Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 270
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ ૨૫૫ असमर्थेऽपि प्रतिवादिनः पक्षसिद्धौ तत् निग्रहाय स्यादसिद्धौ वा ? । प्रथमपक्षे तत्पक्षसिद्धरेवास्य निग्रहो न त्वरेतो निग्रहस्थानात् । द्वितीयपक्षेऽप्यतो न निग्रहः पक्षसिद्धेरुभयोरप्यभावादिति ६ । ६८६. अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमात्रं निरर्थकं नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः कचटतपानां गजडदबत्वाद् घझढधभवदिति । एतदपि सर्वथार्थशून्यत्वान्निग्रहाय कल्पेत, साध्यानुपयोगाद्वा?। तत्राद्यविकल्पोऽयुक्तः, सर्वथार्थशून्यशब्दस्यैवासम्भवात्, वर्णक्रमनिर्देशस्याप्यनुकार्येणार्थेनार्थवत्त्वोपपत्तेः। द्वितीयविकल्पे तु सर्वमेव निग्रहस्थानं निरर्थकं स्यात् साध्यसिद्धावनुपयोगित्वाविशेषात् । किञ्चिद्विशेषमात्रेण भेदे वा खाट्कृतहस्तास्फालनकक्षापिट्टितादेरपि साध्यानुपयोगिनो निग्रहस्थानान्तरत्वानुषङ्ग इति ७। કારણ પોતાનાં સાધ્યને સિદ્ધ કરી લીધા પછી તે નાચવા લાગે તો પણ કોઈ દોષ નથી. અન્ય માણસોની જેમલોકો પોતાનું કોઈ ઈષ્ટ કાર્ય સિદ્ધ થતાં નાચવા લાગે છે તે કાંઇ દોષ કહેવાતો નથી. નહીતર રજોહરણ હાથમાં આવતા નાચનાર મુમુક્ષુને પણ દોષ આવશે. - હવે જો વાદીએ અસમર્થ સાધન કે દૂષણનો પ્રયોગ કર્યો હોય તો પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થતાં વાદી નિગૃહીત થશે કે સિદ્ધ ન થવા છતાં પણ નિગૃહીત થઈ જશે? જો પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થવાથી વાદી નિગૃહીત થાય છે, એમ હોય તો પ્રતિપક્ષની સિદ્ધિ સ્વપક્ષની અસિદ્ધિરૂપ પરાજ્ય નામના નિગૃહસ્થાનથી પોતે નિગૃહીત બની જશે. પરંતુ આ અર્થાન્તર નામના નિગ્રહસ્થાનથી નિગૃહીત નહિ થાય. બીજો પક્ષ– પ્રતિવાદીનાં પક્ષની સિદ્ધિ ન થવા છતાં તેનો નિગ્રહ થાય છે, એવો સ્વીકાર કરશો તો નિગ્રહસ્થાનથી નિગ્રહ ન થઈ શકે; કારણ બનેને સ્વપક્ષની સિદ્ધિ થઈ નથી. એટલે કોઈનો જય કે પરાજ્ય નિશ્ચિત થતો નથી. એટલે કે મેચ ડ્રો થઈ. all ૮૬. નિરર્થક અભિધેય રહિત વર્ણાનુપૂર્વી માત્રનો પ્રયોગને નિરર્થક નિગ્રહસ્થાન કહેવાય છે. અર્થાત્ અનુક્રમથી એવા વર્ણોનો ઉચ્ચાર કરવો કે જેમનો કોઈ અર્થ ન નીકળે. જેમકે : “શબ્દ અનિત્ય છે,કચટતપનું ગજડબ હોવાથી ઘ,ઝ,ઢ,ધ,ભની જેમ.” જૈના: આને સર્વથા અર્થશૂન્ય હોવાથી નિગ્રહ માટે માનો છો કે સાધ્યમાં ઉપયોગી ન હોવાથી? પહેલો પક્ષ યુક્ત નથી. સર્વથા અર્થ શૂન્ય શબ્દનો સંભવ જ નથી. વર્ણ ક્રમનો નિર્દેશ પણ અનુકાર્ય અર્થથી અર્થવાનું હોય જ છે. વર્ણમાલા કેવી હોય છે ? તું અનુક્રમથી ઉચ્ચારકર, ત્યારે વર્ણમાલાના નિર્દેશ માટે, ઉચ્ચારમાટે આ વર્ણનો ક્રમ ઉપયોગી બને છે, અનુકાર્ય–જેવી લીપિ કે શબ્દ તેવું જ ઉચ્ચારાત્મક કાર્ય જેમકે “ક'લખેલો હોય તો તેનો કોઈ અર્થ વિશેષની અપેક્ષા રાખ્યા વગર માત્ર તે “કને આશ્રયી કાર્ય કરવું તે. માત્ર તે શબ્દ કે વર્ણનો અનુક્રમચી ઉચ્ચાર કરવો જેનો કોઈ ભલે અર્થ ન નીકળતો હોય, સખિ અને પતિથી ડિનો ઔ થાય છે, અહીં કાંઈ તેમનો અર્થ ઉપયોગી નથી, પણ આવા અનુક્રમ વર્ણવાળા = સ પછી નિ હોય, ૫ પછી તિ હોય આ શબ્દથી ડિનો ઓ કરવાનો. એમ પદને અંતે ચ અને જ નો ક અને ગ થાય છે, એમ માત્ર આ બધામાં અનકાર્યરૂપે તે તેવર્ણ ઉપયોગી છે. તે તે વર્ષની સત્તામાત્ર ઉપયોગી છે. અર્થાત આવાં નિર્દેશથી પણ કોઈકનું અનુકરણ તો જણાય જ છે. જેમ તે ગજsદબ વણ ઉચ્ચારીને ગયો. શિશુને શિખવવા માટે પણ વર્ણ ક્રમ ઉલ્ટો સુલટો કરીને પૂછવામાં આવે છે. ઈત્યાદિ કાર્યમાં વર્ણ નિર્દેશ પણ ૨ પાનામ્ (2) અર્થાતરમ્ | ૨ -ofણહિલ - છેર અથડાત્ T ૪ ફેન કાડ્ડ-જે જે વા પદ્યુત-૫-0 I

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322