૃત્તિની સમાપ્તિ થાય છે, કોઈ વાતને સિદ્ધ કરવા પ્રમાણ આપીને તેની સિદ્ધિ માટે બીજું પ્રમાણ આપીએ, આખરે ક્યાંક સંતોષ થઇ જતો હોવાથી પરંપરા ચલાવવી પડતી નથી. શબ્દ અનિત્ય છે. કૃતક હોવાથી, કૃતક કેમ છે ? તેની સિદ્ધિ માટે કહીએ કે “તાલુ-ઓષ્ઠ સંયોગ વગેરેથી પ્રયત્ન કરીએ ત્યારે પેદા થાય છે માટે” આ પ્રમાણાન્તર દર્શાવતા સંતોષ થઇ જવાથી નવા પ્રમાણાન્તરની જરૂર પડતી નથી. “આ વીતરાગી છે. “ઉદાસીન ભાવે ક્રિયા કરતો હોવાથી” “કેવલજ્ઞાની હોવાથી,” “ઘાતી કર્મનો ક્ષય થયેલ હોવાથી” બસ આવાં બે ચાર હેતુ આપી દઇએ તો સાધ્ય સિદ્ધિમાં દ્રઢતા આવી જાય છે.
વળી કૃતકત્વ આદિ હેતુઓમાં સ્વાર્થનો ‘ક' પ્રત્યય લગાડીને પ્રયોગ કરવામાં આવ્યો છે.
१-० चनयृ ० - ० । २ कृतकानित्यमिति वृत्तिपदम् ।