________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૦-૩૧
अथ प्रबलप्रतिवादिदर्शनात् तज्ज' ये धर्मध्वंससम्भावनात्, प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रतिभासादसदुत्तरैरपि पांशुभिरिवावकिरन्नेकान्तपराजयाद्वरं सन्देह इति धिया न दोषमावहतीति चेत्', न, अस्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावात् । वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसज्येत ? । तस्माज्जल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति स्थितम् ॥३०॥
§ ७२. वादश्च जयपराजयावसानो भवतीति जयपराजययोर्लक्षणमाहस्वपक्षस्य सिद्धिर्जयः ॥३१ ॥
९ ७३. वादिनः प्रतिवादिनो वा या स्वपक्षस्य सिद्धिः सा जयः । सा च स्वपक्षसाधनदोषपरिहारेण परपक्षसाधनदोषो द्भावनेन च भवति । स्वपक्षे साधनमब्रुवन्नपि प्रतिवादी वादिसाधनस्य विरुद्धतामुद्भावयन् वादिनं जयति, विरुद्धतोद्भावनेनैव स्वपक्षे साधनस्योक्तत्वात् । यदाह - "विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः " इति ॥३१॥
શંકાકાર : ક્યાંક પ્રબલ પ્રતિવાદીને જોઇ તેનો જય થતાં ધર્મનો ધ્વંસ થવાની સંભાવના હોવાથી અને તેનાં તેજથી પ્રતિભા ક્ષય થવાના કારણે તેને સમ્યગ્ ઉત્તર ન સૂઝે, ત્યારે જાણે કે ધૂળ ઉડાડતા હોય તે રીતે અસત્ ઉત્તરનો પ્રયોગ કરવો ઠીક છે. એકાન્ત પરાજ્ય પ્રાપ્ત કરવા કરતાં હાર જિતનો સંદેહ-ડ્રો મેચનો દેખાવ ઉભો કરવો સારો. આવી બુદ્ધિથી તેમનો પ્રયોગ કરવો દોષ નથી.
સમાધાન : ના, આ જાત્યુત્તર પ્રયોગ આપવાદિક છે. કોઈ ઔત્સર્ગિક વિધાન નથી. તેથી તેવો આપવાદિક પ્રયોગ જુદા પ્રકારની કથાનું સમર્થન કરવા સમર્થ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવના અનુસારે ક્યારેક વાદમાં જ અસત્ ઉત્તરનો પ્રયોગ કરી દેવામાં આવે. શું તેટલા માત્રથી તે કથા જુદા પ્રકારની બની જાય? તેથી—જલ્પ વિતંડાનુ નિરાકરણ થવાથી વાદ જ એક કથાની પ્રસિદ્ધિને મેળવી શકે છે. આ સિદ્ધાંત નિશ્ચિત થયો II3oll
૭૨ જય અને પરાજ્ય થતા વાદનો અંત આવે છે, માટે જય-પરાજ્યનું લક્ષણ કહે છે..... પોતાનાં પક્ષની સિદ્ધિ થવી તે જય ॥૩૧॥
૨૪૭
૭૩. વાદી કે પ્રતિવાદીનો જે પોતાનો પક્ષ છે, તેની સિદ્ધિ થવી તે જય. તે સિદ્ધિ પોતાનાં પક્ષના સાધનમાં પ્રતિવાદીએ આપેલા દોષને દૂર કરવાથી અને પરપક્ષના સાધનમાં દોષનું ઉદ્ભાવન કરવાથી થાય છે. પરિહાર અને ઉદ્ભાવન બન્ને ભેગા થવાથી સિદ્ધિ થાય છે, એકલા એકલા છુટા છુટા પ્રયોગથી સિદ્ધ ન થાય એમ આ ‘ચ’ શબ્દનો અર્થ છે. આ વાદી માટે જરૂરી છે. પોતાનાં પક્ષમાં સાધનનો પ્રયોગ નહીં કરનારો પણ પ્રતિવાદી વાદિનાં સાધનમાં વિરૂદ્ધ દોષનું ઉદ્ભાવન કરતા વાદી ઉપર જય મેળવી લે છે. કારણ કે પરપક્ષમાં વિરૂદ્ધ દોષનું ઉદ્ભાવન કરવાથી જ સ્વપક્ષમાં સાધન કહેવાઇ જાય છે. વિરૂદ્ધ હેતુ સાધ્યાભાવનો સાધક-વ્યાપ્ત હોય છે. એથી કરી વાદિના હેતુમાં વિરૂદ્ધ દોષ આપીએ એટલે સ્વતઃ સાધ્યાભાવ-પરપક્ષની સિદ્ધિ થઇ જાય છે. “શબ્દો નિત્યઃ કૃતકત્વા” આમ વાદીએ કહ્યું ત્યારે કૃતકત્વાત્” આ હેતુ અનિત્ય નિત્યાભાવ-સાધ્યાભાવમાં વ્યાપ્ત થઇને રહે છે, માટે પ્રતિવાદી જે શબ્દને અનિત્ય માને છે એની સિદ્ધિ થઇ
१ तस्य प्रतिवादिनो जये । २ चेत् अस्या ० ता० । ३ परिहारोद्भावनाभ्यां समस्ताभ्यां न व्यस्ताभ्याम् इति चार्थः । ४ विरुद्धहे ० डे० ।