________________
૨૪૯
પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ 'अप्रतिपत्तिः। द्विधा हि वादी पराजीयते-यथाकर्तव्यमप्रतिपद्यमानो विपरीतं वा प्रतिपद्यमान इति । विप्रतिपत्त्यप्रतिपत्ती एव 'विप्रतिपत्त्यप्रतिपत्तिमात्रम्' 'न' पराजयहेतुः किन्तु स्वपक्षस्यासिद्धिरेवेति । विप्रतिपत्त्यप्रतिपत्त्योश्च निग्रंहस्थानत्वनिरासात् तद्भेदानामपि निग्रहस्थानत्वं निरस्तम्।।
६७९. ते च द्वाविंशतिर्भवन्ति । तद्यथा-१ प्रतिज्ञाहानिः, २ प्रतिज्ञान्तरम्, ३ प्रतिज्ञाविरोधः, ४ प्रतिज्ञासंन्यासः, ५ हेत्वन्तरम्, ६ अर्थान्तरम्, ७ निरर्थकम्, ८ अविज्ञातार्थम्, ९ अपार्थकम्, १० अप्राप्तकालम्, ११ न्यूनम्, १२ अधिकम्, १३ पुनरुक्तम्, १४ अननुभाषणम्, १५ अज्ञानम्, १६ अप्रतिभा, १७ विक्षेपः, १८ मतानुज्ञा, १६ पर्यनुयोज्योपेक्षणम्, २० निरनुयोज्यानुयोगः, २१ अपसिद्धान्तः, २२ हेत्वाभासाश्चेति । अत्राननुभाषणमज्ञानमप्रतिभा विक्षेपः पर्यनुयोज्योपेक्षणमित्यप्रतिपत्तिप्रकाराः । शेषा विप्रतिपत्तिभेदाः।
___६८० तत्र प्रतिज्ञाहानेर्लक्षणम्- "प्रति दृष्टान्तधर्मानुज्ञा स्वदृष्टान्ते प्रतिज्ञाहानिः" [न्यायसू० ५.२.२.] દૂષણ આવ્યું હોય તેનો ઉદ્ધાર કરવો” આ બન્ને કાર્ય ન કરવા તે અપ્રતિપત્તિ.
વાદી બે રીતે પરાજિત થાય છે, એક તો પોતાનાં કર્તવ્યને પુરૂં ન કરવાથી, બીજું વિપરીત રૂપે પુરૂ કરવાથી. આવી માત્ર વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ જ પરાજ્યનો હેતુ નથી, પરંતુ સ્વપક્ષની અસિદ્ધિ જ તેનો હેતુ છે. બીજાએ આપેલ દોષનો ઉદ્ધાર કરે પણ સ્વપક્ષને સિદ્ધ ન કરી શકે તો તે પરાજ્ય પામે જ છે. બીજાનાં સાધનમાં દૂષણ આપવાથી શું? જ્યાં સુધી પોતાના પક્ષમાં અવિનાભાવવાળો હેતુ સિદ્ધ ન કરી શકે તો તે સ્વપક્ષની સિદ્ધિ કરવા સમર્થ ન બનવાથી પરાજ્યની જંજીરથી જકડાઈ જાય છે.
એટલે આ રીતે વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિનો નિગ્રહસ્થાન તરીકે નિષેધ કર્યો. તેના નિરાસથી તેના ભેદોનું પણ નિગ્રહસ્થાન તરીકેનો હક ખંડિત થઈ જાય છે.
નિગ્રહસ્થાનો ૭૯. તેનાં ભેદો બાવીસ છે. તે આ પ્રમાણે - ૧. પ્રતિજ્ઞાહાનિ ૧૨. અધિકમ્
પ્રતિજ્ઞાન્તર ૧૩. પુનરુક્તમ્
પ્રતિજ્ઞાવિરોધ ૧૪. અનનુભાષણમુ. ૪. પ્રતિજ્ઞાસંન્યાસ ૧૫. અજ્ઞાનમુ ૫. હેવન્તરમ્ ૧૬. અપ્રતિભા ૬. અર્થાન્તરમુ ૧૭. વિક્ષેપ ૭. નિરર્થકમ્ ૧૮. મતાનુજ્ઞા ૮. અવિજ્ઞાતાર્થમ્ ૧૯. પર્યનુયોજયોપેક્ષણમ્ ૯. અપાર્થકમ્ ૨૦. નિરનુયોજ્યાનુયોગ ૧૦. અપ્રાપ્તકાલમ્ ૨.૧ અપસિદ્ધાન્ત ૧૧. ન્યૂનમ્ ૨૨. હેત્વાભાસ
આ બાવીશમાંથી અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, અને પર્યનુયોજ્યોપેક્ષણ અપ્રતિપત્તિનાં ભેદ છે. શેષ વિપ્રતિપત્તિના ભેદ છે.
૮૦. પ્રતિજ્ઞાહાનિ સ્મૃતિદષ્ટાંતનાં ધર્મને પોતાનાં દૃષ્ટાંતમાં સ્વીકારવો તે (ન્યાયસૂત્ર ૫.૨.૨). १ आरभमाणः । २ प्रतिदृष्टान्तस्य सामान्यस्य धर्मो नित्यत्वम् । ३-० धर्माभ्यनुज्ञा-मु० ।