________________
૨૫૨ /૨/૧/૩૪
પ્રમાણમીમાંસા युक्तं सामान्यमैन्द्रियकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति । सोऽयम् 'अनित्यः शब्दः' इति 'पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरम् 'असर्वगतः शब्दः' इति कुर्वन् प्रतिज्ञान्तरेण निगृहीतो भवति । एतदपि प्रतिज्ञाहानिवन्न युक्तम्, तस्याप्यनेकनिमित्तत्वोपपत्तेः। प्रतिज्ञाहानितश्चास्य कथं भेदः पक्षत्यागस्योभयत्राविशेषात् ? यथैव हि प्रतिदृष्टान्तधर्मस्य स्वदृष्टान्तेऽभ्यनुज्ञानात् पक्षत्यागस्तथा प्रतिज्ञान्तरादपि । यथा च स्वपक्षसिद्धयर्थं प्रतिज्ञान्तरं विधीयते तथा शब्दानित्यत्वसिद्धयर्थं भ्रान्ति वशात् 'तद्वच्छब्दोऽपि नित्योऽस्तु' इत्यनुज्ञानम्, यथा चाभ्रान्तस्येदं विरुद्धयते तथा प्रतिज्ञान्तरमपि । निमित्तभेदाच्च तद्भेदे अनिष्टनिग्रहस्थानान्तराणामप्यनुषङ्ग:स्यात् । तेषां च तत्रान्तर्भावे प्रतिज्ञान्तरस्यापि प्रतिज्ञाहानावन्तर्भावः स्यादिति २। આધારે વ્યભિચાર આપ્યું છતે જો વાદી બોલે કે સારું સામાન્ય ઈદ્રિય ગ્રાહ્ય હોઈ નિત્ય છે. પણ તે તો સર્વગત છે. પરંતુ શબ્દ તો અસર્વગત છે. તે આ “શબ્દ “અનિત્ય છે,” આવી પૂર્વ પ્રતિજ્ઞાથી અન્ય “શબ્દ અસર્વગત છે” આવી પ્રતિજ્ઞા કરતાં પ્રતિજ્ઞાન્તરથી નિગૃહીત બને છે.
જૈના : આ પણ પ્રતિજ્ઞાહાનિની જેમ યુક્ત નથી, કારણ તેનાં પણ પૂર્વની જેમ અનેક નિમિત્ત સંભવી શકે છે. જ્યારે પ્રતિવાદીએ પ્રતિજ્ઞાત અર્થનો પ્રતિષેધ કર્યો ન હોય છતાં “મારી પ્રતિજ્ઞામાં પ્રતિવાદી દોષ આપશે તો” આવી આશંકા કરીને બોલે કે “શબ્દ તો અસર્વગત છે,” ત્યારે (આશંકા નામનું) પ્રતિજ્ઞાન્તરનું અન્ય નિમિત્ત આવી ગયું ને. વળી પ્રતિજ્ઞાહાનિથી આનો ભેદ કેવી રીતે ? કારણ બન્નેમાં પક્ષ પરિત્યાગ તો સમાન જ છે ને. જેમ પ્રતિદષ્ટાંતનો ધર્મ સ્વપક્ષ–સ્વદેષ્ટાંતમાં સ્વીકારતા પક્ષનો ત્યાગ થાય છે, તેમ પ્રતિજ્ઞાન્તરથી પણ પક્ષ પરિત્યાગ થાય છે. માત્ર ધર્મી શબ્દ એ પક્ષનું લક્ષણ નથી, પરંતુ “સંદિગ્ધ સાધ્યવાળો ધર્મી” પક્ષ છે. પ્રતિજ્ઞાન્તરમાં સાધ્ય બદલાવાથી “શબ્દ અસર્વગત” આવો પક્ષ બની જાય છે. એટલે પૂર્વે કહેલ “શબ્દ અનિત્ય” આવા પક્ષનો પરિત્યાગ થાય છે.
વળી જેમ સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રતિજ્ઞાન્તર–અન્ય પ્રતિજ્ઞા કરાય છે. એટલે હવે ભ્રાતિ વશાત=નવી પ્રતિજ્ઞામાં તો પૂર્વોક્ત દોષ ન રહેવાથી સ્વપક્ષસિદ્ધ થવાની પોતાને સંભાવના હોવાથી તેની જ ધૂનમાં ભ્રાંત બની એવો પ્રયોગ કરી બેસે છે કે “શબ્દ પણ નિત્ય હો” પણ બિચારાને એ ધ્યાન ન રહ્યું કે ઈદ્રિયગ્રાહ્યત્વ હેતુતો નિત્ય સાથે પણ વ્યભિચારી છે, કા.કે. યત્ર યત્ર ઈદ્રિયગ્રાહયત્વે તત્ર નિત્યતં નથી (ઘટાદિમાં ઈદ્રિયગ્રાહ્યત્વ છે, ત્યાં નિત્યત્વ નથી) તેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરવા ભ્રાંતિવશથી તેની (સામાન્યની) જેમ “શબ્દ પણ નિત્ય હો” પાછળથી આવું જ્ઞાન કરી શકે છે–એવી અન્ય પ્રતિજ્ઞાની અનુમતિ છે / થઈ શકે છે; જેને તમે પ્રતિજ્ઞાહાનિ કહો છો. અને જેમ અભ્રાન્ત માણસ માટે આવો પ્રયોગ વિરોધી બને છે, તેમ ભ્રાંતિથી અન્ય પ્રતિજ્ઞા કરે તે પણ વિરૂદ્ધ= અયુક્ત જ કહેવાય. અભ્રાંત માણસ તો “ઈદ્રિયગ્રાહ્ય હેતુ” નિત્યની સિદ્ધિ માટે વ્યભિચારી છે” એવો હેત્વાભાસ દર્શાવી “શબ્દ નિત્ય છે.” પ્રયોગ કરનાર પ્રતિવાદીને નિગૃહીત કરે.
પ્રતિજ્ઞાન્તરમાં પ્રથમ “શબ્દને અનિત્ય છે” એવી પ્રતિજ્ઞા કરી તેમાં પ્રતિવાદીએ દોષ આપતા “શબ્દ અસર્વગત છે” એમ બીજી પ્રતિજ્ઞા કરી. અહીં શબ્દને અસર્વગત બતાવ્યો છે, તે વાત સાચી છે માટે પોતે ભ્રાંતતો ન કહેવાય. પરંતુ પ્રતિજ્ઞા છોડી માટે પ્રતિજ્ઞાન્તર દોષ આવે. જ્યારે પ્રતિજ્ઞાહાનિ વાળો શબ્દને “નિત્ય છે” એમ અસત્ય-વિરોધી પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. અહીં શબ્દ અનિત્ય હોવા છતાં નિત્યરૂપે સ્વીકારવાથી પોતે ભ્રાંત બન્યો કહેવાય. એટલે પૂર્વમાં સ્વપક્ષની સિદ્ધિ માટે અભ્રાંત થઈને પ્રતિજ્ઞા બદલી અને આણે
१ पूर्व प्रति० डे० । २-० त्ततोप० -डे० । ३ यदा प्रतिवादिना अकृतेऽपि प्रति जा[ ता]र्थप्रतिषेधे आशड्क्य( 2 )वोच्यतेऽसर्वगतस्तु शब्द इति तदा अन्यनिमित्तकत्वं प्रतिज्ञान्तरस्य । ४ -० वशात्तच्छब्दो०-डे० । ५ -०नुष्वङ्गः-डे० ।