________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૯
૨૪૧ प्रतिसमाधानं तु सर्वजातीनामन्यथानुपपत्तिलक्षणानुमान-लक्षणपरीक्षणमेव । न ह्यविप्लुतलक्षणे हेतावेवंप्रायाः पांशुपाताः प्रभवन्ति । कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोश्च दृढप्रतिबन्धत्वान्नावरणादिकृतं शब्दानुपलम्भनमपि त्वनित्यत्वकृतमेव । जातिप्रयोगे च परेण कृते सम्यगुत्तरमेव वक्तव्यं न प्रतीपं जात्युत्तरेव प्रत्यवस्थेयमासमञ्जस्य प्रसङ्गादिति ।
६६६. छलमपि च सम्यगुत्तरत्वाभावाज्जात्युत्तरमेव'। उक्तं ह्येतदुद्भावनप्रकारभेदेनानन्तानि जात्युत्तराणीति । तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातच्छलम् । तत्रिधा वाक्छलं सामान्यच्छलमुपचारच्छलं चेति ।
આ બધાનું પ્રતિસમાધાન–જવાબ એ છે કે અન્યથાનુપપત્તિ સ્વરૂપ હેતુનાં અનુમાનનાં લક્ષણની પરીક્ષા કરવી જ જોઈએ. જેમ સોનાનો છેદ થાય, તાપમાં મુકાય, એનાથી માત્ર તેની પરીક્ષા જ થાય છે તે કાંઈ ખોટું પડી જતું નથી, એમ અહીં પણ સત્ય હેતુની પરીક્ષા કરાય છે. (અને રખે) તમારા હાથે આવા પ્રયોગ થઈ જાય ને તમે આવા ગોટાળા વાળા હેતુ પ્રયોગ કરશો નહીં. તમારા હેતુમાં આવી કોઈ ગરબડ નથી ને? તે તપાસી લેવું તે તપાસ ચકાસણી માટે આ ઉપયોગી છે. આવાં અચલ = કોઈથી વિપ્લવ નહીં પામનાર લક્ષણયુક્ત હેતુ ઉપર આવાં પ્રકારની ધૂળ ઉડાડી શકાતી નથી. કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીયક હેતુમાં નિશ્ચિત અવિનાભાવ હોવાથી શબ્દનો અનુપલંભ આવરણનાં કારણે નહી પરંતુ અનિત્યત્વના કારણે જ છે.
સુિવર્ણ નિત્ય દેખાવા છતાં ઘડો-કુંભ તો ત્યાં દેખાતો નથી. પરંતુ સોની જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે જ તે તો જોવા મળે છે. પંરતુ અહીં સોનીને આવરણ દૂર કરતા જોયો નથી. તેમ વક્તાને આવરણ દૂર કરતો જોવામાં આવતો નથી. પણ ઈચ્છા મુજબ શબ્દ બોલવા તાલુ ઓષ્ઠ વગેરેથી પ્રયત્ન ઉભો કરી તે તે શબ્દને જન્મ આપે છે.
માટીને દૂર કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ખાડાની ઉત્પત્તિ તો થાય જ છે.
વસ્ત્ર પહોળું હતું તેને પ્રયત્ન કરી સાંકડા આકાશમાં ગોઠવી દેવામાં આવે છે. એટલે આકાર તો નવો જ પેદા થયોને ! ભલે તેની સાથો સાથ તેમા આવૃત પદાર્થ-પર્યાય જોવા મળે. એમ પ્રયત્નથી કોઈને કોઈ કાર્ય તો અવશ્ય પેદા થાય જ છે, જે પૂર્વે ન હતું. અમે (જૈનો) તેને પર્યાય કહીએ છીએ, તે બધા અનિત્ય જ હોય છે.]
પ્રતિવાદી જાતિનો પ્રયોગ કરે ત્યારે વાદી સમીચીન ઉત્તર આપે. પણ અસત્ ઉત્તર આપી તેનો નિરાસ ન કરવો જોઈએ. જાતિ પ્રયોગનાં બદલામાં સામે જાતિનો પ્રયોગ કરતા અસમંજસ અયુક્ત-અવ્યવસ્થા થઈ જશે.
૬૬. છલ નિરૂપણ પણ સમ્યફ ઉત્તર રૂપ ન હોવાથી છલ પણ જાત્યુત્તર જ છે. આ તો અમે પહેલા કહી જ ચૂકયા છીએ કે ઉભાવનનાં ભેદથી જાતિઓ અનંત છે. કોઈ વાદીનાં વચનમાં અર્થનો વિકલ્પ પેદા કરી તેના વચનનો વિઘાત–ખંડન કરવું તે છલ કહેવાય છે, તે ત્રણ પ્રકારની છે.
(૧) વાકછલ (૨) સામાન્ય છલ (૩) ઉપચાર છલ
૨-૦ક્ષviાવો -
૨-૦મે
-