________________
૧૭૬ /૧/૨/૧૨
પ્રમાણમીમાંસા लिकाक्षोभयोः नागवल्लीदाह-पत्रकोथयोः । तत्र 'एकार्थसमवायी' रसो स्पस्य, रूपं वा रसस्य, नहि समानकालभाविनोः कार्यकारणभावः सम्भवति ।
४९. ननु समानका लकार्यजनकं कारणमनुमास्यते इति चेत्, न तर्हि कार्यमनुमितं स्यात् । ચંદ્રોદય અને સમુદ્રની ભરતીમાં, વૃષ્ટિ અને ઈડાની સાથે કીડીયોની હેરફેરમાં તથા નાગવલ્લીદાહ અને પત્રકોથ–પાંદડાના ખળભળાટમાં જાણવો. અહીં રસ એ રૂપનો અથવા રૂપ એ રસનો એકાર્યસમવાય છે. કારણ કે સમકાલભાવિ પદાર્થોમાં કાર્યકારણ ભાવ નથી હોતો. | (એટલે પ્રથમ કાર્ય હેતુ (રૂપકાય)થી રૂપકારણનું અનુમાન થશે, પછી તેને સમાનકાલીન રસનું અનુમાન થશે. એમ કારણનું અનુમાન કર્યું પણ કાર્યનું નહીં. તો અહીં પણ સમાનકાલીન રૂપથી રસનું અનુમાન જ આવ્યુંને.) .
એમ એક જ ફળમાં જ્યાં સમવાયસબંધ રૂપનામનો ગુણ રહ્યો છે ત્યાંજ રસપણ સમવાય સંબંધે રહે છે. અહીં આવુ અનુમાન થાય કે "ઈદ ફલં વિશિષ્ટરૂપવતું વિશિષ્ટરસવત્તા,” આ ફળ વિશિષ્ટ રૂપવાળું છે, વિશિષ્ટ રસવાળું હોવાથી, અહીં કેરીવિ. ફળમાં જ્યારે રસ પેદા થાય છે, ત્યારે સાથોસાથ રૂપ પણ પેદા થાય છે, બન્નેનો ભિન્ન કાળ નથી માટે રસ કાંઈ રૂપનું કારણ ન બની શકે. “ઈદનભ:ખડું ભાવિશકટોદય કૃતિકોદયવસ્વા” અહીંજે આકાશપ્રદેશમાં સમવાય સંબંધથી કૃતિકા નક્ષત્રનો ઉદય થયો છે ત્યાંજ સમવાયસંબંધથી શકટર નક્ષત્રનો ઉદય થવાનો છે માટે બન્નેનું અધિકરણ એક જ છે)
“અય કાલ સમુદ્રવૃદ્ધિમાનું ચન્દ્રોદયવસ્વાત” જે કાળમાં ચંદ્રનો ઉદય છે તે જ કાળમાં સમુદ્રની વૃદ્ધિ થાય છે, એમ વરસાદ અને નાગવલ્લીદાહ પત્ર-કોથના ક્ષોભમાં પણ કાળને ધર્મ એટલે પક્ષ બનાવવાનો છે. એમ દરેક અનુમાનમાં સાધ્ય અને સાધનનું અધિકરણ એક જ પક્ષ-ધર્મી છે, માટે તે બધા એકર્થસમવાયી કહેવાય છે. ભલે તે કોઈક દષ્ટ હોય જેમકે ફળ, અને નભ:પ્રદેશ અને કાળ અદષ્ટ ધર્મ છે.
૪૯. શંકાકાર : જો સમકાલીન કાર્યકારણ હોય તો તે કાર્યનો જનક કોઈ હોવો જોઇએ” એમ કાર્ય પોતાનાં જનક તરીકે કારણનું અનુમાન કરાવશે. જેમ લાઈટ થતાં જ આપણે અનુમાન કરીએ છીએ કે કોઈએ
१ कार्यरुपादूपकारणं ज्ञायते । तच्च कीदृशम् ? । समानकालं यत्कार्य रसलक्षणं तज्जनकमनुमीयते ।
જે કાળે ચંદ્રોદય થયો છે, તે ઉદય નામની ક્રિયા અને સમુદ્રની વૃદ્ધિ થવા રૂપ કિયા કયાં સંબંધથી રહે? તે કાળમાં તો કોઈ પણ અનિત્ય પદાર્થ કાલિક વિશેષણતા સંબંધથી રહે છે, સમવાયથી નથી રહેતી? ઉદય નામની ક્રિયા શકટ નક્ષત્રમાં થઇ છે, તેથી સમવાય સંબંધથી તો શકટ નક્ષત્રમાં રહેશે. આકાશમાં તો દૈશિક વિશેષણતાં સં.થી રહેશે ને. જેમ પાંદડુ પડે પત્રની પતન કિયાતો સમવાય સંબંધથી તો પત્રમાં રહે છે. માટે એકર્થ સમવાયનો અર્થ એકસ્મિનદડ દષ્ટવા અસમવાપ્યાશ્રિત સમવાય સમય, સંબંધ (ગુજ. વિનીત છે, કોશ). એક ઠેકાણે એક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સારી રીતે કોઈક સંબંધે રહેવું તે. એમ કરીએ તો વાંધો નહી આવે. ૨ રોહિણી નક્ષત્રને શકટ કહેવાય છે, કા.કે. તેનો આકાર શકટ જેવો હોય છે. ટી-૧ નો તાત્પર્ય કાર્યસ્વરૂપ રૂપથી રૂપકારણ જણાઈ જશે, તે કેવી રીતે? સમાનકાળવાળું જેકાર્ય રસાસ્વરૂપ છે તેને જનકનું અનુમાન કરાવશે. એમ કહેવું છે કે કાર્યરૂપથી રસજનકનું અનુમાન કરાય છે. જે કાર્યરૂપથી રૂપકારણને ઓળખી આવુંરૂપ હોય ત્યારે આવો રસ હોય છે, માટે પલું કારણ સ્વરૂપ રૂપ આવું હતું માટે રસ પણ અમુક જાતનો હોવો જ જોઈએ, જે વર્તમાન રસનું કારણ છે.