________________
૨૫૮ /૨/૧/૩૪
પ્રમાણમીમાંસા पदार्थापेक्षया, [वर्णार्थापेक्षया ] वर्णस्यापि त दस्तु प्रकृतिप्रत्ययादिवत्, न खलु प्रकृतिः केवला पदं प्रत्ययो वा । नाप्य'नयोरनर्थकत्वम् । अभिव्यक्तार्थाभावादनर्थकत्वे, पदस्यापि तत् स्यात् । यथैव हि प्रकृत्यर्थः प्रत्ययेनाभिव्यज्यते प्रत्ययार्थश्च प्रकृत्या तयोः केवलयोरप्रयोगात् तथा देवदत्तस्तिष्ठतीत्यादिप्रयोगे स्याद्यन्तपदार्थस्य त्याद्यन्तपदार्थस्य च स्त्याद्यन्तपदेनाभिव्यक्तेिः केवलस्याप्रयोगः । पदान्तरापेक्षस्य पदस्य सार्थकत्वं प्रकृत्यपेक्षस्य प्रत्ययस्य तदपेक्षस्य च प्रकृत्यादिवर्णस्य समानमिति [ ९॥
९०. प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लङ्घयावयवविपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति, स्वप्रतिपत्तिवत् परप्रतिपत्तेर्जनने परार्थानुमाने क्रमस्याप्यङ्गत्वात् । एतदप्यपेशलम्, प्रेक्षावतां प्रतिपत्तणामवयवक्रमनियम विनाप्यर्थप्रतिपत्त्युपलम्भात् । ननु य थापशब्दाच्छ्ताच्छब्दस्मरणं ततोऽर्थप्रत्यय इति शब्दादेवार्थप्रत्ययः परम्परया तथा प्रतिज्ञाद्यवयवव्युत्क्रमात तत्क्रमस्मरणं ततो वाक्यार्थप्रत्ययो न पुनस्तद्वयुत्क्रमात्, इत्यष्यसारम्, एवंविधप्रतीत्यभावात् । यस्माद्धि शब्दादुच्चरितात् यत्रार्थे प्रतीतिः स एव तस्य वाचको नान्यः, अन्यथा शब्दात्तत्क्रमाच्चापशब्दे तदव्यतिक्रमे च स्मरणं ततोऽर्थप्रतीतिरित्यपि वक्तुं शक्येत । एवं शब्दान्वाख्यानवैयर्थ्यमिति चेत्,
શંકાકાર : વાક્યર્થની અપેક્ષાએ પદ ભલે નિરર્થક હોય, પરંતુ પદાર્થની અપેક્ષાએ તે સાર્થક છે જ. અર્થાત્ વાક્યથી પ્રગટ થનારો અર્થ પદથી પ્રગટ નથી થતો, તથાપિ પદ પોતાનો અર્થ તો પ્રગટ કરે જ છે. જેમ “ગાય ઘોડા હાથી” આ પદ સમૂહ છે, પણ ગાય વગેરેનું શું કરવાનું છે? ઈત્યાદિ વાક્યર્થનો બોધ તો નથી થતો. પણ ગાય વગેરે પદ' ગાય વગેરે પદાર્થને તો જણાવનારાં છે જ. એથી પદોને નિરર્થક ન કહી શકાય.
સમાધાનઃ તો આ વાત વર્ણની બાબતમાં પણ માનવી જોઈએ. અર્થાત્ પદથી વ્યક્ત થનાર અર્થ વર્ણથી પ્રગટ ન થવા છતાં વર્ણ પોતાનો અર્થ તો પ્રગટ કરે જ છે. જેમ પ્રકૃતિ મૂળ શબ્દ અને પ્રત્યય, એટલે એકલી પ્રકૃતિને કે એકલા પ્રત્યયને પદ કહેવાતા નથી. છતાં પણ ભી હી વગેરે પ્રકૃતિ-ધાતુઓ અને તિ,અ,ણ,ટ, વગેરે પ્રત્યયો સાર્થક તો છે જ. ધાતુપાઠના આધારે ધાત્વર્થનો અને સૂત્ર પ્રમાણે સૂત્રવિહિત અર્થનો સંકેત પ્રકૃતિપ્રત્યય કરે જ છે. જો વ્યક્ત અર્થ પ્રગટ કરતા ન હોવાથી તેમને નિરર્થક માનશો, તો પદ પણ વાક્યનાં જેવો વ્યક્ત અર્થ પ્રગટ કરતાં નથી, તેથી પદ પણ નિરર્થક બની જશે.
જેમ પ્રકૃતિનો અર્થ પ્રત્યયથી વ્યક્ત થાય છે અને પ્રત્યયનો અર્થ પ્રકૃતિથી, આ કારણે તે બન્નેનો જુદો જુદો પ્રયોગ થતો નથી. તેમ “દેવદત્તતિષ્ઠતિ ઇત્યાદિ પ્રયોગમાં સ્વાદ્યન્ત પદાર્થનો–દેવદત્તનો અર્થ ત્યાઘન્તપદથી અને ત્યાદ્યન્તપદાર્થનો-તિષ્ઠતિનો સ્વાદ્યન્ત પદથી અર્થ પ્રગટ થતો હોવાથી તેમનો એકલાનો પ્રયોગ થતો નથી. જો તમે એમ કહેશો કે પદાન્તર સાપેક્ષ પદ સાર્થક હોય છે, તો અમે કહીશું કે પ્રકૃતિ સાપેક્ષ પ્રત્યય, પ્રત્યય સાપેક્ષ પ્રકૃતિ આદિ વર્ણ (પરસ્પર સામેલવણ) પણ સાર્થક હોઈ શકે છે. આમ અપાર્થક નિગ્રહસ્થાન નિરર્થક નિગ્રહ સ્થાનથી અલગ નથી. lલા
૯૦. –અપ્રાપ્તકાલ: પહેલાં પ્રતિજ્ઞા પછી હેતુ પછી ઉદાહરણ પછી ઉપનય અને પછી નિગમનનો પ્રયોગ અનુમાનમાં કરવામાં આવે છે. આ ક્રમનું ઉલ્લંઘન કરી અવયવોનો ઉલટ-સુલટ અનુમાન પ્રયોગ કરતા અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન થાય છે. ૨ -૦ણા તાપ - 1 ૨ અર્થવાક્ ૩ પ્રતિકાત્યાયો: ૪ ૪ ફૂપાનો૦ –તા૧ ચ શાહ -