________________
૨૫૬ /૨/૧/૩૪
પ્રમાણમીમાંસા
६८७. यत् साधनवाक्यं दूषणवाक्यं वा विरभिहितमपि परिषत्प्रतिवादिभ्यां बोढुं न शक्यते तत् अविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । अत्रेदमुच्यते-वादिना त्रिरभिहितमपि वाक्यं परिषत्प्रतिवादिभ्यां मन्दमतित्वादविज्ञानम्, गूढाभिधानतो वा, द्रुतोच्चाराद्वा ? प्रथमपक्षे सत्साधनवादिनाऽप्येतन्निग्रहस्थानं स्यात्, तत्राप्यनयोर्मन्दमतित्वेनाविज्ञातत्वसम्भवात् । द्वितीयपक्षे तु पत्रवाक्यप्रयोगेऽपि तत्प्रसङ्गः, गूढाभिधानतया परिषत्प्रतिवादिनोर्महाप्राज्ञयोरप्यविज्ञातत्वोपलम्भात् । अथाभ्यामविज्ञातमप्येतत् वादी व्याचष्टे, गूढोपन्यासमप्यात्मनः स एव व्याचष्टाम्, अव्याख्याने तु जयाभाव एवास्य, न पुनर्निग्रहः, परस्य पक्षसिद्धेरभावात् । द्रतोच्चारेप्यनयोः कथञ्चित् ज्ञानं सम्भवत्येव, सिद्धान्तद्वयवेदित्वात् । साध्या नुपयोगिनि तु वादिनः प्रलापमात्रे त योरविज्ञानं नाविज्ञातार्थं वर्णक्रमनिर्देशवत् । ततो नेदमविज्ञातार्थ निरर्थकाद्भिद्यत इति ८।। ઉપયોગી–અર્થવાનું બને જ છે. “વય સ્વાહા” એમ વર્ણ માત્રનો પણ પૂનાદિમાં ઉપયોગ થાય છે. એટલે વર્ણ સર્વથા અર્થ શુન્ય તો નથી. બીજો પક્ષ અંગીકાર કરશો તો બધા નિગ્રહસ્થાન નિરર્થક બની જશે. કારણ તે તે નિગ્રહસ્થાન સાધ્યની સિદ્ધિમાં ઉપયોગી નથી. માટે જ તો તે નિગ્રહસ્થાન કહેવાય છે. એમ સાધ્ય સિદ્ધિની અનુપયોગિતા બધામાં સમાન હોવાથી બધા નિરર્થક નિગ્રહસ્થાન રૂપ બની જશે. થોડા ઘણાં ભેદનાં કારણે તેને અલગ માનશો તો ખખ અવાજ કરવો, હાથ પછાડવો, કાંખ થપથપાવવી ઈત્યાદિનો વાદમાં ઉપયોગ વાદીપ્રતિવાદી દ્વારા કરવામાં આવે જ છે. પણ તે સાધ્ય માટે ઉપયોગી નથી. તેથી તેમને પણ અલગ નિગ્રહસ્થાન માનવા પડશે. IIણા
૮૭. અવિજ્ઞાતાર્થ જે સાધનવાક્ય કે દૂષણવાક્ય ત્રણવાર બોલવા છતાં પર્ષદા અને પ્રતિવાદી સમજી ન શકે તે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન છે.
જૈનાઃ અહીં આ પૂછવામાં આવે છે કે વાદી દ્વારા ત્રણવાર વાક્ય બોલવા છતાં સભા અને પ્રતિવાદી મંદબુદ્ધિના કારણે ન સમજી શક્યા? કે ગૂઢશબ્દોના પ્રયોગના કારણે? કે ઝડપી બોલી જવાથી? ત્યાં પહેલો પક્ષ માનતાં સસાધનનો પ્રયોગ કરનારને આ નિગ્રહસ્થાન લાગુ પડી જશે. કારણ તત્ર=સત્ સાધનનો પ્રયોગ કરવા છતાં પણ મંદમતિના કારણે બન્નેને સમજ ન પડે એ સંભવી શકે છે. બીજો પક્ષ સ્વીકારતાં પત્રવાક્યમાં પણ આ દોષ માનવો પડશે. કારણ કે પત્રવાક્યમાં ગૂઢ શબ્દોનો પ્રયોગ હોવાથી મહાપ્રાશ સભા અને પ્રતિવાદી પણ તેને સમજી નથી શકતા.
નૈયાઃ સભા અને પ્રતિવાદી પત્ર વાક્યના જે પદને સમજી નથી શકતા, તેની વ્યાખ્યા સ્વયં વાદી કરી લે છે. એથી પત્રવાકયમાં આ દોષની આપત્તિ નથી.
જૈનાઃ તો ગૂઢસાધ્ય-સાધન વાક્યની વ્યાખ્યા પણ વાદી પોતે કરી દેશે. વ્યાખ્યા નહિ કરે તો તેને જય જ પ્રાપ્ત નહીં થાય. પણ તે કાંઇ નિગૃહીત થતો નથી. કારણ કે પ્રતિવાદીનાં પક્ષની સિદ્ધિ થઈ નથી.
ત્રીજો પક્ષ ઝડપી બોલવા છતાં તે બન્નેને થોડુ કંઈક તો જ્ઞાન અવશ્ય થશે, કારણ આખરે તેઓ १ गूढानां शब्दानामभिधानम् । २ सत्साधनेपि । ३ अविज्ञातत्वप्रसङ्गः । ४ प्रहेलिकादिकम् । ५ पत्रवाक्यम् । ६ साध्यवाक्यम् । ७ सिद्धान्तवेदि० - डे । ८ अथ निग्रहवादीएवं बूयात् वादिनः प्रलापमात्रम् अविज्ञातस्य लक्षणम् इत्याशङ्कायामाह (?) । ९ कर्तरि પી (?) | ૨૦ જ્ઞાતિ ના તા .