________________
૨૬૬ /૨/૧,૩૪
પ્રમાણમીમાંસા
६ ९९. निग्रहप्राप्तस्यानिग्रह: पर्युनुयोज्योपेक्षणं नाम निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसि' इत्येवं वचनीयस्तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुयोज्योपेक्षणेन निगृह्यते । एतच्च 'कस्य निग्रहः' इत्यनुयुक्तया परिषदोद्धावनीयं न त्वसावात्मनो दोषं विवृणुयात् 'अहं निग्राह्यस्त्वयोपेक्षितः' इति । एतदप्यज्ञानान भिद्यते [१९]
હુ ૨૦૦. “નિગ્રહસ્થાને નિહાનાનુયોગો નિનુયોજાનુયો:” [ચા ક.૨.૨૨] નામ निग्रहस्थानं भवति । उपपन्नवादिनमप्रमादिनमनिग्रहार्हमपि 'निगृहीतोऽसि' इति यो बूयात्स एवाभूतदोषोद्भावनान्निगृह्यते । एतदपि नाज्ञानाद्वयतिरिच्यते [२०] ।
१०१. "सिद्धान्तमभ्युपेत्यानियमात्कथाप्रसङ्गोऽपसिद्धान्तः" [न्यायसू० ५२.३] नाम निग्रहस्थानं भवति । यः प्रथमं कञ्चित् सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते । વડે વ્યભિચારિતા દેખીને એટલે કે પુરુષત્વ હેતુને પોતે જ્યાં નથી ત્યાં પણ જોઈને સને પ્રતિવાદી કહે કે આપના પક્ષમાં પણ આ દોષ સમાન છે, કારણ તમે પણ પુરૂષ છો. એમ ચોરત્વ સાથે પોતાનામાં હતું, તેનાં વિપક્ષભૂત વાદીમાં હેતુ રહેલો જણાવી દોષનું આરોપણ કરવામાં આવ્યું હોવાથી અહીં હેતુની વ્યભિચારિતા જ પ્રગટ કરવામાં આવી રહી છે. (વાદી પ્રતિવાદીમાં ચૌરત્વ સાધ્યનીસિદ્ધિ કરવા માંગે છે, તેથી તે પ્રતિવાદી પક્ષ થયો, અને પ્રસિદ્ધ ચૌર તે સપક્ષ છે, અને વાદી પોતાને તો ચૌર નથી માનતો એટલે પોતે અને બીજા સાહુકાર પણ વિપક્ષ ભૂત છે, પણ ત્રણેમાં પુરુષત્વ હેતુ રહેલો હોવાથી વ્યભિચાર આવે છે.)
૯૯ પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહ પ્રાપ્તનો નિગ્રહ ન કરતાં પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન લાગુ પડે છે. જે નિગ્રહ સ્થાન પ્રાપ્ત થયો હોય, તેને અવશ્ય પ્રેરવો જોઈએ કે તમારે આ નિગ્રહસ્થાન લાગુ પડે છે કે જેથી તે નિગૃહીત બની જાય છે. એમ કહેવું જોઈએ, તેની ઉપેક્ષા કરી જે તેને નિગૃહીત ન કરે તે આનાથી નિગૃહીત થાય છે. “કોનો નિગ્રહ થયો’ એમ પૃચ્છા કરવા દ્વારા આ વાત સભા સમક્ષ પ્રગટ કરવી જોઈએ. એટલે જેનો નિગ્રહ થતો હોય તેનું નામ બતાવવું જોઈએ. કારણ કોઈ પણ પોતાનો દોષ જાતે તો જાહેર નહિ કરે, કે “હું નિગ્રહ પ્રાપ્ત છું” તે તો ઉપેક્ષા કરશે, પરંતુ જો વાદી નિગૃહીત બને તો પ્રતિવાદીએ કહેવું જોઈએ કે આ વાદી આ નામના નિગ્રહસ્થાનથી નિગૃહીત બને છે. અનુયુવતિ, અનુવા-ન, પૂછા, પરીક્ષા હિં
જૈના: આ પણ અજ્ઞાનથી અલગ નથી, કારણ કે પોતાને ખ્યાલ ન આવ્યો તેથી જ તો સામેની વ્યક્તિને નિગૃહીત જાહેર ન કરી શક્યો. નહીતર આવો ક્યો વિક્લેચ્છ વાદી કે પ્રતિવાદી હોય કે પોતાને ખ્યાલ આવી જાય કે પ્રતિવાદી દોષિત બન્યો છે, છતાં પોતે જાહેર ન કરે? - ૧૦૦. નિરyયોજ્યાનુયોગ નિગ્રહસ્થાનને પ્રાપ્ત ન થવા છતાં નિગ્રહસ્થાન પ્રાપ્તિનો આરોપ લગાડવો તે. જે યુક્તિયુક્ત વાદ કરનાર હોય, અપ્રમાદી હોય અને નિગ્રહ માટે યોગ્ય ન હોય તે વ્યક્તિને “તું નિગૃહીત થયો છે” એમ જે બોલે તે અસભૂત દોષનું ઉદ્દભાવન કરનાર હોવાથી આ નિગ્રહ સ્થાનથી નિગૃહીત બને છે.
જેના આ પણ અજ્ઞાનથી જુદુ પડતું નથી. કારણ કે વાદીમાં દોષ નથી છતાં દોષનો ભ્રમ થયો એટલે અયથાર્ય અનુભવ = અજ્ઞાન જ થયું ને.
૧૦૧. અપસિદ્ધાંતનકોઈક સિદ્ધાન્તનો સ્વીકાર કરી તેના નિયમથી વિરુદ્ધ કથા કરવી તે અપસિદ્ધાંત નામનું નિગ્રહ સ્થાન બને છે. કોઈ પણ વાદી પહેલાં કોઇક સિદ્ધાંતનો સ્વીકાર કરીને કથાનો પ્રારંભ કરે છે.
૨-૦થાના
૦-૬-પ૦