________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૪
૨૫૭ ६८८. पूर्वापरासङ्गतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थमपार्थकं नाम निग्रहस्थानं भवति । यथा दश दाडिमानि षडपूपा इत्यादि । एतदपि निरर्थकान भिद्यते । यथैव हि गजडदबादौ वर्णानां नैरर्थक्यं तथात्र' पदानामिति । यदि पुनः पदनैरर्थक्यं वर्णनैरर्थक्यादन्यत्वान्निग्रहस्थानान्तरं तर्हि वाक्यनरर्थक्यस्याप्याभ्यामन्यत्वान्निग्रहस्थानान्तरत्वं स्यात् पदवत्पौर्वापर्येणाऽप्रयुज्यमानानां वाक्यानामप्यनेकधोपलभ्यात्
"शङ्खः कदल्यां कदली च भेाँ तस्यां च भेर्यां सुमहद्विमानम् ।
तच्छङ्खभेरीकदलीविमानमुन्मत्तगङ्गप्रतिमं बभूव ॥" इत्यादिवत् । ६८९. यदि पुनः पदग्नैरर्थक्यमेव वाक्यनरर्थक्यं पदसमुदायात्मकत्वात् तस्य, तर्हि वर्णनैरर्थक्यमेव पदनैरर्थक्यं स्यात् वर्णसमुदायात्मकत्वात् तस्य । वर्णानां सर्वत्र निरर्थकत्वात् पदस्यापि तत्प्रसङ्गश्चेत्, तर्हि पदस्यापि निरर्थकत्वात् तत्समुदायात्मनो वाक्यस्यापि नैरर्थक्यानुषड्गः । पदस्यार्थवत्त्वेन( वत्त्वे च) બન્નેના=વાદી પ્રતિવાદીના સિદ્ધાન્તના જાણકાર છે.
વાદી જો સાધ્ય માટે અનુપયોગી એવો પ્રલાપમાત્ર કરે અને તેનું પ્રતિવાદી અને પર્ષદાને જ્ઞાન ના થાય તો તે વર્ણક્રમનાં નિર્દેશની જેમ નિરર્થક બની જશે, પણ અવિજ્ઞાતાર્થ નહીં કહેવાય. તેથી આ નિરર્થકથી ભિન્ન નથી. માટે નિરર્થકમાં આપેલી આપત્તિથી જ આનો નિરાશ થઈ જશે. ll૮
૮૮. અપાર્થક ) પૂર્વાપર અસંગત પદોના સમૂહનો પ્રયોગ કરવાથી વાક્યનો અર્થ જ સિદ્ધ ન થાય તેવો પ્રયોગ અપાર્થક નિગ્રહસ્થાન કહેવાય છે. જેમ દશ દાડમ છ પૂડલા ઇત્યાદિ.
જૈનાઃ આ પણ નિરર્થકથી ભિન્ન નથી. જેમ નિરર્થકમાં ગજડબાદિ વર્ષો અર્થ વગરનાં છે. તેમ અહીં પદો નિરર્થક છે.
નૈયા ? અહીં પદોમાં નિરર્થકતા છે, ત્યાં વર્ષોમાં નિરર્થકતા છે, માટે બને નિગ્રહસ્થાન ભિન્ન છે.
જૈના: તો પછી વાક્યની નિરર્થકતા વર્ણ અને પદોની નિરર્થકતાથી ભિન્ન હોવાથી એક વળી અન્ય નિગ્રહ સ્થાન માનવું પડશે. કારણ કે પદની જેમ એક બીજાથી આગળ પાછળ અસંગત પ્રયોગ કરાતાં નિરર્થક વાક્યો પણ અનેક પ્રકારે જોવા મળે છે.
જેમકે: “કદળીમાં શંખ છે.” ભેરીમાં કાળી છે, તે ભેરીમાં ઘણું મોટું વિમાન છે. તે શંખ,ભેરી, કદની અને વિમાન ઉન્મત્ત ગંગા સમાન થઈ ગયા.” વગેરે ઘણા આવા વાક્યો હોઈ શકે છે.
૮૯. નૈયાઃ વાક્યોની નિરર્થકતા પદોની જ નિરર્થકતા છે, એમ માનવું જ જોઈએ, કારણ વાક્ય પદના સમૂહરૂપે છે. તો વર્ણોની નિરર્થકતા વડે પદોની પણ નિરર્થકતા થઇ જશે, કારણ પદો વર્ણ સમુદાયાત્મક છે.
શંકાકાર : વર્ણો તો સર્વત્ર નિરર્થક જ હોય છે, તેથી તમારી વાત માનતા પદોને પણ સર્વત્ર નિરર્થક : માનવાનો પ્રસંગ આવશે. -----
સમાધાન: એકલા પદ પણ વિશેષ અર્થ બતાવવા સમર્થ નથી માટે સર્વત્ર નિરર્થક છે, તેથી પદોનો સમૂહ સ્વશ્ય-વાક્ય પણ નિરર્થક થઈ જશે. १ साध्यानुपयोगित्वात् । २ वर्णपदनरर्थक्याभ्याम् । ३ दश दाडिमानि षडपूपा इत्यत्र तु पदानामेव नैरर्थक्यम् न वाक्यस्य क्रियाया अश्रावणत्वात् (अश्रवणात्)।