________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૪
૨૫૧
[ न्यायमा ० ५, २.२] तदेतदसङ्गतमेव, साक्षाद् दृष्टान्तहानिरूपत्वात् तस्याः तत्रैव' धर्मपरित्यागात् । परम्परया तु हेतूपनयनिगमनानामपि त्यागः, दृष्टान्ता 'साधुत्वे तेषामप्यसाधुत्वात् । तथा च प्रतिज्ञाहानिरेवेत्यसङ्गतमेव । वार्तिककारस्तु व्याचष्टे - " दृष्टचासावन्ते स्थितत्वादन्तश्चेति दृष्टान्तः पक्षः । स्वदृष्टान्तः स्वपक्षः । प्रतिदृष्टान्तः प्रतिपक्षः । प्रतिपक्षस्य धर्मं स्वपक्षेऽभ्यनुजानन् प्रतिज्ञां जहाति यदि सामान्यमैन्द्रियकम् नित्यं शब्दोऽप्येवमस्त्विति" [ न्यायवा० ५ २.२ ] । तदेतदपि व्याख्यानमसङ्गतम्, इत्थमेव प्रतिज्ञाहानेरवधारयितुमशक्यत्वात् । न खलु प्रतिपक्षस्य धर्मं स्वपक्षेऽभ्यनुजानत एव प्रतिज्ञात्यागो येनायमेक एव प्रकारः प्रतिज्ञाहानौ स्यात्, अधिक्षेपादिभिराकुलीभावात् प्रकृत्या सभाभीरुत्वादन्यमनस्क त्वादेर्वा निमित्ता' [त् ] किञ्चित् साध्यत्वेन प्रतिज्ञाय तद्विपरीतं प्रतिजानानस्याप्युपलम्भात् पुरुषभ्रान्तेरनेकका' रणकत्वोपपत्तेरिति १ ।
८१. प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरं साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येन व्यभिचारे नोदिते यदि ब्रूयात् અહીં દૃષ્ટાન્તમાં જ ધર્મનો પરિત્યાગ કરવામાં આવ્યો છે. એટલે ઘટમાં અનિત્ય ધર્મ હતો તેના બદલે નિત્યધર્મ સ્વીકાર્યો. હા પરમ્પરાએ હેતુ, ઉપનય, નિગમનનો ત્યાગ કરવામાં આવ્યો છે. દૃષ્ટાન્ત ખોટું પડતા હેતુ વગેરે ખોટા થઇ જાય છે. તેથી આને પ્રતિજ્ઞાહાનિ જ કહેવી તે અનુચિત છે.
ન્યાય વાર્તિકકાર ઉદ્યોતકર કહે છે કે લક્ષણમાં આપેલ દૃષ્ટાન્તનો અર્થ પક્ષ છે.
શંકા → દૃષ્ટાંતનો પક્ષ અર્થ ક્યાંથી નીકળ્યો ? સમા. → દુષ્ટ એવું અંત આવી વ્યુત્પત્તિથી દૃષ્ટ = પ્રત્યક્ષાદિથી પ્રથમથી પ્રસિદ્ધ હોય અને અંતે નિગમનમાં પણ જે રહેલ હોય એટલે પક્ષ જ અર્થ નીકળશે. પર્વત પહેલાથી પ્રસિદ્ધ છે, અને “પર્વતો વહિનમા” એમ અંતે પણ પર્વત આવે છે.એમ પર્વત પક્ષ એજ દૃષ્ટાંત થયું. સ્વદેષ્ટાંત—સ્વપક્ષ, પ્રતિર્દષ્ટાંત–પ્રતિપક્ષ, પ્રતિપક્ષનાં ધર્મને સ્વપક્ષમાં સ્વીકાર કરતા વાદી સ્વપ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે. જેમ “જો સામાન્ય ઇન્દ્રિય ગ્રાહ્ય હોઈ નિત્ય છે. તો શબ્દ પણ નિત્ય થાઓ.” (પૂ.૨૨ ન્યા.વા.)
આ શબ્દ નામનાં સ્વપક્ષમાં નિત્યધર્મ સ્વીકાર્યો.
જૈના→ વાર્તિકકાર ઉદ્યોતકરનું આ વ્યાખ્યાન સંગત નથી. ઇત્યં-સ્વપક્ષમાં પ્રતિપક્ષનો ધર્મ સ્વીકારવાથી જ પ્રતિજ્ઞાહાનિ થાય છે, આવું અવધારણ કરવું શક્ય નથી. કારણ આવી એક રીતથી જ પ્રતિજ્ઞાહાનિ થાય એવું નથી. પરંતુ વાદી જો આક્ષેપ તિરસ્કાર દોષારોપણ અપમાન વગેરેનાં કારણે વ્યાકુલ બની જવાથી પ્રકૃતિથી—સ્વભાવથીજ સભાભીરૂ હોવાથી અથવા અન્યમનસ્ક-મન બીજે જતું રહેવાથી ઇત્યાદિ નિમિત્તથી કોઈક ધર્મને સાધ્ય તરીકે બનાવી તેનાથી વિપરીત પ્રતિજ્ઞા-પ્રયોગ કરતો વાદી જોવા મળે છે. પુરૂષની ભ્રાન્તિના અનેક કારણો સંભવી શકે છે. માટે એક જ કારણ માનવું અસંગત છે. ॥૧॥
૮૧. પ્રતિજ્ઞાન્તર → પ્રતિજ્ઞા કરાયેલ અર્થનો પ્રતિવાદીએ નિષેધ કર્યો છતે જો વાદી તેજ ધર્મી-પક્ષમાં અન્યધર્મને સાધ્યરૂપે કહેતાં આ નિગ્રહસ્થાન થાય છે.
જેમકે : “શબ્દ અનિત્ય છે, ઇંદ્રિય ગ્રાહ્ય હોવાથી,” એવું કહેતા પ્રતિવાદીએ પૂર્વની જેમ સામાન્યનાં
१ तस्याः प्रतिज्ञाह्मनेः । २ दृष्टान्ते । ३० न्तसाधुत्वे० - ता० । ४ न्यायवार्तिके तु- "दृष्टश्चासावन्ते व्यवस्थित इति दृष्टान्तः स्वश्चासी दृष्टान्तश्चेति स्वदृष्टान्तशब्देन पक्ष एवाभिधीयते । प्रतिदृष्टान्तशब्देन च प्रतिपक्ष: प्रतिपक्षश्चासी दृष्टान्तश्चेति । एतदुक्तं भवति । परपक्षस्य यो धर्मस्तं स्वपक्ष एवानुजानातीति यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वादिति द्वितीयपक्षवादिनि सामान्येन प्रत्यवस्थिते इदमाह यदि सामान्यमैन्द्रियकं नित्यं दृष्टमिति शब्दोऽप्येवं भवत्विति ।" न्यायवा० ५. २. २- मु-टि० । ५ अन्तो निगमनम् तत्र च स्थितः एकः पक्षः प्रतिज्ञायाः पुनर्वचनम् । ६ दृष्टान्तः स पक्षः प्रतिदृष्टान्तः डे० । ७ निमित्तत्वात् डे० । ८० कारणत्वो ० डे ० ।