Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૪ /૨/૧/૩૪ પ્રમાણમીમાંસા दुषण ६ ८४. अविशेषाभिहिते हेतौ प्रतिषिद्धे तद्विशेषमभिदधतो हेत्वन्तरं नाम निग्रहस्थानं भवति । तस्मिन्नेव प्रयोगे तथैव सामान्यस्य व्यभिचारेण दूषिते-'जातिमत्त्वे सति' 'इत्यादिविशेषमुपाददानो हेत्वन्तरेण निगृहीतो भवति । इदमप्यतिप्रसृतम्, यतोऽविशेषोक्ते दृष्टान्ते उपनये निगमने वा प्रतिषिद्धे विशेषमिच्छतो दृष्टान्ताद्यन्तरमपि निग्रहस्थानान्तरमनुषज्येत, तत्राप्याक्षेपसमाधानानां समानत्वादिति ५। ६८५. प्रकृतादर्थादर्थान्तरं तदनौपयिकमभिदधतोऽर्थान्तरं नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः। कतकत्वादिति हेतुः । हेतुरिति हिनोतेर्धातोस्तुप्रत्यये कदन्तं पदम् । पदं च नामाख्यातनिपा सर्गा इति प्रस्तुत्य नामादीनि व्याचक्षाणोऽर्थान्तरेण निगृह्यते । एतदप्यर्थान्तरं निग्रहस्थानं समर्थे सा वा प्रोक्त निग्रहाय कल्पेत, असमर्थवा ? । न तावत्समर्थ, स्वसाध्यं प्रसाध्य नत्यतोऽपि दोषाभावाल्लोकवत् । પોતાની પ્રતિજ્ઞાનો અપલાપ કરવાથી વાદી પરાજ્ય પામે છે. જૈના – આ પણ પ્રતિજ્ઞા હાનિથી જુદો પડતો નથી. પોતાનાં હેતુને અનૈકાન્તિક જાણી પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે. એટલે પ્રતિજ્ઞાનો ત્યાગ તો સરખો જ છે. જો ૮૪. હેવન્તર – વાદીએ વિશેષણ વિના હેતુનો પ્રયોગ કર્યો હોય તેનો પ્રતિવાદી પ્રતિષેધ કરે ત્યારે વાદી હેતુમાં વિશેષણ જોડે તે વખતે હેત્વન્તર નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમ “શબ્દ અનિત્ય” ઇત્યાદિ પ્રયોગમાં પૂર્વની જેમ સામાન્યનાં વ્યભિચારથી હેતુ દૂષિત કર્યો છતે જાતિમત્તે સતિ “આવું વિશેષણ ઐજિયક હેતુને લગાડનાર વાદી હેવન્તર નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. આ વિશેષણ મૂકતાં સામાન્યનો વ્યભિચાર ન આવે, કારણ કે તે માત્ર ઐજિયક છે, પરંતુ જાતિમાનું નથી. જૈના આ પણ બરાબર નથી. કારણ કે વિશેષણ રહિત દષ્ટાંત, ઉપનય, નિગમનનો પ્રતિવાદીએ પ્રતિષેધ કર્યો છતે તેમાં વિશેષણ મૂકતાં–ઇચ્છતાં દષ્ટાંતાંતર, ઉપનયાંતર, નિગમનાંતરને પણ નિગ્રહસ્થાન માનવા પડશે. જ્યાં દર્શતાદિમાં દોષનો આક્ષેપ અને તેમાં વિશેષણ લગાડી સમાધાન કરવું તે બધુ સરખુ જ છે. જેમ “આ સંયમી છે મહાવ્રતધારી હોવાથી,” અભયકુમારની જેમ, અહીં અભયકુમાર તો અન્ય કોઈનું નામ પણ હોઈ શકે જે સંયમી ન હોય, તેથી વ્યભિચાર દૂર કરવા તેમાં શ્રેણિક પુત્ર આવું વિશેષણ મૂકે, ત્યારે દિષ્ટાંતાન્તર નિગ્રહસ્થાન માનવું પડશે. પણ ૮૫ અર્થાન્તર - પ્રસ્તુત અર્થથી અર્થાન્તર–અસંબદ્ધ-પ્રકૃતમાં અનુપયોગીનું કથન કરતાં અર્થાન્તર થાય છે. જેમ “અનિત્ય શબ્દ કૃતક હોવાથી” હેતુ–“હિનોતિ” હિ ધાતુથી તુ પ્રત્યય લાગતાં હેતુ એવું કૃદંત પદ બને છે. નામપદ, આખ્યાત પદ, નિપાત પદ, ઉપસર્ગપદ, એમ પદનાં પ્રકાર છે. એમ કહી નામાદિની વ્યાખ્યા કરતો વાદી અર્થાન્તર નિગ્રહસ્થાનનાં નાગપાશથી બંધાય છે. જૈનાઃ અમે તમને પૂછીએ છીએ કે આ અર્થાન્તર નિગ્રહસ્થાન સમર્થ સાધન કે સમર્થ દૂષણનો પ્રયોગ કરતાં નિગ્રહનું કારણ બને છે, કે અસમર્થ સાધન/દૂષણનો પ્રયોગ કરતા? ત્યાં સમર્થ સાધનનો પ્રયોગ કરવો એટલે પોતાના પક્ષને કોઈ દૂષણ લાગી ન શકે અને સમર્થદૂષણનો પ્રયોગ કરવો એટલે બીજાના પક્ષમાં સાચું દૂષણ આપવું. તેવો પ્રયોગ કર્યા પછી વાદી અર્થાન્તરનું કથન કરે તો તેનું કથન નિગ્રહનું કારણ ન બની શકે. १ -०न्यव्य०-ता ० । २ इति हेत्वन्तरम् । ३ प्रकृतार्थादर्थान्तरम्-डे० । ४ पदं नाम - ता० ।५ प्रत्ययनामा०-डे० ।

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322