________________
૨૫૦ /૨/૧/૩૪
પ્રમાણમીમાંસા
इति सूत्रम् । अस्य भाष्यकारीयं व्याख्यानम्-"साध्यधर्मप्रत्यनीकेन धर्मेण प्रत्यवस्थितः प्रतिदृष्टान्तधर्म स्वदृष्टान्तेऽनुजानन् प्रतिज्ञां जहा तीति प्रतिज्ञाहानिः ।। यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वाद् घटवदित्युक्ते परः प्रत्यवतिष्ठते-सामान्यमैन्द्रियकं नित्यं दृष्टं कस्मान्न तथा शब्दोऽपीत्येवं स्वप्रयुक्तहेतोराभासतामवस्यन्नपि कथावसानमकृत्वा प्रतिज्ञात्यागं करोति यौन्द्रियकं सामान्यं नित्यम्, कामं घटोऽपि नित्योऽस्त्विति । स खल्वयं साधनस्य दृष्टान्तस्य नित्यत्वं प्रस जन् निगमनान्तमेव “पक्षं जहाति । पक्षं च परित्यजन् प्रतिज्ञां जहातीत्युच्यते प्रतिज्ञाश्रयत्वात् पक्षस्येति"ભાષ્યકાર વાત્સ્યાયને આની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે... જ્યારે પ્રતિવાદી સાથે ધર્મનાં કોઈક વિરોધી ધર્મથી વાદીનાં હેતુનું નિરાકરણ કરે ત્યારે વાદી વિરોધી દષ્ટાંતનાં ધર્મને સ્વદષ્ટાંતમાં સ્વીકારી લેતા પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે, માટે પ્રતિજ્ઞાહાનિ થાય છે. જેમ વાદીએ પ્રયોગ કર્યો કે “શબ્દ અનિત્ય છે, ઈદ્રિયથી ગ્રાહ્ય હોવાથી” જેમ ઘટ, ત્યારે પ્રતિવાદી દૂષણ આપે છે કે સામાન્ય ઈદ્રિયથી ગ્રાહ્ય છે છતાં નિત્ય છે, તો તેમ શબ્દ પણ નિત્ય કેમ ન હોય? આમ કહેવાથી વાદી પોતે પ્રયોગ કરેલ હેતુની આભાસતા–અનૈકાન્તિકતા જાણતો છતાં કથાનો અંત કર્યા વગર પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે કે “જે સામાન્ય ઈદ્રિય ગ્રાહ્ય હોઈ નિત્ય છે, તો ઘડો પણ ભલે (જરૂર) નિત્ય થાઓ.” એમ વાદી સાધનસ્ય–પોતાનાં પક્ષ સાધક દાંત ઘટમાં નિત્યતાનો પ્રસંગ આપતો નિગમન પર્યન્ત. પક્ષનો જ ત્યાગ કરી દે છે. (આમ કહેવાથી હેતુ અને દગંત અનિત્યતાના વિરોધી થવાથી “શબ્દ અનિત્ય” છે. તેવી પ્રતિજ્ઞાનો જ ત્યાગ થઈ જશે.)
શંકા – અહીં તો અનિત્ય એવા સાધ્યને છોડ્યું છે તો પક્ષને ત્યજે છે એમ કેમ કહો છો?
સમા - સાધક દાંતને નિત્ય માનતો વાદી નિચોડ કાઢતા એમ જ કહેશે ને, કે એટલે “ઘટ નિત્ય છે” એમ નિગમનનો પ્રયોગ કરતો પક્ષને છોડી દે છે ને. વળી સંદિગ્ધ સાધ્યવાળો હોય તે પક્ષ-શબ્દમાં અનિત્યને આશ્રયી સંદેહ હતો, હવે તો તેવો સંદેહ રહેવાનો નથી કા. કે. તે સાધ્ય તો છોડી દેવામાં આવ્યું છે. માટે શબ્દ પક્ષ તરીકે રહેતો નથી. અને પક્ષને છોડતા પ્રતિજ્ઞા છૂટી જાય છે. કા.કે. પક્ષ પ્રતિજ્ઞાનો આશ્રય હોય છે.
(શબ્દની અનિત્યતા રૂપ પક્ષનો ત્યાગ કરે છે.) અને પક્ષનો પરિત્યાગ કરતાં પ્રતિજ્ઞાને જ છોડી દે છે. કારણ પક્ષનો આધાર પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનો પ્રયોગ કરીને તેમાં પણ જરૂરી છે. કારણ પ્રતિજ્ઞાનો એક ભાગ પક્ષ છે. અંગ વિના તો અંગી કેમ રહી શકે? એથી પ્રતિજ્ઞા પણ છૂટી જાય છે. (ચાયભા. પ૨.૨) સપક્ષભૂત ઘટની નિત્યતાની નવી પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞાહાનિ નિગ્રહ સ્થાન છે.)
જૈન નૈયાયિકોનું આ કથન અસંગત છે. ઉપર્યુકત પ્રતિજ્ઞાહાનિ સાક્ષાત્ દૃષ્ટાંત હાનિ રૂપ છે. કારણ
१ वात्स्यायनम् । २ वात्स्यायनभाष्ये तु - "साध्यधर्मप्रत्यनीकेन धर्मेण प्रत्यवस्थिते प्रतिदृष्टान्तधर्म स्वदृष्टन्तेऽभ्यनुजानप्रतिज्ञा जातीति प्रतिज्ञानिः । निदर्शनम्-ऐन्द्रियकत्वादनित्यः शब्दो घटवदिति कृतेऽपर आह दृष्टमैन्द्रियकत्वं सामान्ये नित्ये कस्मान तथा शब्द इति प्रत्यवस्थिते, इदमाह-यौन्द्रियकं सामान्यं नित्यं कामं घटो नित्योस्त्विति । स खल्वयं साधकस्य दृष्यन्तस्य नित्यत्वं प्रसञ्जयनिगमनान्तरमेव पक्षं जाति । पक्षं जहत्प्रतिज्ञा जातीत्युच्यते प्रतिज्ञाश्रयत्वात्पक्षस्येति ।" न्यायभा०५.२.२ भाटि० ।३ प्रतिवादिना पर्यनुयोजितः । ४ वादी। ५-०युक्तस्य हेतो ० -डे० । ६ अनैकान्तिकत्वेन । ७ प्रसञ्जन -० डे० । प्रसज्जयन्-मु०। ८ अभ्युपगतं पक्षम् ।